ETV Bharat / state

ભાવનગરના શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો અને પર્યાવરણને ધ્યાનમાં રાખી કેનાલમાં પાણી છોડાયું

author img

By

Published : Sep 6, 2020, 1:18 PM IST

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકા સ્થિત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયા બાદ વધારાનું પાણી નદી મારફતે દરિયામાં વહી જવાથી પાણીને ડેમની ડાબી-જમણી કેનાલોમાં વાળવામાં આવ્યું હતું. જેથી ખેડૂતોના લાભ અને પર્યાવરણને ધ્યાને લઇ તંત્ર દ્વારા આ હિતલક્ષી ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાલિતાણાના શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો અને પરર્યાવરણને ધ્યાને લઇ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું
પાલિતાણાના શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો અને પરર્યાવરણને ધ્યાને લઇ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા તાલુકા સ્થિત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયા બાદ વધારાનું પાણી નદી મારફતે દરિયામાં વહી જાય છે, ત્યારે આ પાણીને ડેમની ડાબી-જમણી કેનાલોમાં વાળી ખેડૂતોના લાભ આપા તંત્ર દ્વારા આ હિતલક્ષી ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે.

પાંચ વર્ષ બાદ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સારા વરસાદની ફલશ્રુતિએ ઓવરફ્લો થયો છે અને એક પખવાડિયાના ટૂંકા સમય ગાળામાં 4થી વધુ વખત ડેમના 59 દરવાજાઓ પાણીની ભારે આવકને પગલે ખોલવામાં આવ્યા હતા.

પાલિતાણાના શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો અને પરર્યાવરણને ધ્યાને લઇ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું
પાલિતાણાના શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો અને પરર્યાવરણને ધ્યાને લઇ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું

આ પાણી ગત 2 સપ્ટેમ્બરથી શેત્રુંજી નદીમાં વહી દરિયામાં ભળી જતું હતું પરંતુ રાજ્ય કક્ષાના પ્રધાન પરશોત્તમ ભાઈ સોલંકી તથા સાંસદ ભારતીબેન શિયાળે રાજ્યના પાણી પુરવઠા પ્રધાનને એવી રજૂઆત કરી હતી કે, ડેમના દરવાજા વાટે વહી જતાં પાણીને ડેમની ડાબી-જમણી કેનાલોમાં છોડવામાં આવે જેથી વરસાદની અછત ધરાવતા ગામડાઓને આ પાણીનો લાભ મળે શકે. આ રજૂઆતને પાણી પુરવઠા વિભાગના પ્રધામને માન્ય રાખતાં છેલ્લા ત્રણ દિવસથી બંને કેનાલોમાં વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે.

પાલિતાણાના શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો અને પરર્યાવરણને ધ્યાને લઇ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું

જેમાં જમણાં કાંઠાની કેનાલ હેઠળ આવતા ગામડાઓમાં ચોમાસાના પ્રારંભથી જ સારો વરસાદ પડ્યો હોવાથી અને કેનાલના વધારાના પાણીની હાલ આવશ્કતા ન હોવાથી ખેડૂતોએ જમણા કાંઠાની કેનાલમાં પાણી બંધ કરવા રજૂઆત કરી હતી. આથી ડેમ સત્તાવાર તંત્રએ જમણી કેનાલમાં પાણી છોડવાનું બંધ કર્યું હતું. જ્યારે ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

અધિકારી ગણના જણાવ્યા અનુસાર જમણી કેનાલમાં બે દિવસ દરમિયાન 125 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જયારે ડાબા કાંઠાની કેનાલમાં 100 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો લાભ 40 ગામને થઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, ડેમમાં જ્યાં સુધી પાણીની આવક શરૂ રહેશે, ત્યાં સુધી ડાબી કેનાલમાં પાણી છોડવામાં આવશે. સરકાર અને તંત્રના આ નિર્ણય થકી ભવિષ્યમાં ખેડૂતો તથા પર્યાવરણને બહુવીદ લાભો ચોક્કસ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.