ETV Bharat / state

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થયો

author img

By

Published : Aug 21, 2020, 3:51 PM IST

ભાવનગર જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રમાં બીજા ક્રમનો ડેમ શેત્રુંજી ડેમ ગુરૂવારે મોડીરાત્રે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની વિપુલ આવકને પગલે તંત્રને 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે.

Shetrunji dam in Bhavnagar
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો

ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો

  • પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો
  • ડેમના 10 દરવાજાઓ 1 ફૂટ ખોલવામાં આવ્યાં
  • ખેડૂતોમાં ખુશીની લહેર

ભાવનગરઃ જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રમાં બીજા ક્રમનો ડેમ શેત્રુંજી ડેમ ગુરૂવારની મોડીરાત્રીના ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની વિપુલ આવકને પગલે તંત્રને 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે.

Shetrunji dam in Bhavnagar
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો

શહેર-જિલ્લા માટે પીવા માટે તેમજ ખેત સિંચાઈ માટે એક માત્ર આધાર સ્તંભ અને પચાસ વર્ષ જૂનો શેત્રુંજી ડેમ જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો છે. શેત્રુંજી નદી ઉપરાંત નાની-મોટી 17થી વધુ નદીઓના નીર આ ડેમમાં ઠલવાય છે, જેમાં સૌથી વધુ આધાર શેત્રુંજી નદીનો છે. આ નદી જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલમાંથી નીકળી પાલિતાણા તાલુકામાં આવેલા શેત્રુંજી ડેમમાં સમાઈને આગળ તળાજા તાલુકાના સરતાનપર ગામે આવેલા ભાવનગરના અખાતને મળે છે.

Shetrunji dam in Bhavnagar
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો

છેલ્લાં બે સપ્તાહ કરતા વધુ સમયથી ગીર તેમજ અમરેલી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક શરૂ થઇ છે. જેથી પાંચ વર્ષ બાદ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે.

ગુરૂવારે સાંજે ડેમની જળ સપાટી 34 ફૂટે પહોંચી હતી અને નિરંતર જળપ્રવાહ શરૂ રહેતા ડેમ સ્થિત અધિકારીગણને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી, જેથી ડેમના 10 દરવાજાઓ 1 ફૂટ ખોલવામાં આવ્યા છે.

Shetrunji dam in Bhavnagar
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો

આ અંગે ડેમ સત્તાવાર સૂત્રોના જણાવ્યાં અનુસાર વર્તમાન સમયે 807 ક્યુસેક કરતા વધુની જળરાશિની આવક શરૂ છે, જે અન્વયે 807 ક્યુસેક પાણી દરવાજા દ્વારા છોડવામાં આવી રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં આગામી બે વર્ષ સુધી ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણી તેમજ ખેત સિંચાઇનો પ્રશ્નો હલ થયો છે.

Shetrunji dam in Bhavnagar
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો

જિલ્લામાં આમ જનતાથી લઈને ધરતીપુત્રો શેત્રુંજી ડેમ ઓવરફલો થવાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, જે કુદરત મહેરબાન બનતા આ સુખદ આતુરતાનો અંત આવ્યો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ થયો ઓવરફ્લો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.