ETV Bharat / state

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની જીવન સફર

author img

By

Published : Feb 22, 2021, 5:50 PM IST

મુંબઈની મરિન ડ્રાઇવ હોટલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે. હોટલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ પણ મળી છે. જેને પગલે તેમને આત્મહત્યા કર્યો હોવાની આશંકા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. હાલ તેમના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે હંમેશા સત્તાપક્ષ સામે હુંકાર કરનારા નેતા આત્મહત્યા કરે એ વાત તેમના સમર્થકોને ગળે ઉતરતી નથી. તો આવો જાણીએ સાંસદ મોહન કેલકરના જીવન વિશે...

મોહન ડેલકર
મોહન ડેલકર

  • હોટલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી
  • ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું
  • લોકસભાના 15 સિનિયર સાંસદોમાં મોહન ડેલકર બીજા નંબરે હતાં

સેલવાસ : 58 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ હતાં. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યાં હતાં. તેમને 7 ટર્મથી ચૂંટાતાં હતાં. 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.

મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં નિમણૂંક કરાઇ હતી

ડેલકરને હાલમાં ભાજપ મોદી સરકારના ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં નિમણૂંક કરવામા આવી હતી. ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીમા લોકસભા અને રાજ્યસભા મળી કુલ 28 સાંસદોને સ્થાન આપવામાં આવ્યું હતું.

મોહન ડેલકર
મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સ્લ્ટેટિવ કમિટીમાં નિમણૂંક કરાઇ હતી

ટ્રેડ યુનિયનના નેતા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી

લોકસભાના 15 સિનિયર સાંસદોને આપવામાં આવેલા સ્થાનમાંથી મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામા આવ્યું હતું. મોહન ડેલકરે સેલવાસમાં ટ્રેડ યુનિયનના નેતા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તે અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડતાં હતાં.

1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા

ત્યારબાદ 1995માં તેમને આદિવાસી વિકાસ સંગઠન શરુ કર્યું હતું અને 1989માં તેમને દાદરાનગર હવેલી મત વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1991 અને 1996માં પણ તેમને આ જ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યાં અને જીત્યાં હતાં. ત્યારબાદ 1998માં તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા.

મોહન ડેલકરની રાજકીય સફર

  1. 1989માં દાદરા નગર હવેલીથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા
  2. 1991 અને 1996માં કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા
  3. 1998માં ભાજપમાંથી દાદરા નગર હવેલીના સાંસદ બન્યા હતા
  4. 1999 અને 2004માં અપક્ષ તરીકે ચૂંટાઈને લોકસભા પહોંચ્યા હતા
  5. 2009માં મોહન ડેલકર ફરી કોંગ્રેસમાં જોડાયા
  6. 2019માં અપક્ષમાંથી ફરી સાંસદ તરીકે ચૂંટાયા

1998માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા

ભાજપમાંથી ચૂંટણી લડ્યા બાદ 1999 અને 2004માં તેમને અપક્ષ અને ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યાં અને જીત્યાં હતાં. ત્યારબાદ તેમને 4 ફેબ્રુઆરી 2009ના રોજ ફરીથી કોંગ્રેસમાં જોડાયાં અને વર્ષ 2019માં તેમને કોંગ્રેસ માટે રાજીનામું આપીને ફરીથી તેમને અપક્ષ લોકસભાની ચૂંટણી લડી અને સાંસદ બન્યાં હતાં. ત્યાર બાદ ડેલકર JDUમાં જોડાયાં હતાં. આવા કદાવર રાજકીય નેતાના મૃત્યુના સમાચારે દાદરા નગરહવેલી પંથકમાં શોકનું મોજું પ્રસર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.