ETV Bharat / state

બોટાદમા તંત્રની બેદરકારી આવી સામે, રોડ-રસ્તા બિસ્માર હાલતમાં

author img

By

Published : Oct 11, 2019, 3:37 AM IST

બોટાદ: જિલ્લામા તંત્રની બેદરકારી સામે આવી છે. પીપળી ગામે રોડનું કામ માત્ર ચોપડે ચડાવવા માટે જ કરવામા આવે છે. રોડ રસ્તાના કામમા હલકી કક્ષાની વસ્તુઓનો વપરાશ કરવાથી રસ્તાઓ બીસ્માર હાલતમાં છે.

બોટાદમા તંત્રની બેદરકારી આવી સામે, રોડ-રસ્તા બિસ્માર હાલતે

હાલમાં બોટાદ તાલુકાના પીપળીયા ગામે રોડનું કામ ચાલુ છે. રોડના કામમાં ધૂળ, માટી તથા પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવે છે. ગામના નાગરિકોએ અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઇ અધિકારી સ્થળની તપાસ કરવા પણ જેહમત ઉઠાવતા નથી. નાણાંનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે . રોડના કામમાં આજુબાજુમાં આવેલ લીમડાના ઝાડ પણ ગેરકાયદેસર રીતે કાપીને પ્રકૃતિને પણ નુકસાન પહોંચાડે છે.

બોટાદમા તંત્રની બેદરકારી આવી સામે, રોડ-રસ્તા બિસ્માર હાલતે

એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવવાના કાર્યક્રમો કરવામા આવે છે, ત્યારે અહીં બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે. મુખ્યપ્રધાન પાસે વિનંતી કરી રહ્યા છે કે આવા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલા લેવામા આવે.

Intro:બોટાદ તાલુકાના પીપળીયા ગામે રોડનું કામ ખરાબ થતું હોવાની રાવ Body:આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારી દ્વારા કોઈ તપાસ કરવામાં આવતી નથી અધિકારીઓનો કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત હોવાનો આક્ષેપConclusion:હાલમાં બોટાદ તાલુકાના પીપળીયા ગામે રોડનું કામ ચાલુ છે રોડના કામમાં ધૂળ અને માટી તથા પથ્થરો નાંખી કરવામાં આવે છે આ રોડનું કામ સાવ બોગસ પ્રકારનું થતું હોય તેથી ગામના નાગરિકોએ અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઇ અધિકારી સ્થળ પર ડોકાતા નથી કે કામ બાબતે ની કોઈ ચોકસાઈપૂર્વક તપાસ કરી નથી અને આ રોડનું કામ સાવ બોગસ પ્રકારનો થઈ રહેલ છે અને સરકાર શ્રી ના નાણાં નો મોટા પાયે દુરુપયોગ કરી રહેલ છે રોડના કામમાં આજુબાજુમાં આવેલ લીમડાના ઝાડ પર પણ ગેરકાયદેસર રીતે તોડી નાખેલ છે આ બાબતે સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરવા છતાં અને લીમડાના ઝાડ રોડની વચ્ચે ના આવતા હોવા છતાં તેઓને કાપી નાખવામાં આવેલ છે અને આમ પર્યાવરણનું નુકસાન કરેલ છે સરકાર જ્યારે પર્યાવરણ બચાવવા માટેના કાર્યક્રમો કરતા હોય ત્યારે આવા મોટા લીમડાના વૃક્ષ તોડી પાડી લોકોને નુકસાન કરેલ છે આમ રોડના કામમાં પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ છે ગામના નાગરિકો ખૂબ જ રોષ સાથે મુખ્યમંત્રીશ્રીને કહી રહ્યા છે કે આવા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવા માંગ કરી રહ્યા છે

બાઈટ: 1 હરેશભાઈ ખાચર
2 બીપીનભાઈ મકવાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.