ETV Bharat / state

સેલવાસમાં ફરસાણની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ, દુકાનદારનું સારવાર દરમિયાન મોત

author img

By

Published : Feb 15, 2021, 7:07 PM IST

દાદરા નગર હવેલીના સુરંગી ગામે ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ગેસ ચાલુ કરવા જતાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં ઘાયલ દુકાનદારનું 4 દિવસની સારવાર બાદ મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

silvassa
silvassa

  • સુરંગી ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો
  • બ્લાસ્ટમાં ઘાયલ દુકાનદારનું સારવાર દરમિયાન મોત
  • વહેલી સવારે 6ના વાગ્યાના સુમારે બ્લાસ્ટ થયો હતો

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સુરંગી ગામે ત્રણ રસ્તા નજીક નિલેશ દેવુ મિશાલના મકાનમા મા ચામુંડા હોટલ અને સ્વીટ નામની દુકાન આવેલી છે. ત્યાં ચાર દિવસ અગાઉ વહેલી સવારે 6 વાગ્યાના સુમારે દુકાનના સંચાલક દેરારાએ દુકાન ખોલ્યા બાદ ગેસ ચાલુ કરતા અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.

2 કિલોમીટર દૂર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો

જેના કારણે દુકાનના સંચાલક દેરારામ હાથમાં અને શરીરના ભાગે દાઝી ગયો હતો. બ્લાસ્ટના કારણે દુકાનનો સામાન-પતરાના ફુરચેફુરચા ઉડી ગયા હતા. બ્લાસ્ટનો અવાજ એટલો હતો કે ગામથી બે કિલોમીટર દુર સુધી એનો અવાજ સંભળાયો હતો. જોરદાર ધડાકાને કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

સેલવાસમાં ફરસાણની દુકાનમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ
સેલવાસમાં ફરસાણની દુકાનમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ

સિલિન્ડર લીકેજ હોવાને કારણે ઘટના બની હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું

ઇજાગ્રસ્ત દેરારામને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં 4 દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. આ ઘટનામાં સિલિન્ડર લીકેજ હોવાને કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

એક સપ્તાહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટના 2 કિસ્સા

ઉલ્લેખનીય છે કે, આ એક અઠવાડિયામા ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો આ બીજો કિસ્સો બન્યો છે. સેલવાસના ઉલ્ટન ફળિયા ખાતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ચાર કાચા ઘરો બળીને રાખ થઇ ગયા હતા. જે બાદ સુરંગી ગામે દુકાનમાં સિલિન્ડર લીકેજના કારણે જ આગ લાગી હતી અને ઇજાગ્રસ્ત દુકાનદાર મોતને ભેટ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.