ETV Bharat / state

Bhavangar News: શાળાઓ ખુલતા જ વાલીઓને દાઝ્યા મોંઘવારીના ડામ, સ્ટેશનરીના ભાવમાં ધરખમ વધારો

author img

By

Published : Jun 7, 2023, 5:35 PM IST

દેશમાં હંમેશા માંગ ઉઠતી રહી છે કે પ્રજાને પ્રાથમિક જરૂરિયાત શિક્ષણ, આરોગ્યની સુવિધા સસ્તી અથવા નિઃશુલ્ક હોવી જોઈએ પરંતુ દિવસે દિવસે તેમજ ધરખમ વધારો થતો જાય છે. સરકારી તંત્રની કામગીરીને પગલે પ્રજા ખાનગી તરફ વળે અને શિક્ષણ, આરોગ્યનો વેપલો કરનારાઓને મોકો મળી જાય છે. હાલમાં શાળાઓ ખુલતા શિક્ષણ જગતની વસ્તુઓ વેચનારા લોકોને લીલા લહેર છે અને મજબૂર છે તો વાલી. જાણો પુસ્તકોના ભાવ વધારા વિશે...

trustees-make-serious-allegations-against-schools-and-booksellers-drastic-increase-in-the-price-of-stationery
trustees-make-serious-allegations-against-schools-and-booksellers-drastic-increase-in-the-price-of-stationery

સ્ટેશનરીના ભાવમાં ધરખમ વધારો

ભાવનગર: "આખિર જાયે તો કહાં જાયે" વાલીઓની હલક આજકાલ આ પંક્તિ પ્રમાણે થઈ ગઈ છે. આવક હોઈ કે ના હોઈ પોતાના બાળકોને અભ્યાસ કરાવવો હોઈ તો ગમે ત્યાંથી પૈસાની સગવડતા ઉભી કરીને શિક્ષણ માટે પુસ્તકો અને ફી ભરવાનો સમય આવે છે. મોંઘવારીના ડામ વચ્ચે વધેલા પુસ્તકોના ભાવ વાલીઓને દાઝ્યા પર ડામ આપવા સમાન બની ગયા છે. સ્ટેશનરી મર્ચન્ટ એસોસિયેશન ટ્રસ્ટીએ શાળાઓ અને બુક સેલરો સામે ગંભીર આક્ષેપો પણ કરજ દીધા છે.

બુક સ્ટોલમાં લાગી ભીડ: ભાવનગરની બુક સ્ટોલોમાં વાલીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. બાળકોના પાઠ્યપુસ્તકો અને લખવા માટેના ચોપડા તેમજ નોટબુક, પેન, પેન્સિલ જેવી સ્ટેશનરી આઇટમોમાં ભાવ વધારો દઝાડી રહ્યો છે. શાળામાંથી મંગાવ્યા પ્રમાણે પુસ્તકો કે સ્ટેશનરી બાળક લઈને જાય નહીં તો અન્ય બાળક સામે તે બાળકને શરમાવું પડે અને નિરાશાનો સામનો કરવો પડે છે.આથી વાલીઓ જે કિંમત હોઈ જે ભાવ વધારો હોઈ ખરીદી કરવા મજબુર બને છે. ચાલુ વર્ષે 10 થી 15 ટકા પુસ્તકોમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

'પેપરમાં ભાવ વધારો આવે એટલે પેપર પ્રોડક્ટમાં ભાવ વધારો આવે જ છે. કાગળની મિલોએ હાલમાં ભાવ વધારો કર્યો છે. જેને પગલે ચાલુ વર્ષે 5થી 7 ટકા ભાવ વધારો પેપર પ્રોડક્ટમાં થયો છે.પેપર મિલોના કારણે આ ભાવ વધારો થયો છે.' -સમીર પારેખ, સમીર બુક સ્ટોલ, ભાવનગર

પાઠ્યપુસ્તકો અને ચોપડા સહિત નોટબુકના ભાવ: ભાવનગરની બુક સ્ટોલમાં પાઠ્યપુસ્તકો અંગ્રેજી અને ગુજરાતી એમ બે માધ્યમના હોઈ છે. ગુજરાતી અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તકો 1500 થી ઓછી રકમમાં ઉપલબ્ધ નથી. ત્યારે એક વિષય દીઠ નોટબુક લેવામાં આવે તો સારામાં સારી 25 થી 35 રૂપિયામાં 172 પેજની મળે છે જ્યારે ચોપડા લેવા જાવ તો 172 પેજના 50 રૂપિયા હતા તેના આજે 73 રૂપિયા જેવી રકમ થઈ જાય છે. મતલબ કે એક બાળકના વર્ષના પુસ્તકો અને લખવાના ચોપડા કે નોટબુક પાછળ વર્ષે 5 હજાર કે તેનાથી વધારે જેવો ખર્ચ થાય છે. વાલીઓને આ ખર્ચ જૂન માસમાં ફરજિયાત કરવો પડે છે નહિતર તેના બાળકને શાળામાંથી ઠપકો મળવાનું બંધ થતું નથી. આ તો માત્ર પુસ્તકોની ગણતરી અંદાજીત હતી પણ શાળાની ફી,સ્કૂલ ડ્રેસ અને રીક્ષા ભાડું બાકી રહે.

'ગત વર્ષે 10 થી 15 ટકા અને બે વર્ષનો જોઈએ તો 35 થી 40 ટકા ભાવ વધારો થયો છે. મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મુશ્કેલ છે. 20 રૂપિયામાં મળતો ચોપડો આજે 30 સિવાય મળતો નથી. 500 રૂપિયામાં બધા લખવાના ચોપડા આવતા હતા તેના આજે 800 થી 1000 કિંમત થાય છે. ઘણા લોકોને બુક સ્ટોલમાં ગરાગી દેખાય છે તેની પાછળ શાળાઓ હોઈ છે. શાળાઓ પાસે વિદ્યાર્થી કે વાલી લિસ્ટ પુસ્તકોનું માંગે એટલે લિસ્ટના બદલે જે તે બુક સ્ટોલનું નામ અપાઈ દેવામાં આવે છે.' -કાળુભાઇ જાંબુચા, ટ્રસ્ટી, જિલ્લા સ્ટેશનરી મર્ચન્ટ એસોસિયેશન

સ્ટેશનરી મર્ચન્ટ એસોસિયેશનના ટ્રસ્ટીનો ગંભીર આક્ષેપ: ભાવનગર નહિ પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણનું ખાનગીકરણ એક વ્યવસાયિકરણ થઈ ગયું છે જે સૌ કોઈ જાણો છે. કેટલીક શાળાઓ પોતાની મનમાની ચલાવતી હોવાના કિસ્સાઓ પગલે ભૂતકાળમાં વિરોધ પણ ઉઠેલા છે. સ્ટેશનરી મર્ચન્ટ એસોસિયેશનના ટ્રસ્ટી કાળુભાઇ જાંબુચાએ ગંભીર આક્ષેપો કેટલી શાળાઓને પગલે પણ કર્યા છે. પુસ્તકોમાં વધેલા ભાવને પગલે કાગળના કિલોના 60 માંથી સીધા 105 થવાનું કારણ જણાવ્યું છે. જો કે એક પ્રશ્ન કાળુભાઈએ કર્યો હતો કે સરકારના પુસ્તકોમાં ભાવ વધારો નથી પણ ખાનગી પ્રકાશનોએ જ ભાવ વધારો સતત દર વર્ષે કરતું આવ્યું છે.

  1. Vidhyadeep Insurance Scheme: ગુજરાતમાં પ્રાથમિક સરકારી શાળાના બાળકોને આપવામાં આવે છે વીમા સુરક્ષા, 6035 જેટલા થયા ક્લેમ
  2. Gandhinagar News: 12 થી 14 જૂન વચ્ચે પ્રવેશોત્સવ, સરહદી ગામોમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ભૂલકાઓને કરાવશે પ્રવેશોત્સવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.