ETV Bharat / state

Bribe Case: રૂપિયા બે લાખની લાંચ લેતાં પકડાયેલા ડેપ્યુટી ઈજનેર ફરાર, વોન્ટેડ જાહેર

author img

By

Published : Apr 14, 2023, 12:32 PM IST

Updated : Apr 14, 2023, 3:58 PM IST

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ ના અધિક મદદનીશ ઈજનેર રૂપિયા બે લાખની લાંચ લેતાં ઝડપાયા છે. બાદમાં એ. સી. બી ને ચકમો આપી ફરાર થતાં વોન્ટેડ જાહેર કરાયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારી હરિશભાઈ સરદારભાઈ ચૌધરી રૂપિયા 2,લાખની લાંચ લેતા ઝડપાયા છે.

Bribe Case: રૂપિયા બે લાખની લાંચ લેતાં પકડાયેલા ડેપ્યુટી ઈજનેર ફરાર, વોન્ટેડ જાહેર
Bribe Case: રૂપિયા બે લાખની લાંચ લેતાં પકડાયેલા ડેપ્યુટી ઈજનેર ફરાર થતાં વોન્ટેડ જાહેર

રૂપિયા બે લાખની લાંચ લેતાં પકડાયેલા ડેપ્યુટી ઈજનેર ફરાર

છોટાઉદેપુરઃ ભાજપ સરકારમાં જાણે લાંચીયાઓના મોં વધી ગયા હોય તેવું લાગે છે. સતત એવા કેસ સામે આવે છે જેમાં લાંચ અધિકારીઓ પકડાઇ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 1કરોડ 20 લાખ માં સ્લેબ ડ્રેન(નાનો પુલ) નું કામ પૂર્ણ કરેલું હતું. જેના બિલની રકમ રૂપિયા 1કરોડ. 20 લાખ મંજુર થયેલા હતા. જે બિલના 10% લેખે રૂપિયા રૂપિયા 10 લાખની માંગણી કરેલી હતી. જે પૈકી અગાઉ રૂપિયા 2 લાખ આપી દીધેલા હોવાથી અને બીજા રૂપિયા માટે અવાર નવાર ઓફિસે બોલાવી માંગણી કરતા વાયદો કરેલો હતો. જેને લઈને આ અધિકારી સામે એસીબી સુધી ફરિયાદ થઈ હતી.

આ પણ વાંચોઃ Chhota Udepur News : મોટા ભાઈના ખોળામાંથી નાના ભાઈને દીપડો ઉપાડી ગયો

છટકું ગોઠવ્યુંઃ જે કામના પૈસા પેટે રૂપિયા 2 લાખ આપવાનું નક્કી કરેલું હતું., જે નાણાં ફરીયાદી આપવા માંગતા નહીં હોવાથી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. ફરીયાદીની ફરીયાદ ના આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતું. આ કામના આક્ષેપિતે પોતાની ઓફિસમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. રૂપિયા 2,લાખની લાંચની માંગણી કરી હતી. જે રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો. જે અન્વયે ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી હાથ ધરી ડેપ્યુટી ઈજનેર હરેશ ચૌધરીને નસવાડી ખાતેની સર્કિટ હાઉસ ખાતે લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો છોટાઉદેપુર જિલ્લાનાં દેવલીયા ગામ 100 વર્ષ બાદ અનોખી પરંપરા સાથે દેવોની જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થયો

ગોળી લેવાનું બહાનુંઃ ડેપ્યુટી ઈજનેર હરેશ ચૌધરી ગાળામાં દુખાવો થવાનું જણાવી ગોળી ખાવા ના બહાને બહાર એ સી. બી ને ચકમો આપી ફરાર થયો હતો. જે બાદ એ. સી. બી ના ઉચ્ચ અધિકારીઓ પણ નસવાડી ખાતે દોડી આવ્યા હતાં,ફરાર ડેપ્યુટી ઈજનેર ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ લાંચ લેનાર ડેપ્યુટી ઈજનેર હરેશ ચૌધરી ન મળી આવતા વોન્ટેડ જાહેર કરાયો છે.

બિલ સામે માંગેલ ટકાવારી: બે દિવસ અગાઉ નસવાડી ખાતે પંચાયત માર્ગ મકાન વિભાગના ઈન્ચાર્જ ડેપ્યુટી ઈજનેર હરીશ સરદાર ચૌધરીએ વિકાસના કામના બિલ સામે માંગેલ ટકાવારીના 2 લાખની લાંચ સ્વીકારતા એસીબી ના રંગે હાથે ઝડપાયા બાદ નસવાડી સર્કિટ હાઉસ માંથી એસીબી ને ચકમો આપી ફરાર થયો હતો. ડેપ્યુટી ઇજનેરે નાનો પુલ બનાવવાના 1કરોડ ઉપરાંતના બિલ સામે 10 ટકા લેખે 10 લાખની માંગણી કરી હતી. જે પૈકી 2 લાખ સ્વીકારતા એસીબી એ રંગેહાથ ઝડપી લીધો હતો. પરંતુ લાંચિયા અધિકારીએ એસીબીને પણ ચકમો આપી ફરાર થઇ ગયો હતો.

રૂપિયા બે લાખની લાંચ લેતાં પકડાયેલા ડેપ્યુટી ઈજનેર ફરાર થતાં વોન્ટેડ જાહેર

ચકમો આપી ફરાર: એસીબીએ આપેલી ફરિયાદ મુજબ માર્ગ મકાન વિભાગની કચેરીમાં જ લાંચના રૂપિયા સ્વીકારતા ડેપ્યુટી ઇજનેરને ઝડપી પાડ્યો અને ત્યાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પરંતુ નજીકમાં ભરચક વિસ્તાર હોઈ લોક ટોળા થવાને લઈ ડેપ્યુટી ઈજનેર હરીશ ચૌધરીને ગાડીમાં બેસાડી નસવાડી વિશ્રામ ગૃહ ખાતે લઈ ગયા જ્યાં કાગળની કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન હરીશ વસાવાએ એસીબીના કર્મીઓને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે બાદ એસીબીના અધિકારીઓએ નસવાડી સહિત આસપાસ સઘન શોધખોળ આદરી પરંતુ હરીશ ચૌધરી હાથ નહીં લાગતા આખરે એસીબીએ નસવાડી પોલીસ મથકમાં પોતાના કબ્જામાંથી આક્ષેપિત હરીશ ચૌધરી ભાગી જવા મામલે કલમ 224 હેઠળ ગુનો નોંધાવ્યો છે.

Last Updated :Apr 14, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.