ETV Bharat / state

દાહોદમાં કલમ 370ની નાબૂદી સંદર્ભે કરાઈ ઉજવણી, સ્થાનિક સાંસદ પણ રહ્યાં ઉપસ્થિત

author img

By

Published : Sep 24, 2019, 9:57 AM IST

દાહોદઃ શહેરના રાત્રિ બજાર નજીક સાંસદની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ દ્વારા આર્ટિકલ 370 નાબૂદીના સમર્થનમાં 370 ફૂટ લાંબા કાપડ પર સહી ઝૂંબેશ અભિયાન ચલાવી ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

dahod

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા બદલ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. કલમ 370 નાબૂદી માટે લેવાયેલા પગલાના સમર્થનમાં દાહોદના સ્ટેશન રોડ પર આવેલા રાત્રિ બજાર પાસે સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં 370 ફૂટ લાંબા કાપડના પટ્ટા પર સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જાહેર કાર્યક્રમમાં રસ્તા પરથી પસાર થતાં નગરજનો પણ જોડાયા હતા અને પોતે સહી કરી ખુશી અનુભવી રહ્યા હતા, તો કેટલાક નગરજનોએ મોદી હે તો મુમકિન હૈ જેવા સ્લોગનો પણ લખ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ370 હટાવ્યા બાદ દાહોદમાં ઉજવાયો ઉત્સવ

દાહોદ ભાજપ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો કાર્યક્રમમાં જોડાયા હતા.

Intro:દાહોદ શહેરના રાત્રી બજાર નજીક સાંસદની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ દ્વારા આર્ટિકલ 370 નાબૂદીના સમર્થનમાં 370 ફૂટ લાંબા કાપડ પર સહી ઝુંબેશ અભિયાન કરી ઉજવણી મનાવવામાં આવી હતી ભાજપના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને ભાજપ ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



Body:
કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ370 હટાવવા બદલ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે ત્યારે આર્ટિકલ 370 નાબૂદી માટે લેવાયેલા પગલાના સમર્થનમાં દાહોદના સ્ટેશન રોડ પર આવેલ રાત્રી બજાર પાસે સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં 370 ફૂટ લાંબા કાપડના પટ્ટા પર સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જાહેર કાર્યક્રમમાં રસ્તા પરથી પસાર થતાં નગરજનો પણ જોડાયા હતા અને પોતે સહી કરતાં જઇ ખુશી અનુભવી રહ્યા હતા તો કેટલાક નગરજનોએ મોદી હે તો મુમકિન હૈ જેવા સ્લોગનો પણ લખ્યા હતા દાહોદ ભાજપા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર સહિત ભાજપના પદાધિકારીઓ અને સમર્થકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા

બાઈટ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર

પાસ સ્ટોરી. (વીઓ સાથે)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.