ETV Bharat / state

છોટા ઉદેપુર જિલ્લામાં અનોખી પરંપરા નવી સિઝનનું ધાનની પૂજા વિધી

author img

By

Published : Sep 23, 2021, 2:38 PM IST

છોટા ઉદેપુર જિલ્લામાં હાલ પ્રકૃતિ શોળે કળાએ ખીલી ઉઠી હોય અને કુદરતે ધરતીને જાણે લીલી ચાદર ઓઢાડી દીધી હોય એવા મનમોહક વાતાવરણમાં નવું ધાન હિંડોળે લહેરાય રહ્યું છે પરંતુ નવા ધાનને ગ્રહણ કરતાં પહેલાં કેટલીક વિધિ કરી દેવોને ધાન ધરાવ્યા બાદ જ તેને ગ્રહણ કરી શકાય ની વર્ષો જૂની માન્યતા મુજબ આજે પણ આ પરંપરા રૂમડિયા ગામમાં જોવા મળી હતી.

છોટા ઉદેપુર જિલ્લામાં અનોખી પરંપરા નવી સિઝનનું ધાનની પૂજા વિધી
છોટા ઉદેપુર જિલ્લામાં અનોખી પરંપરા નવી સિઝનનું ધાનની પૂજા વિધી

  • આદિવાસી બાહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓની અનોખી પરંપરા
  • નવી સિઝનનું ધાન સેકી કરવામાં આવે છે પૂજા વિધી
  • ધાનને ગ્રહણ કરતાં પહેલાં કેટલીક વિધિ કરી દેવોને ધાન ધરાવ્યા

છોટા ઉદેપુર: જિલ્લામાં હાલ પ્રકૃતિ શોળે કળાએ ખીલી ઉઠી હોય અને કુદરતે ધરતીને જાણે લીલી ચાદર ઓઢાડી દીધી હોય એવા મનમોહક વાતાવરણમાં નવું ધાન હિંડોળે લહેરાય રહ્યું છે પરંતુ નવા ધાનને ગ્રહણ કરતાં પહેલાં કેટલીક વિધિ કરી દેવોને ધાન ધરાવ્યા બાદ જ તેને ગ્રહણ કરી શકાયની વર્ષો જૂની માન્યતા મુજબ આજે પણ આ પરંપરા રૂમડિયા ગામમાં જોવા મળી હતી.

છોટા ઉદેપુર જિલ્લામાં અનોખી પરંપરા નવી સિઝનનું ધાનની પૂજા વિધી

આ પણ વાંચો: ઘલા ગામ ખાતે સ્થાનિકના ઘરે બ્રહ્મ કમળ ખીલ્યું

પ્રકૃતિની પૂજાનો રીવાજ

પ્રકૃતિની પૂજ કરતાં આદિવાસી લોકોનું માનવું છે કે, બાબા પીઠોરા દેવની કૃપાથી વરસાદ સારો પડે સારી ખેતી થાય, અને પશુ પંખીઓ પણ સાજાં માંજા રાખે તેથી નવા વર્ષનું નવું ધાન પહેલાં પીઠોરા દેવને વિધિ કરી પોતાના ઘરની અંદર બેસાડેલા કુળદેવી અને પોતના પૂર્વજોને ધરાવવા બળવાને બોલાવવામાં આવતો હોય છે.

ગામના દરેક ઘરમાં નવા ધાનની પૂજવાની વિધિ

ગામના દરેક ઘરમાં નવા ધાનમાં ડોડા પૂજવાની વિધિ માટે નક્કી કરેલ દિવસે બળવાને બોલાવીને ડોડા પૂજવાની વિધિ કરવામાં આવતી હોય છે. છોટા ઉદેપુર જિલ્લાના રૂમડીયા ગામની મુલાકાત દરમિયાન બાંડી ફળિયામાં વીરસિંગભાઈ રાઠવાના ઘરે ડોડા પૂજવાની વિધી માટે તનસિંગ બળવાને બોલાવીને ડોડા પૂજવાની વિધિ દરમિયાન વિધિવત રીતે પીઠોરા દેવ સમક્ષ ધાર પાડીને ડોડા તેમાંજ કાકડી પૂજવાની વિધી કરવામાં આવી હતી. ડોડાને શેકીને પીઠોરા દેવના પ્રત્યેક ઘોડાને ધરાવવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: ટીટોડીએ મૂક્યા મકાનની છત પર ઈંડા, આગાહીકારોએ કરી સારા વરસાદની આગાહી

આદિવાસીઓની આ ડોડા પૂજવાની વિધિ

આદિવાસીઓની આ ડોડા પૂજવાની વિધિ અને સામજિક આગેવાન આરવિંદ રાઠવા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, છોટા ઉદેપુર જિલ્લા ઘણા વિસ્તારોમાં ખેતીને ભૂંડ જેવા જંગલી જાનવરો ખૂબ નુકશાન પહોચાડે છે પરંતુ અમારા ગામના લોકો અમારા ઇષ્ટદેવ બાબ પીઠોરા સમક્ષ અમે વાવણી કરીએ ત્યારે જ દાણા મૂકી દેતા હોય છે. અમારી માન્યતા મુજબ અમારા સીમ ખેતરની રક્ષા અમારા દેવી દેવતા કરતાં હોય છે. જેથી અમારી સીમમાં કોઈ જાનવરો ભેલાણ કરતાં નથી. મારા ખેતરમાં આજ સુધી કોઈ જનાવર ભેલાણ કર્યું નથી એટલે અમે આ વિધી કરતાં હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.