ETV Bharat / state

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખુભા વાઘેલાની નિમણૂક

author img

By

Published : Nov 10, 2020, 2:31 AM IST

બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખુભા વાઘેલાની નિમણૂક
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખુભા વાઘેલાની નિમણૂક

ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક બાદ રાજ્યના જિલ્લા પ્રમુખના સંગઠનને લઈ ગત ઘણા દિવસથી પ્રદેશ લેવલે ચર્ચા ચાલી રહી હતી. જેનો આજે સોમવારે અંત આવ્યો છે. જેમાં સોમવારે રાજ્યના કુલ 39 પ્રમુખોની નિમણૂક કરવામાં આવી. જે અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખુભા ગોવિંદસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.

  • ભાજપે 39 પ્રમુખોની નિમણૂક કરી
  • બોટાદ જિલ્લા પ્રમુખમાટે ભીખુભા વાઘેલાના નામ પર મહોર
  • ભીખુભા 2009માં ભાજપ સાથે જોડાયા હતા
    બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખુભા વાઘેલાની નિમણૂક

બોટાદઃ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક બાદ રાજ્યના જિલ્લા પ્રમુખના સંગઠનને લઈ ગત ઘણા દિવસથી પ્રદેશ લેવલે ચર્ચા ચાલી રહી હતી. જેનો આજે સોમવારે અંત આવ્યો છે. જેમાં સોમવારે રાજ્યના કુલ 39 પ્રમુખોની નિમણૂક કરવામાં આવી. જે અંતર્ગત બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખુભા ગોવિંદસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.

ભીખુભા વાઘેલાની રાજકીય સફર

  • 2009માં ભાજપમાં સક્રિય થયા અને બોટાદ શહેર યુવા મોરચા પ્રમુખ તરીકેની જવાબદારી મળી
  • 2012માં બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે નિમણૂક ત્યારબાદ જિલ્લા મોરચાના પ્રમુખ
  • 2016માં ફરી બોટાદ શહેર મહામંત્રી
  • 2017માં બોટાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પસંદગી
  • 2020માં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક

ભીખુભા વાઘેલાએ માન્યો આભા

જિલ્લા પ્રમુખની જવાબદારીને લઇને ભીખુભા વાઘેલાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રધાન સૌરભ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સંસદ ભારતી શિયાળ, પ્રભારી અમોહ શાહ તેમજ તત્કાલ પ્રમુખ સુરેશ ગોધાણી સહિત તમામ જિલ્લા ભાજપ આગેવાન અને પ્રદેશના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં ખુબજ સફળતા સાથે ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.