ETV Bharat / state

No Confidence Motion : છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર

author img

By

Published : Nov 8, 2021, 7:23 PM IST

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સામે રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્ત ( No Confidence Motion ) પસાર થઈ ગઇ છે.નગરપાલિકા ખાતે ખાસ સામાન્ય સભામાં 26 પૈકી 19 સભ્યોની બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ હતી.

No Confidence Motion : છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર
No Confidence Motion : છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર

  • છોટા ઉદેપુર નગરપાલિકામાં ખળભળાટ
  • પ્રમુખ સામે પસાર થઇ અવિશ્વાસ દરખાસ્ત
  • 26માંથી 19 સભ્યોએ પાસ કરી અવિશ્વાસ દરખાસ્ત

છોટા ઉદેપુરઃ નગરપાલિકાના પ્રમુખ નરેનભાઇ જયસ્વાલ વિરુદ્ધ પાલિકાના 28 સભ્યો પૈકી 20 સભ્યોએ તારીખ 16 મી ઓક્ટોબર 2021 ના રોજ પાલિકાના ચીફ ઓફિસરને અવિશ્વાસની દરખાસ્ત ( No Confidence Motion ) રજૂ કરી હતી. ગુજરાત 1963ની કલમ 51, 2 ,3, અને 4 અન્વયે પાલિકા પ્રમુખે દિન 15 પહેલા ખાસ સામાન્ય સભા બોલાવવાનો સમય હોય છે અને દિન 15 પહેલા પ્રમુખ ન બોલાવે તો ઉપપ્રમુખે દિન 30માં ખાસ સામાન્ય સભા બોલાવવાની હોય છે પ્રમુખે અવિશ્વાસ અંગે સામાન્ય સભા બોલાવી ન હતી.

ઉપપ્રમુખ નરગીસબેન મકરાણીએ બોલાવી સભા

પ્રમુખે અવિશ્વાસ ( No Confidence Motion ) અંગે સામાન્ય સભા ન બોલાવતા ઉપપ્રમુખ નરગીસબેન મકરાણીએ પોતાને મળેલી સત્તાની રૂએ આજે 8 નવેમ્બર 2021 ના રોજ સવારે 10:30 કલાકે નગરપાલિકા સભાખંડમાં ખાસ સામાન્ય સભા બોલાવી હતી. જેમાં 28 પૈકી 26 સભ્યો હાજર રહ્યાં હતાં એક બીએસપી અને એક કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યાં હતાં. આજની સામાન્ય સભામાં કોંગ્રેસ પ્રદેશ તેમજ બહુજન સમાજ પાર્ટી દ્વારા પોતાના સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો હતો.

ખાસ સામાન્ય સભામાં 26 પૈકી 19 સભ્યોની બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ

19 સભ્યોની બહુમતીથી પાસ થઈ અવિશ્વાસ દરખાસ્ત

નગરપાલિકા ઉપર પ્રમુખ નરગીસબેન મકરાણીની અધ્યક્ષતામાં મળેલી અવિશ્વાસની દરખાસ્ત ( No Confidence Motion ) અંગેની ખાસ સામાન્ય સભામાં નરેન જયસ્વાલ સમક્ષ રજૂ થયેલ અવિશ્વાસની દરખાસ્ત 19 જેટલા સભ્યોની બહુમતીથી પાસ થઈ હતી. જ્યારે નરેન જયસ્વાલની તરફેણમાં માત્ર બી.એસ.પી.ના સભ્યોએ પોતાની આંગળી ઊંચી કરી સમર્થન આપ્યું હતું. નગરપાલિકા પ્રમુખ નરેન જયસ્વાલે તેમના કાર્યકાળ દરમિયાન તેમને સાથ અને સહકાર આપનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ છોટા ઉદેપુર નગર પાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર

આ પણ વાંચોઃ છોટા ઉદેપુર: વીજ કંપનીની કચેરી પર ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે વીજ પાવરને લઈ સર્જાઈ તુતું મેમે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.