ETV Bharat / state

ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ

author img

By

Published : May 3, 2021, 5:08 PM IST

ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ
ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ

બોટાદ જિલ્લાના ગઢડાના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લાના સૌથી મોટો ગઢડા તાલુકામાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે આજે સોમવારથી 50 બેડની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. હાલ ઓક્સિજન અને 3 ડૉક્ટર સ્ટાફ સાથે 10 બેડ શરૂ કરાયા છે અને જરૂર પડે બીજા બેડ શરૂ કરવામા આવશે.

  • 50 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ
  • કોવિડ હોસ્પિટલમાં હાલ 10 બેડ શરૂ કરાયા.
  • હોસ્પિટલ શરૂ થતાં બહાર નહીં જવું પડે
    ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ

બોટાદઃ હાલ કોરોના બેકાબૂ બન્યો છે. રાજયમાં રોજ કોરોના સંક્રમણમા વધારો થઈ રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ કોરોનાનો હાહાકાર છે. બોટાદની ખાનગી અને સરકારી હોસ્પિટલો ફૂલ છે તેમજ ઓક્સિજન પણ મળતો નથી, ત્યારે બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સારવાર માટે ભાવનગર, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં જવું પડે છે. જેથી જિલ્લાનો સૌથી મોટા તાલુકા ગઢડામાં રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ હજીરા સ્થિત આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં માત્ર 72 કલાકમાં 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ

BAPS મંદિરના કોઠારી સ્વામી દ્વારા દિપ પ્રાગટ્ય

ગઢડા શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે આજે સોમવારથી 50 બેડની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલ ઓક્સિજન સાથે શરૂ કરવામાં આવી છે. ગઢડા BAPS મંદિરના કોઠારી સ્વામી દ્વારા દિપ પ્રાગટ્ય કરી હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગઢડામાં કોવિડ હોસ્પિટલ શરૂ થતા હવે ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરોમાં જવાની જરૂર નહીં પડે અને હવે ગઢડામાં જ સારવાર મળી રહે છે, ત્યારે ગઢડાના નગરજનોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.

10 બેડ શરૂ કરાયા

ગઢડા શહેરમાં આવેલી રેફરલ હોસ્પિટલ ખાતે 50 બેડની ક્ષમતા વાળી કોવિડ હોસ્પિટલમાં હાલ ઓક્સિજન સાથે 10 બેડ શરૂ કરાયા છે. જેમાં 3 MBBS ડૉક્ટરો તેમજ પુરતો સ્ટાફ અને પુરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.