ETV Bharat / state

અલંગમાં સ્ક્રેપ થશે તરતી ઓઇલ રિફાઇનરી

author img

By

Published : Dec 16, 2020, 7:03 PM IST

ભાવનગર જિલ્લાના અલંગ ખાતે વૈભવી ક્રુઝ કર્ણિકા સ્ક્રેપ માટે આવ્યું હતું. જે બાદ અલંગમાં એક તરતી ઓઈલ રિફાઇનરી પ્લોટ નંબર 78માં શ્રી રામ ગૃપ દ્વારા સ્ક્રેપ માટે ખરીદવામાં આવી છે. જેનું નામ એલ્ડોરાડો છે અને તેનું વજન 46,600 મેટ્રિક ટન છે. આ ઉપરાંત આ જહાજની લંબાઇ 310.50 મીટર અને પહોળાઇ 58 મીટર છે. અલંગ ખાતે આવેલી આ તરતી ઓઈલ રિફાઇનરી આકર્ષનું કેન્દ્ર બની છે.

ઓઇલ રિફાઇનરી
ઓઇલ રિફાઇનરી

  • અલંગમાં આવેલા જંગી ત્રણ જહાજ પૈકી એક તરતી રિફાઈનરી
  • 46,600 ટન વજન ધરાવે છે આ રિફાઇનરી જહાજ
  • એલ્ડોરાડો રિફાઇનરી જહાજ 310.50 મીટર લંબાઈ વાળું

ભાવનગર : જિલ્લાના અલંગ ખાતે વૈભવી ક્રુઝ કર્ણિકા સ્ક્રેપ માટે આવ્યા બાદ અલંગમાં એક તરતી ઓઈલ રિફાઇનરી જહાજ પ્લોટ નંબર 78માં શ્રી રામ ગૃપ દ્વારા સ્ક્રેપ માટે ખરીદવામાં આવ્યું છે. જેનું નામ એલ્ડોરાડો છે. જેનું વજન 46,600 મેટ્રિક ટન, લંબાઇ 310.50 મીટર અને પહોળાઇ 58 મીટર છે.

અલંગના ક્યા પ્લોટમાં આવ્યું તરતી ઓઇલ રિફાઇનરી જહાજ

અલંગમાં શિપબ્રેકિંગના વ્યવસાયમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2020ના અંતમાં અલંગ ખાતે 3 મોટા જહાજો ભંગાણ માટે આવ્યા છે. જેમાં નેવી માટે 54 વર્ષ સુધી કામ કરનારા વિરાટ જહાજ, વૈભવી ક્રુઝ શિપ કર્ણિકા અને હવે જાયન્ટ શિપ એલ્ડોરાડોનો સમાવેશ થાય છે. એલ્ડોરાડો ભંગાણ માટે અલંગ પ્લોટ નંબર 78માં શ્રી રામ ગૃપ દ્વારા ખરીદી કરવામાં આવ્યું છે અને તેને ફ્લોટિંગ પ્રોડક્શન સ્ટોરેજ ઓફશોર યુનિટ એલ્ડોરાડોને ટગ પોશ ફાલ્કન દ્વારા ખેંચીને લાવવામાં આવ્યું છે.

અલંગમાં સ્ક્રેપ થશે તરતી ઓઇલ રિફાઇનરી

ઓઇલ રિફાઇનરી જહાજની વિશેષતા શું છે?

અલંગ ખાતે આવેલી તરતી રિફાઇનરીનું નામ એલ્ડોરાડો છે. જેનું વજન અને લંબાઈની વાત કરવામાં આવે તો આ રિફાઇનરી જહાજનું કુલ વજન 46,600 મેટ્રિક ટન છે. આ ઉપરાંત તેની લંબાઇ 310.50 મીટર અને પહોળાઇ 58 મીટર છે. અત્યાર સુધીમાં અલંગ ખાતે અનેક નાના મોટા જહાજો ભંગાણ માટે આવ્યા છે. ત્યારે અલંગ ખાતે સૌથી વધુ વજન ધરાવતી તરતી ઓઈલ રિફાઇનરી ભંગાણ માટે પહેલીવાર આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ અલંગ ખાતે આવેલી આ તરતી ઓઈલ રિફાઇનરી આકર્ષનું કેન્દ્ર બની છે.

શ્રી રામ ગૃપ દ્વારા ક્યા ક્યા શિપ ખરીદ્યા?

અલંગના શ્રી રામ ગૃપ દ્વારા INS વિરાટ, વૈભવી ક્રૂઝ શિપ કર્ણિકા અને હવે જાયન્ટ શિપ એલ્ડોરાડો ખુબ જ ટૂંકા ગાળામાં ખરીદવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રી રામ ગૃપના અલંગ ખાતેના અલગ અલગ પ્લોટમાં લગાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.