ETV Bharat / state

સરકારી અનાજના ગોડાઉન ચોરોના ટાર્ગેટમાં, તસ્કરો 6 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર

author img

By

Published : Sep 7, 2022, 3:38 PM IST

ભાવનગરમાં સરકારી ગોદામમાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. સરકારી અનાજના ગોડાઉનમાંથી તુવેર દાળ, સીંગતેલના પાઉચ સહિતનો સામાન ચોરો ઉઠાવી ગયા છે. આ મામલે ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ કરા છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.Theft in Bhavnagar, Theft in government godown in Bhavnagar, Theft in Government grain godown

સરકારી અનાજના ગોડાઉન ચોરોના ટાર્ગેટમાં, તસ્કરો 6 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર
સરકારી અનાજના ગોડાઉન ચોરોના ટાર્ગેટમાં, તસ્કરો 6 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર

ભાવનગર જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાં તસ્કરોએ કળા(Theft in government godown in Bhavnagar ) કરી ગયા છે. હવે ભાવનગરમાં સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી થવા (Theft in Government grain godown)પામી છે. આ ચોરીની બનતી ઘટના અને સરકારી ગોડાઉનને નિશાન બનાવવાની ઘટના ઘટતા અજાણ્યા લોકો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

સરકારી ગોડાઉનમાં ચોરીની બીજી ઘટના ભાવનગર જિલ્લાના પાલીતાણા બાદ હવે શહેરના કુંભારવાડા સીટી સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી થવા પામી છે. ભાવનગર શહેરના સીટી સરકારી ગોડાઉનમાં ચોરી થયાનો ગોડાઉનના મેનેજરે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં જ બે દિવસ પૂર્વે પાલીતાણામાં આવેલ સરકારી અનાજના ગોડાઉનમાં આશરે 10 લાખ તુવેરદાળ અને શીંગતેલના ડબ્બાની ચોરી થઈ હતી. ત્યારે ભાવનગર શહેરના સરકારી અને ગોડાઉનમાં ચોરી થતાં હાહાકાર મચી ગયો છે. આશરે સાડા ચાર લાખના મુદ્દા માલની ચોરી થઈ હોવાની ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે.

સરકારી ગોડાઉનમાં ચોરી ભાવનગરના સરકારી ગોડાઉનમાં થયેલી ચોરીમાં મેનેજર હેતલબહેન પંચાલે ફરિયાદમાં નોંધાવ્યું છે કે તુવેર દાળના 20 કિલોના કુલ 288 કટ્ટા અને 254 એક લીટર સીંગતેલના પાઉચ મળીને 6,9,520 લાખનો મુદ્દામાલ ગત 17 ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ આગળની તપાસ હાથ ધરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.