ETV Bharat / state

ભાવનગર ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર અને ટાટમ ગામના સરપંચ અને તેના પતિ સહિતના લોકો વચ્ચે ઝપાઝપી

author img

By

Published : Jan 3, 2021, 7:16 PM IST

બોટાદ : ગઢડા તાલુકાના ટાટમ ગામ પાસે આવેલા ગુરુકુળમાં ઝપાઝપીની ઘટના બની હતી. રવિવારે ટાટમ ગુરુકુળમાં ભાજપની પેજ સમિતી અને બૂથ સમિતિના સભ્યોની બેઠકનું આયોજન હતું. તે સમયે આ ઘટના બનવા પામી હતી. ભાવનગર ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર અને ટાટમ ગામના સરપંચ અને તેના પતિ સહિતના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

Tatam village
Tatam village

  • ભાજપની પેજ સમિતિ અને બુથ સમિતી સભ્યોની બેઠકનું આયોજન કરાયું
  • ટાટમ ગામના સરપંચ અને તેના પતિ સહિતના લોકો પણ બેઠકમાં હતા હાજર
  • ટાટમ ગામ પાસે ગુરુકુળમાં થઇ મારામારી

બોટાદ : ગઢડા તાલુકાના ટાટમ ગામ પાસે આવેલા ગુરુકુળમાં ઝપાઝપીની ઘટના બની હતી. આજે ટાટમ ગુરુકુળમાં ભાજપની પેજ સમિતી અને બૂથ સમિતિના સભ્યોની બેઠકનું આયોજન હતું. તે સમયે આ ઘટના બની હતી. ભાવનગર ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર અને ટાટમ ગામના સરપંચ અને તેના પતિ સહિતના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

ભાવનગર ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર અને ટાટમ ગામના સરપંચ અને તેના પતિ સહિતના લોકો વચ્ચે ઝપાઝપી

શું છે સમગ્ર ઘટના?

ગઢડા તાલુકાના ટાટમ ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં રવિવારના રોજ ભાજપની પેજ સમિતી અને બૂથ સમિતિના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતાં. જેમાં આ ભાજપની બેઠકમાં ભાવનગર ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર મોહનભાઇ લખાની પણ હાજર રહ્યા હતાં. આ સાથે ટાટમ ગામના સરપંચ અને તેના પતિ સહિતના લોકો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારે મોહનભાઇ દ્વારા સરપંચને જમીન દબાણ બાબતે રજૂઆત કરવા જતા મામલો બિચકાયો હતો. જે બાદ ઘટના સ્થળે મારામારી થઇ હતી. જ્યારે આ ઝપાઝપીમાં મોહનભાઇને ઢીકા-પાટુનો માર મારી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જે કારણે ભાવનગર ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટ અને ભાજપના આગેવાન મોહનભાઇ લખાણી ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા દોડી ગયા હતા. તો બીજી તરફ ભાજપની આ બેઠકમાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલ પણ હાજર રહેવાના હતા, પરંતુ અગમ્ય કારણોસર તેમને હાજર રહી શક્યા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.