ETV Bharat / state

ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાળંગપુરમાં પતંગ અને ચીકીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો

author img

By

Published : Jan 14, 2021, 4:33 PM IST

ETV BHARAT
ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાળંગપુરમાં પતંગ અને ચીકીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો

સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુરમાસ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને ઉતરાણ પર્વ નિમિત્તે પતંગ, દોરી અને ચીકીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ અને ચીકીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો

પતંગ દોરી અને ચીકીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિશેષ શણગાર કરાયો

બોટાદઃ જિલ્લાના બરવાળામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દેશ-વિદેશથી હરિભક્તો દર્શન માટે આવતા હોય છે. આ ઉપરાંત શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં બધાના દર્શન માત્રથી દુઃખ દૂર થઈ જાય છે. સાળંગપુર મંદિરમાં રોજના ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોય છે અને હનુમાનજી મંદિરમાં પ્રસાદ પણ લેતા હોય છે.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાળંગપુરમાં પતંગ અને ચીકીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો

હરિભક્તોએ ધન્યતા અનુભવી

સાળંગપુરમાં વિવિધ તહેવારો કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકુટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે હાલ ધનુરમાસ ચકી રહ્યો છે. જેમાં વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે, ત્યારે આજે ગુરુવારે સાળંગપુર હનુમાનજી દાદાને ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભવ્ય પતંગ, દોરી અને ચીકીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, બીજી તરફ દાદાના આ અદભુત અને અલોકીક દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.