ETV Bharat / state

Hanuman Jayanti : સાળંગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન જયંતિ ઉજવણીને આખરી ઓપ

author img

By

Published : Apr 4, 2023, 9:08 PM IST

Hanuman Jayanti : સાળંગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન જયંતિ ઉજવણીને આખરી ઓપ
Hanuman Jayanti : સાળંગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન જયંતિ ઉજવણીને આખરી ઓપ

બોટાદમાં યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવણીની તૈયારીઓને જોરશોરથી ચાલી રહી છે. અહીં કિંગ ઓફ સાળંગપુર દિવ્ય અનાવરણ તથા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય દિવ્ય ઉદ્ઘાટન મહોત્સવનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આવી રહ્યાં છે.

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ઉજવણીનો માહોલ

બોટાદ : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નાનકડું ગામ સાળંગપુર કે જેમાં આજથી 174 વર્ષ પહેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સને 1905 ના આસો વદ પાંચમના દિવસે શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને જે દેવને આધિ-વ્યાધિ-ભૂત-પ્રેત, વળગાડવાળા દુઃખીયાઓના દુઃખ દૂર કરવાનું કામ સોપ્યું અને દાદાએ તરત જ લીધું. જેથી શ્રી ગોપાળાનંદ સ્વામીએ આ સાળંગપુરના હનુમાનજીનું નામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી રાખ્યું હતું.

વડતાલધામનું આયોજન : કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજની તારીખે પણ અનેક દુઃખીયારા દર્દીઓ રડતારડતા આવે છે અને સાળંગપુર આવ્યા પછી હસતા-હસતા થઈને જાય છે. આવા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે વડતાલવાસી સ્વામીનારાયણ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોમહંતોના માર્ગદર્શનમાં શ્રી હનુમાન જયંતિ ઉજવણી આયોજિત થઇ છે.

આ પણ વાંચો Shree Kashtabhanjan Dev Hanumanji Temple: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશાળકાય પ્રતિમા અને ભોજનાલયનું ગૃહ પ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ

ભવ્ય કાર્યક્રમનું અવનવું : કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” તથા “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય-દિવ્ય ઉદ્ઘાટન” મહોત્સવ એવં મ્યુઝિક લાઇવ કોન્સર્ટ, લોકડાયરો, દાદાને અન્નકૂટ વિગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન 5 અને 6 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવેલું છે. જેને લઈ હજારોની સંખ્યામાં પધારનાર ભાવિક ભક્તો અને સંતોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાળંગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા વિશાળકાય પ્રતિમા અને રાજ્યના સૌથી મોટા ભોજનાલયનું લોકાર્પણ થશે.

રોશનીથી ચમકતું મંદિર
રોશનીથી ચમકતું મંદિર

લોકડાયરો યોજાશે : હનુમાન જયંતિના ઉપલક્ષમાં યોજાયેલા મહોત્સવ અંતર્ગત તા.05 એપ્રિલ 2023ને બુધવારના રોજ સાંજે 4:30 કલાકે 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા ધામોધામથી પધારેલ સંતોના સાનિધ્યમાં કરવામાં આવશે. તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્રારા હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવશે. રાત્રે 9:00 કલાકે “મ્યુઝિક લાઇવ કોન્સર્ટ” અને લોકડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકગાયક આદિત્ય ગઢવી તથા નિર્મળદાન ગઢવી દ્વારા કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં જમાવટ કરવામાં આવશે.

આ પણ વાંચો HANUMAN JAYANTI 2023 : 6 એપ્રિલે ઉજવાશે હનુમાન જયંતિ, જાણો શા માટે આવે છે આ તહેવાર વર્ષમાં બે વાર

હરિભક્તોને આમંત્રણ : આગામી તારીખ 06 એપ્રિલ 2023ને ગુરુવારના રોજ સવારે 7 કલાકે મંદિરના પરિસરમાં સમૂહ મારુતિયજ્ઞ પૂજન, દાદાનું ભવ્ય પ્રાત: પૂજન-આરતી દર્શન, અન્નકૂટ દર્શન, શ્રી હનુમાન જન્મોત્સવ, ગુજરાતના સૌથી મોટા “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં પધારવા માટે સાળંગપુરધામ અનેકવિધ કાર્યક્રમોના ભવ્યાતિભવ્ય દિવ્ય દર્શન-આરતી-અન્નકૂટ દર્શન કરવા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તમામ હરિભક્તોને પરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. આ સમગ્ર જાણકારી અથાણાવાળા સંત મંડળના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.