ETV Bharat / state

Dahod Crime: દાહોદમાં તસ્કરો બેફામ, 16 લાખથી વધુની ચોરી કરનાર આરોપી ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2023, 12:24 PM IST

દાહોદમાં તસ્કરો બેફામ બન્યા છે. દાહોદ પોલીસે મકાનનું તાળું તોડી 16,12,400ની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદમાં તસ્કરો બેફામ
દાહોદમાં તસ્કરો બેફામ

દાહોદ: દેસાઈવાડા બંધ મકાનમાં ગતરોજ તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી રોકડા 15,20,000 તેમજ સોના-ચાંદીના દાગી મળી કુલ 16,12,400ની ચોરી કરી હતી. બનાવ બાદ દાહોદ એ. ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ આરંભ ચોરીને અંજામ આપનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બંધ મકાનમાં ચોરી: દેસાઈવાડા વિસ્તારના તળાવ ફળિયામાં રહેતાં જસવંતભાઈ ભરવાડના બંધ મકાનમાં તસ્કરે મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર મુકી રાખેલ તિજોરીમાંથી રોકડા રૂપિયા, એક સોનાની ચેઈન, સોનાનો સિક્કો તેમજ 6 નંગ ચાંદીના સિક્કા મળી કુલ 16,12,400ની ચોરી કરી નાસી ગયાં હતાં. આ સંબંધે જસવંતભાઈ ભરવાડે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આરોપીની ધરપકડ: પોલીસે હ્યુમન સોર્સીસ મારફતે માહિતી મેળવીને ઘરફોડ ચોરી કરનાર આરોપી ફિરદોસ બાબતે માહિતી મેળવી ચોરી કરનાર શખ્સો પૈકી ફિરદોસ ઉર્ફે અલાબલા ઇશાભાઇની ધરપકડ કરી હતી. પુછપરછ કરતાં આરોપીએ સાગરિત ફિરદોસ યુસુફ સાથે ચોરી મળી કર્યાની કબુલાત કરતાં ફિરદોસ પાસેથી ચોરીની તમામ રોકડ રીકવર કરી પોલીસે ગુનો નોંધી આગળની કાઘદેસરની કાર્યવાદી હાય ધરી છે.

પોલીસ તપાસ શરૂ: દાહોદ પોલીસ અધિક્ષક રાજદીપ સિંહ ઝાલાના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાના સાગરિત સાથે મળી દેસાઈવાડ નજીક તળાવ ફળિયામાં એક બંધ મકાનને ટાર્ગેટ કરી રૂપિયા 16,12,400ની ચોરી કરી હતી. જેની ફરિયાદ નોંધાતા દાહોદ પોલીસ કે ગુનાને ગંભીરતા ધ્યાને રાખીને હ્યુમન ટેકનિકલ સોર્સના મદદથી એક આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે હાલ 15,20,000ની રિકવરી કરાઇ છે. આ ઘર ફોડ ચોરી બીજા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ આરોપીઓ બીજા કેટલી ઘર ફોડ ચોરીના અંજામ આપ્યો છે કે કેમ તે બાબતમાં તપાસ ચાલી રહી છે.

  1. Call Centre: જૂનાગઢમાં મળી આવેલ કોલ સેન્ટરનો મોટો ખુલાસો, ત્રણ મહિનામાં અમેરિકનોને કરોડોમાં લૂંટયા
  2. Rajkot Crime : ચોરી આશંકામાં કારખાનાના માલિકોએ ઢોર માર મારી બે શ્રમિકોને મારી નાખ્યા, જાણો શું છે મામલો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.