ETV Bharat / state

આયુષ્યમાન યોજના હેઠળ આવેલા દર્દીઓ તપાસ દરમ્યાન નહતા, ત્રણ મહિનાથી યોજના બંધ

author img

By

Published : Dec 1, 2022, 1:07 PM IST

છોટા ઉદેપુરના બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલને(Bodeli Dhokalia Public Hospital) ત્રણ મહીના માટે આયુષ્માન કાર્ડ રદ કરાયા હતા. હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે ચાર ફુટનુ અંતર પણ જોવા મળ્યું નહિ, સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આયુષ્યમાન યોજના (Ayushman Bharat Yojana) હેઠળ સારવાર માટે આવેલા દર્દીઓ પૈકી 217 દર્દીઓ તપાસ દરમ્યાન ન હતા.

આયુષ્યમાન યોજના હેઠળ આવેલા દર્દીઓ તપાસ દરમ્યાન નહતા, ત્રણ મહિનાથી યોજના બંધ
આયુષ્યમાન યોજના હેઠળ આવેલા દર્દીઓ તપાસ દરમ્યાન નહતા, ત્રણ મહિનાથી યોજના બંધ

છોટા ઉદેપુર જિલ્લાનાં બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલને(Bodeli Dhokalia Public Hospital) ત્રણ મહીના માટે આયુષ્માન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા હતા. ગાંધીનગર અને છોટાઉદેપુર જિલ્લામાંથી આવેલા આરોગ્ય અધિકારીઓએ(Health Officers) ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં તપાસ દરમ્યાન હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના હેઠળ 217 દર્દીઓ જોવા ન મળતાં આયુષ્યમાન યોજના (Ayushman Bharat Yojana) ત્રણ મહિના બંધ કરી છે. PM JAY યોજના અંતર્ગત 229 કુલ દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી બે મૃત્યુ પામ્યા અને 10 જ દર્દીઓ હોસ્પિટલ માં સારવાર હેઠળ હતા.

આયુષ્યમાન યોજના હેઠળ આવેલા દર્દીઓ તપાસ દરમ્યાન નહતા, ત્રણ મહિનાથી યોજના બંધ

નોટિસ ફટકારી તપાસ દરમ્યાન 217 દર્દીઓ હોસ્પિટલમાં ન હતા.અધિકારીઓને શંકા ગઈ હતી અને દર્દીઓના કેસની પૂર્તતા જોવા ન મળતાં નોટિસ ફટકારી હતી. આયુષ્યમાન યોજના ત્રણ મહિના માટે ઢોકલિયા હોસ્પિટલમાં બંધ કરી છે. હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે ચાર ફુટનુ અંતર પણ જોવા મળ્યું નહિ, સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આયુષ્યમાન યોજના (Ayushman Bharat Yojana) હેઠળ સારવાર માટે આવેલા દર્દીઓ પૈકી 217 દર્દીઓ તપાસ દરમ્યાન ન હતા.

આયુષ્યમાન યોજના બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં (Bodeli Dhokalia Public Hospital) આયુષ્યમાન યોજના હેઠળ 217 દર્દીઓ તપાસ દરમ્યાન હોસ્પિટલમાં જોવા ન મળતાં ગાંધીનગર અને છોટાઉદેપુર જિલ્લામાંથી આવેલા આરોગ્ય અધિકારીઓએ ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના ત્રણ મહિના બંધ કરી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર 5લાખ રૂપિયા સુધી મફત આરોગ્ય સેવા આપી રહી છે. ત્યારે દરેક હોસ્પિટલો નાણાકીય ગેરરીતિ કરી પોતાનો આર્થિક ફાયદો તો મેળવી રહ્યા નથી.

ઢોકલિયા હોસ્પિટલમાં બંધ અવાર નવાર ચેકીંગ થતું હોય છે. તારીખ 4 ઓક્ટોમ્બર થી તારીખ 22 નવેમ્બર સુધી PM JAY યોજના અંતર્ગત 229 કુલ દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી બે મૃત્યુ પામ્યા અને 10 જ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તપાસ દરમ્યાન 217 દર્દીઓ હોસ્પિટલ માં ન હતા. જેથી તપાસ માટે આવેલા અધિકારીઓને શંકા ગઈ અને દર્દીઓના કેસની પૂર્તતા જોવા ન મળતાં નોટિસ ફટકારી આયુષ્યમાન યોજના ત્રણ મહિના માટે ઢોકલિયા હોસ્પિટલમાં બંધ કરી છે.

સ્વચ્છતાનો અભાવ જ્યારે હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે ચાર ફુટનુ અંતર પણ જોવા મળ્યું નહિ, સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. બીજા અનેક કારણો નોટિસમાં જણાવ્યા હતા. જોકે ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના વહીવટદાર જૈમિન પંચાલે કહ્યું, કે દરેક દર્દી ના કેસ પેપર મોજૂદ છે. યોજના અંતર્ગત અધિકારી પાસે દર્દીઓની વિગત છે. સાત દાયકાથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ બનેલી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં 50 બેડની અધતન સુવિધાઓથી નિદાન અને સારવાર થઈ રહ્યું છે. વધુ 20 બેડની સુવિધા વધારવા કામ ચાલી રહ્યું છે. ત્યારે વહીવટદાર અને કર્મચારીઓની ભૂલને અધિકારીઓએ નોટિસ આપી જણાવ્યું કે હવે 217 દર્દીઓનું ચુકવણું લેવા ઇન્સ્યોરન્સ કે સરકારમાં ભલામણ કરવી નહિ.

ગરીબો માટે સસ્તી સારવાર આયુષ્યમાન યોજના હેઠળ સારવાર માટે આવેલા દર્દીઓ પૈકી 217 દર્દીઓ તપાસ દરમ્યાન ન હતા. તેઓના અંગૂઠા લેવાનું રહી ગયું હતું. બાકી તો કેસ પેપર સહિત અન્ય કાગળો છે. અમારા કર્મચારીઓ ની ભૂલને લીધે આ બન્યું છે. નાણાકીય ગેરરીતિ તો બિલકુલ જ થઈ નથી. દર્દીઓ ને અપાતાં 300 રૂપિયા ના વાઉચર પણ છે. ગરીબો માટે સસ્તી સારવાર માટે નામાંકીત હોસ્પિટલમાં વધુ સુવિધા ઊભી કરવા ટ્રસ્ટ મક્કમ છે. યોગ્ય રીતે પુરાવા સાથે જવાબ રજૂ કરીને એક મહિનામાં આયુષ્યમાન યોજના ગરીબ દર્દીઓના હિત માટે ફરી શરૂ કરીશું. કંચન પટેલ, ટ્રસ્ટ પ્રમુખ તેમ હોસ્પિટલ નાં ટ્રસ્ટનાં પ્રમુખ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.