ETV Bharat / state

ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ 2 દિવસમાં સમેટાઈ

author img

By

Published : Aug 7, 2021, 2:34 PM IST

સરટી હોસ્પિટલ
ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ 2 દિવસમાં સમેટાઈ

ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં અનુસ્નાતક તબીબોએ હડતાળ કરીને સરકાર અને તંત્રને ભીંસમાં લેવાની કોશિશ કરી હતી પરંતુ ક્યાંક તેની અસર થઈ નહિ અને અંતે તબીબો ફરી કામગીરીમાં જોતરાઈ ગયા છે. હોસ્પિટલનું તંત્ર બે દિવસમાં પડેલી હાલાકી વિશે પૂરતી માહિતી આપવા બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે. બે દિવસમાં મૃત્યુના બનાવ કેટલા ? આ સવાલ અંગે સુપરિટેન્ડન્ટએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

  • ભાવનગર સર ટી હોસ્પિટલના અનુસ્નાતક તબીબોની હડતાળ બે દિવસ બાદ સમેટાઈ
  • બોન્ડની માંગણીના પગલે તબીબીઓ ઉતર્યા હતા હડતાળ પર અને કર્યો હતો વિરોધ
  • સર ટી હોસ્પિટલના 250 પૈકી 80 થી 90 જ તબીબો હતા હડતાળ પર - સુપરિટેન્ડન્ટ

ભાવનગર: શહેરમાં કોરોના કેસ ઓછા થયા બાદ અનુસ્નાતક તબીબોને પોતાની માંગને લઈને વિરોધના સુર પુરાવવાની ફરજ પડી હતી. અનુસ્નાતક મેડિકલ કોલેજના તબીબોએ બે દિવસ આંદોલન કરી બોન્ડની માંગણી કરી હતી જેથી હોસ્પિટલમાં તબીબોની ઘટ ઉભી જરૂર થઈ હતી પણ હોસ્પિટલની સ્થિતિથી વાકેફ કરવા હોસ્પિટલ આંખ આડા કાન કરીને સબ સલામતની વાત કરી રહી છે.
હોસ્પિટલની સ્થિતિ શુ ?

ભાવનગર સર ટી હોસ્પિટલમાં ભાવનગર સહિત અમરેલી,બોટાદથી પણ દર્દીઓ આવતા હોય છે. અનુસ્નાતક તબીબોને કોરોનાની બીજી લહેર બાદ બોન્ડની માંગણી સાથે તબીબો હડતાળ પર ઉતર્યા હતા પણ બે દિવસ બાદ હડતાળ સમેટાઈ ગઈ છે બે દિવસમાં હોસ્પિટલમાં તબીબોની અછત ઉભી થઇ હોવાનું જાણવા મળ્યું નથી.

ભાવનગરની સરટી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાલ 2 દિવસમાં સમેટાઈ

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

સુપરિટેન્ડન્ટએ કર્યા આંખ આડા કાન કર્યા

ભાવનગર સર ટી હોસ્પિટલમાં અનુસ્નાતક તબીબોની હળતાલથી 80 થી 90 તબીબો ગેરહાજર રહ્યા હતા. 250 તબીબો પૈકી 80 થી 90 ગેરહાજર રહેતા કોઈ વ્યવસ્થાનો અભાવ ઉભો નહિ થયો હોવાનું સુપરિટેન્ડન્ટ ડો જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું છે. જ્યારે બે દિવસમાં થયેલા મૃત્યુનો આંકડો માંગતા અધિકારીએ એ હાલમાં હાજર ન હોઈ એ ના મળે કહીને વિગતો આપવાથી આંખ આડા કાન કર્યા હતા. હોસ્પિટલને થોડો ઘણો અભાવ જરૂર થયો હશે પરંતુ માહિતી પૂરતી નહિ આપવા પાછળ સમજી શકાય છે કે હોસ્પિટલમાં ક્યાંક અભાવ ઉભો થયો હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.