ETV Bharat / state

બોટાદ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા સીએમ રાહત ફંડમાં ફાળો અપાયો

author img

By

Published : May 1, 2020, 4:41 PM IST

સમગ્ર દેશ જ્યારે કોરોના જેવી મહામારીથી લોકો લડી રહ્યા છે. ત્યારે સરકારને આર્થિક રીતે મદદ કરવા અનેક સંસ્થાઓ સામે આવી છે. એવામાં બોટાદ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં કલેક્ટરને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

બોટાદ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા સીએમ રાહત ફંડમાં ફાળો અપાયો
બોટાદ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા સીએમ રાહત ફંડમાં ફાળો અપાયો

બોટાદ : જિલ્લા પેન્શનર મંડળ દ્વારા કોરોના વાઇરસની મહામારીને લઈને સીએમ રાહત ફંડમાં ફાળો આપવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે ઘણા મંડળો તથા સંસ્થાઓ દ્વારા પીએમ રાહત ફંડ અને સી એમ રાહત ફંડમાં ફાળો આપવામાં આવી રહ્યો છે. જેને લઇ બોટાદ જિલ્લા પેન્શનર મંડળ તરફથી રૂપિયા 40,501 નો ચેક કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો.

જેમાં અનુક્રમે બોટાદ તાલુકાના 20501, ગઢડા તાલુકાના 15000 તથા રાણપુર તાલુકાના પાંચ હજાર રૂપિયાના અનુદાનનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં બોટાદ જિલ્લા પેન્શનર મંડળના કાર્યકારી પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા કારોબારીના સભ્યો એચ એન કુરેશી ,વસંતભાઈ પીપાવત, તેમજ જેઠાભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની વિશેષ માહિતી પેંશનર મંડળના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને જિલ્લા પેંશનર મંડળના કાર્યકારી પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.