ETV Bharat / state

ગાંધીનગરની જીત અમિત શાહને PM બનાવશે કે CM?, જુઓ વીડિયો...

author img

By

Published : Apr 14, 2019, 3:13 PM IST

ગાંધીનગરઃ રાજ્યની રાજધાની હોવાના કારણે ગાંધીનગર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય નેતાઓની બેઠક તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. માનવામાં આવી રહ્યું છે કે, ગાંધીનગરની જીત અમિત શાહને PM યા ગુજરાતના CM બની શકે છે. અમિત શાહ જો રાષ્ટ્રીય રાજકારણમાંથી ગુજરાત પરત આવ્યાં તો ગુજરાત CM બની શકે છે અથવા તો PM ઈન વેઈટિંગ ગણાતી ગાંધીનગર બેઠક અમિત શાહને દેશના વડાપ્રધાન પદ સુધી લઈ જઈ શકે છે.

ડિઝાઈન ફોટો

અહીં મુખ્યત્વે સરકારી કર્મચારીઓ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઠાકોર, પાટીદાર અને દલિત સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આમ તો ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ વખતે ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અહીંથી મેદાનમાં ઉતર્યા છે, તો સામા પક્ષે કોંગ્રેસે ભાજપના ગઢની લીડ તોડવા અને ભાજપના ચણક્યને ટક્કર આપવા સ્થાનિક ધારાસભ્ય સી.જે.ચાવડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

ગાંધીનગરની જીત અમિત શાહને PM બનાવશે કે CM?

આમ, તો ગાંધીનગર લોકસભા બેઠક અનોખો ઈતિહાસ ધરાવે છે. 1989માં 'વસંત' વડગાના શંકરસિંહ વાઘેલા અહીંથી ચૂંટણી જીત્યા હતાં, ત્યારબાદથી કોંગ્રેસને વસવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ભાજપના ભીષ્મ પિતામહ ગણાતાં એવા એલ.કે.અડવાણી અહીંથી છ વખત ચૂંટાઈને દિલ્હી ગયાં છે. જોકે આ વખતે ભાજપે ભીષ્મ પિતામહને બાણશૈય્યા પર સૂવડાવ્યાં છે. તેમ છતાં આ બેઠક રાષ્ટ્રીય નેતા માટે જાળવી રાખી છે.

2014માં મોદીવેવમાં ભાજપ દ્વારા નજરઅંદાજ કરવામાં આવેલા અડવાણી 4 લાખ 83 હજારની જંગી લીડથીથી જીત્યા હતા. જો કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં કોંગ્રેસને સત્તા મળી હતી. કહેવાય છે કે, LK અડવાણી વતી ભાજપનું સંગઠન આ વિસ્તારનું ધ્યાન તો આપે છે. પણ રાષ્ટ્રીય નેતાની બેઠક હોવાને લીધે અહીંનો સાંસદ ભાગ્યે જ પોતાના મતવિસ્તાર સુધી પહોંચી શકે છે. પોતાની ગ્રાન્ટ વાપરવામાં નિયમિત રહેતા અડવાણીએ છેલ્લી ટર્મમાં ગ્રાન્ટનો ઉપયોગ કર્યો નથી અને ગૃહમાં ગેરહાજર રહેતા એક પણ પશ્ન પુચ્છો નથી.

ગ્રીન સિટી તરીકે ઓળખાતું ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતું નથી, પરંતુ આસપાસના વિસ્તારોમાં સિંચાઈ, પીવાલાયક પાણીના પ્રશ્નો આજે પણ યથાવત છે. લોકોમાં જીએસટી-નોટબંધી મુદ્દે નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, કોંગ્રેસ ભાજપના ચાણક્ય અમિત શાહની લીડ પર કેટલો કાપ મૂકી શકે છે.

Intro:Body:

ગાંધીનગરની જીત અમિત શાહને PM બનાવશે કે CM?

ગાંધીનગરઃ રાજ્યની રાજધાની હોવાના કારણે ગાંધીનગર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય નેતાઓની બેઠક તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. અહીં મુખ્યત્વે સરકારી કર્મચારીઓ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઠાકોર, પાટીદાર અને દલિત સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આમ તો ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આ વખતે ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અહીંથી મેદાનમાં ઉતર્યા છે, તો સામા પક્ષે કોંગ્રેસે ભાજપના ગઢની લીડ તોડવા અને ભાજપના ચણક્યને ટક્કર આપવા સ્થાનિક ધારાસભ્ય સી.જે.ચાવડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

આમ, તો ગાંધીનગર લોકસભા બેઠક અનોખો ઈતિહાસ ધરાવે છે. 1989માં 'વસંત' વડગાના શંકરસિંહ વાઘેલા અહીંથી ચૂંટણી જીત્યા હતાં, ત્યારબાદથી કોંગ્રેસને વસવાસ ભોગવવાનો વારો આવ્યો છે. ભાજપના ભીષ્મ પિતામહ ગણાતાં એવા એલ.કે.અડવાણી અહીંથી છ વખત ચૂંટાઈને દિલ્હી ગયાં છે. જોકે આ વખતે ભાજપે ભીષ્મ પિતામહને બાણશૈય્યા પર સૂવડાવ્યાં છે. તેમ છતાં આ બેઠક રાષ્ટ્રીય નેતા માટે જાળવી રાખી છે.

2014માં મોદીવેવમાં ભાજપ દ્વારા નજરઅંદાજ કરવામાં આવેલા અડવાણી 4 લાખ 83 હજારની જંગી લીડથીથી જીત્યા હતા. જો કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરમાં કોંગ્રેસને સત્તા મળી હતી. કહેવાય છે કે, LK અડવાણી વતી ભાજપનું સંગઠન આ વિસ્તારનું ધ્યાન તો આપે છે. પણ રાષ્ટ્રીય નેતાની બેઠક હોવાને લીધે અહીંનો સાંસદ ભાગ્યે જ પોતાના મતવિસ્તાર સુધી પહોંચી શકે છે. પોતાની ગ્રાન્ટ વાપરવામાં નિયમિત રહેતા અડવાણીએ છેલ્લી ટર્મમાં ગ્રાન્ટનો ઉપયોગ કર્યો નથી અને ગૃહમાં ગેરહાજર રહેતા એક પણ પશ્ન પુચ્છો નથી.

ગ્રીન સિટી તરીકે ઓળખાતું ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતું નથી, પરંતુ આસપાસના વિસ્તારોમાં સિંચાઈ, પીવાલાયક પાણીના પ્રશ્નો આજે પણ યથાવત છે. લોકોમાં જીએસટી-નોટબંધી મુદ્દે નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, કોંગ્રેસ ભાજપના ચાણક્ય અમિત શાહની લીડ પર કેટલો કાપ મૂકી શકે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.