ETV Bharat / state

ગઢડામાં સી.આર.પાટીલે ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી

author img

By

Published : Oct 26, 2020, 12:23 PM IST

ગઢડા વિધાનસભા 106 બેઠકના ઉમેદવાર આત્મારામ પરમારને જીતાડવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરો સાથે ગઢડામાં બેઠક કરી હતી. તેમજ પ્રજાપતિ સમાજની વાડીના ખાત મુહર્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યારે પાસના પૂર્વ પ્રદેશ સંગઠન પ્રભારી દિલીપ સાબવા અને કોંગ્રેસ આગેવાન નાનુભાઈ ડાખરા સહિત સુરત પાસના આગેવાનોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

gadhada
ગઢડામાં સી.આર.પાટીલે ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી

  • ગઢડામાં સી.આર.પાટીલે બેઠક યોજી, ચૂંટણીની રણનીતિ તૈયાર કરી
  • સી.આર.પાટિલે પ્રજાપતિ સમાજની વાડીના ખાત મુહર્ત કાર્યક્રમમાં આપી હાજરી
  • પાસના દિલીપ સાબવા અને કોંગ્રેસના નાનુભાઈ ડાખરાએ ધારણ કર્યો કેસરિયો ખેસ

બોટાદ : ગઢડા વિધાનસભા 106 બેઠક પર દિવસેને દિવસે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ, મતદારો અને આગેવાનો સાથે જાહેરસભા અને ગ્રુપ મીટિંગો કરી પોતાના ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગઢડાના પ્રવાસે આવ્યા હતા. 106 વિધાનસભા સીટના કાર્યકરો સાથે પટેલ સમાજની વાડી માં બેઠક કરી આગામી દિવસોની રણનીતિની ચર્ચા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિવેદન આપ્યું કે, બેઠક પર આત્મારામ પટેલ જીતશે અને મંત્રી તરીકે સૌરભ પટેલને પડતા મુકવામાં આવશે તેવો ભ્રમ કોઈ ફેલાવે નહીં. સૌરભ પટેલ પ્રધાન છે અને રહેશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા પાટીલે કહ્યુ કે, તે હાર જોઈને હવાતિયા મારે છે. પાટીલના ગઢડા પ્રવાસ દરમિયાન પાટીદાર આંદોલન અનામત સમિતિના પૂર્વ સંગઠન પ્રભાવી દિલીપ સાબવા અને કોંગ્રેસ આગેવાન નાનુભાઈ ડાખરા ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં કુંવરજીભાઈ બાવળિયા,ગોરધન ઝડફિયા, વિભાવરીબેન દવે હાજર રહ્યા હતા. સી.આર.પાટીલની હાજરીમાં પાસના પૂર્વ પ્રદેશ સંગઠન પ્રભાવી દિલીપ સાબવા અને કોંગ્રેસના નાનુભાઈ ડાખરા ભાજપમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.