ETV Bharat / state

Chhota Udepur Crime News : છોટાઉદેપુરમાં લગ્નની ના પાડતા નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીની કરી નિર્મમ હત્યા

author img

By

Published : May 8, 2023, 6:24 PM IST

Updated : May 8, 2023, 6:46 PM IST

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવીના નવા પ્રેમી શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની અને પાલીયા ગામની જયા રાઠવાએ ભેગા મળી મોટી દુમાલીના જુના પ્રેમી નિલેશનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. જાણો શું છે સમગ્ર મામલો.

Etv Bharat
Etv Bharat

Chhota Udepur Crime News

છોટા ઉદેપુર : જેતપુરપાવી તાલુકાના રાયપુર ગામની કેનાલ માંથી 10 દિવસ પહેલા તેજગઢ પાસે આવેલા મોટી દુમાલી ગામનાં 27 વર્ષીય નિલેશ ઈસાકભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા પોલીસને પાછળથી જાણ થઇ હતી કે તે નિલેશનો મૃતદેહ છે. મૃતક નિલેશના ભાઇ પ્રકાશએ તારીખ 26 એપ્રિલના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો.

પ્રેમી પ્રેમિકાએ જૂના પ્રેમીની કરી હત્યા : નિલેશના મૃતદેહના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. જેણે લઇને પોલીસએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ફરિયાદી પ્રકાશનું નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે, અપ્પુ સોની અને જ્યા રાઠવાએ નિલેશને ધમકી આપી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ જયા રાઠવાની મુંબઈથી ધરપકડ કરી હતી, જયારે અપ્પુને જેતપુરપાવીથી પકડી પાડ્યો હતો. મર્ડર કરનાર પ્રેમી પંખીડાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.

તારીખ 29 એપ્રિલના રોજ મોડી રાત્રે પોલીસને સળગાવેલી હાલતમાં પલ્સર બાઇક મળી આવી હતી. પોલીસે મોબાઇલના સીડીઆર એનાલિસિસ કરતાં તારીખ 25 એપ્રિલના રોજ અપ્પુ સોની અને જયા રાઠવાની એક સાથે હાજરી બતાવતી હતી. જયાનું પોલીસે લોકેશન કાઢતા તેણી મુંબઇ પહોંચી ગઇ હતી. પોલીસની SOG અને LCBની ટીમ મુંબઈ રવાના થઇ હતી. જયા રાઠવાને મુંબઈથી ઝડપી પાડી હતી. જ્યારે અપ્પુ સોનીને જેતપુરપાવીથી પકડી પાડ્યો હતો. બન્નેએ પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી લીધી છે. - જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા

દુકાનમાં સાથે કામ કરતા થયો પ્રેમ : પાલીયા ગામની જયા રાઠવા અપરણિત યુવતીને છેલ્લા આઠ વર્ષથી તેજગઢ ખાતે વાળંદનો વ્યવસાય કરતાં નિલેશ નામના યુવક સાથે પ્રેમ સંબધ હતો. અને બીજી તરફ જેતપુરપાવીના અપ્પુ સાથે પણ પ્રેમ સંબંધ હતા. 25 વર્ષીય પ્રેમિકા જયા રાઠવા જેતપુરપાવી તાલુકાના પાલીયા ગામની રહેવાસી છે. શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની તે સોનીની દુકાન ધરાવે છે. 2021થી જયા રાઠવા અપ્પુની દુકાને નાનું મોટું કામ કરતી અને અપ્પુએ તેણીને નોકરીએ રાખી લીધી હતી. બન્ને વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમ સંબંધ પ્રાંગર્યો હતો. જયા રાઠવા નિલેશને પણ પ્રેમ કરતી હતી. નિલેશ સાથે રહેવા જયા વારંવાર માંગણીઓ કરતી હતી. નિલેશ પરિણીત હતો જેથી વાયદાઓ કરતો હતો.

મોતને ધાટ ઉતારીને કેનાલમાં ફેંક્યો : તારીખ 25 એપ્રિલ 2023ના રોજ જયા રાઠવાએ અપ્પુ સોનીને કોલ કરીને ગામની સીમમાં મળવા બોલાવ્યો હતો. જયાએ અપ્પુને બિયર પીવું છે તેમ કહી બિયર મંગાવ્યું હતું. બિયર પીને બન્ને પ્રેમીઓ નશામાંધૂત થઇ ગયા હતા. બન્ને વચ્ચે નિલેશ સંદર્ભે વાતચીત પણ થઇ હતી. જયાએ નિલેશને કોલ કરી મળવા બોલાવ્યો હતો. નિલેશ પહોંચે તે પહેલાં જ અગાઉથી જ્યા અને અપ્પુ ત્યાં પહોંચી ગયા હતા. બન્ને કોરાજ પહોંચ્યા અને કોરાજ ગામે એક મંદિર નિર્માણાધિન છે તેની સમીપ અપ્પુ સોની છુપાઇ ગયો હતો.

પોલિસે આરોપીઓને પકડી પાડ્યા : જયાએ નિલેશને કહ્યું તું મારી સાથે લગ્ન કરવાનો હતો તેનું શું કર્યું? તેણે જ્યા સાથે બેફામ વાણી વિલાસ કર્યો હતો. જયાએ મંદિરમાં સંતાયેલા અપ્પુ સોનીને બોલાવ્યો હતો. અપ્પુ અને જયાએ ભેગા મળી નિલેશનું ગળું દબાવીને ત્યાં જ નિર્મમ હત્યા કરી નાખી હતી. કારમાં બન્નેએ નિલેશના મૃતદેહને નાંખી રાયપુર કેનાલ પાસે લઇ ગયા હતા. કેનાલમાં મૃતદેહને નાખી દિધો હતો. આ બનાવ અંગે બીજા દિવસે તારીખ 26 એપ્રિલે પોલીસને જાણ થઈ હતી.

Last Updated : May 8, 2023, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.