સિંચાઈ માટે બનાવેલો ડેમ ખેડૂતો માટે બન્યો મુશ્કેલી, અનેકવાર રજૂઆતો છતાં તંત્ર ઊંઘમાં

author img

By

Published : Nov 18, 2021, 9:26 PM IST

સિંચાઈ માટે બનાવેલો ડેમ ખેડૂતો માટે બન્યો મુશ્કેલી, અનેકવાર રજૂઆતો છતાં તંત્ર ઊંઘમાં

છોટાઉદેપુર (chhota udepur) જિલ્લાના ઝીંઝણવાણી ગામ (zinzanwadi village)ની નજીક કોતરમાં જ્યારે વરસાદના કારણે પાણી ભરાય (floods) છે ત્યારે ગામ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. 35 વર્ષ પહેલા પાવીજેતપુર (Pavijetpur) ખાતે સિંચાઈ ડેમ (Irrigation Dam) બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ડેમના પાણી આસપાસ કોતરોમાં ભરાઈ જવાના કારણે ખેડૂતો (famers)ને અને ગામલોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 35 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો ડેમ
  • પાણીનો ભરાવો થતા ખેડૂતોને અને ગામલોકોને પડે છે હાલાકી
  • પુલ બનાવવા માટે તંત્રને અનેકવાર કરી છે રજૂઆત

છોટાઉદેપુર: જિલ્લાના 3 તાલુકા અને પંચમહાલ જિલ્લા (panchmahal district)ના એક તાલુકાને સિંચાઇનું પાણી મળે તે માટે 35 વર્ષ પહેલા પાવીજેતપુર (pavijetpur) ખાતે સુખી સિંચાઇ ડેમ (Irrigation Dam) બનાવવામાં આવ્યો હતો, જેમાં પાણી ભરાતા કેટલાક લોકોને સિંચાઇનો લાભ મળતો થયો. પરંતુ એ જ યોજના (irrigation scheme) ને લઈ કેટલાક ખેડૂતો આજે દુઃખી થયા છે. ડેમ (dam)માં જ્યારે પણ પાણીનો ભરાવો (water logging) થાય છે, ત્યારે તેના પાણી દૂર સુધી જાય છે.

પાણી ભરાતા 2 ભાગમાં વહેંચાઈ જાય છે ગામ

છોટાઉદેપુર (chhotaudepur) જિલ્લાના 3000ની વસ્તી ધરાવતું ઝીંઝણવાણી ગામ તેની નજીક આવેલી કોતરમાં ચોમાસા (monsoon) બાદ પાણી ભરાતા 2 ભાગમાં વહેંચાઈ જાય છે અને સામે કિનારે આવેલા ખેતરમાં ખેતી (farming) કરવાનું મુશ્કેલ બને છે. કોતરમાં 60 ફૂટ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે ખેડૂતો ટાયરની ટ્યુબ (Tire tube)નો સહારો લે છે. તો કેટલાક ખેડૂતો પ્લાસ્ટિક (plastic)ના ડબ્બાનો સહારો લે છે. આમ કહી શકાય કે તેઓ જીવનું જોખમ ખેડી રહ્યા છે.

કિનારાથી ગામમાં આવવા માટે 20 કિ.મી.નું અંતર કાપવું પડે છે

ગામ લોકોનું એવું પણ કહેવું છે કે વારંવાર પાણીમાં પડી જવાના બનાવો પણ બન્યા છે. ગયા વર્ષે એક ખેડૂત ડૂબી (farmer drowned) ગયો હતો અને તેનું મોત પણ થયું હતું. આ વિસ્તાર ડુંગર વિસ્તાર હોઈ સામે કિનારેથી તેમના ગામે આવવા 20 કિ.મી.નું અંતર કાપવું પડે છે. ખેતી કરવા માટે ટ્રેક્ટર જેવા સાધન પણ લઈને જઇ શકાતું નથી. પાક તૈયાર થાય ત્યારે પોતાના ઘરે કે વેચવા જવા માટે પણ ખૂબ મુશ્કેલી પડે છે.

તંત્રને પુલ બનાવી આપવા માટે અનેકવાર રજૂઆતો કરી છે

આ વિશે વાત કરતા ખેડૂત માનસિંગ ભાઈ રાઠવાએ કહ્યું કે, વર્ષોથી આપદા વેઠતા ખેડૂતોએ તેમની સમસ્યાને લઈ ધારાસભ્ય, સાંસદ અને તંત્રમાં 200 મીટર લાંબા પટ પર નાનો પુલ બનાવી આપે તેવી વારંવારની રજુઆત કરી છે, પરંતુ કોઈ નિકાલ ન આવતા હવે આ ખેડૂતો આવનારા સમયમાં ચૂંટણીઓનો સદંતર રીતે વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વારંવારની રજૂઆતો બાદ પણ તંત્ર આ વિસ્તારના ખેડૂતોની ચિંતા ન કરતું હોવાના કારણે ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે જીવનું જોખમ ખેડતા ખેડૂતોની વ્યથા સરકાર સમજે તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચો: જામનગરમાં બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા તાલીમાર્થીઓ માટે 'મિશન ખાખી 2021' શરુ કરવામાં આવ્યું

આ પણ વાંચો: પાટણમાં કમોસમી વરસાદથી ઉભા પાકને થયું નુકશાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.