ETV Bharat / state

Chhota Udaipur News : છોટાઉદેપુરના જિલ્લા પૂર્વ પ્રમુખે ભાજપના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

author img

By

Published : Apr 11, 2023, 3:48 PM IST

છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. જશુ રાઠવાએ અંદાજે છેલ્લા 27 વર્ષથી ભાજપમાં કામ કર્યું હતું. ત્યારે અચનાક રાઠવાએ પ્રદેશ પ્રમુખ પાટીલને પાર્ટીમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે.

Chhota Udaipur News : જિલ્લા પૂર્વ પ્રમુખે ભાજપના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું
Chhota Udaipur News : જિલ્લા પૂર્વ પ્રમુખે ભાજપના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

છોટાઉદેપુર : જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવા એ તારીખ 10મી એપ્રિલ 2023ના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ભાજપની વિવિધ જવાબદારીમાંથી મુક્ત કરવા બાબતે રાજીનામું આપ્યું છે. તારીખ 01લી એપ્રિલ 2023 એટલે કે 10 દિવસ પહેલાં જ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની સૂચનાથી પ્રદેશ અનુસૂચિત જન જાતિ મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંક પર છોટાઉદેપુર ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવાને પ્રથમ ક્રમાંક ઉપર પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. ત્યારે જશુ રાઠવાએ ગઈકાલે સાંજે એકાએક ભાજપના તમામ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજીનામું
રાજીનામું

આ પણ વાંચો : Lok Sabha Election News : આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ

ક્યાં હોદ્દા પરથી આપ્યું રાજીનામું : જશુભાઈ રાઠવા એ આપેલા રાજીનામા માં જણાવ્યું છે કે, હું ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 27 વર્ષથી સક્રિય રીતે કામ કરું છું. આપણા આદેશ અનુસાર હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આમંત્રિત સભ્ય ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, અનુસૂચિત જન જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, સભ્ય ન્યુ ગુજરાત પેટર્ન આયોજન સમિતિ છોટાઉદેપુર, સક્રિય સભ્ય નંબર 42572 ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, આમ, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુ રાઠવા એ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો : Surat News : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જતા મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરોની અહીં થઇ ગઇ અટકાયત

ભાજપમાં ભૂકંપ સર્જાયો : છોટાઉદેપુર જિલ્લાના ભાજપના અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુ રાઠવા એ ભાજપના તમામ હોદ્દાઓ પરથી અચાનક રાજીનામું આપી દેતા, જિલ્લા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવાની સામે જશુ રાઠવાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી. સિનિયર મોસ્ટ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સામે જશુ રાઠવા ચૂંટણી લડતા માત્ર 1100 મતથી ચૂંટણી હારી ગયા હતાં. તે ઉપરાંત છેલ્લા 27 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠન ના નેતા તરીકે વિવિધ હોદ્દાઓ પર સક્રિય રીતે જવાબદારી નિભાવી ચુક્યા છે, ત્યારે અચાનક તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દેતા છોટાઉદેપુર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.