ETV Bharat / state

Gujarat Congress : "મામા તો ગયો", Etv ભારત સાથેની વાતચીતમાં મનીષ દોશી બોલ્યા, 5 રાજ્ય અને લોકસભાની ચૂંટણીમાં જીતનો દાવો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 7:19 PM IST

ભાવનગર આવેલા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં 5 રાજ્યમાં ચૂંટણીના પગલે જીતના દાવા કર્યા હતાં. તેમણે મામા તો ગયો જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. પાંચ રાજ્યમાં જીત અને ગુજરાતમાં લોકો વચ્ચે કોંગ્રેસ પહોંચી રહી છે. 26 બેઠકો ગુમાવ્યા બાદ હવે 26 બેઠક માટે કોંગ્રેસની રણનીતિ શું છે જાણો.

Gujarat Congress : " મામા તો ગયો " કહ્યું કોંગ્રેસના મનીષ દોશીએ, 5 રાજ્યની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં જીતના દાવા
Gujarat Congress : " મામા તો ગયો " કહ્યું કોંગ્રેસના મનીષ દોશીએ, 5 રાજ્યની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં જીતના દાવા

ઈટીવી ભારત સાથે વાતચીત

ભાવનગર : ભાવનગરના આંગણે શક્તિસિંહ ગોહિલ પ્રથમ વખત 11 તારીખના રોજ પહોંચ્યા હતા, ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ સાથ પુરાવ્યો હતો. હાલમાં જાહેર થયેલી પાંચ રાજ્યોની ચૂંટણી અને આવી રહેલી લોકસભાને પગલે ઈટીવી ભારતએ મનીષ દોશી સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે કયા રાજ્યને પગલે મનીષ દોષીએ એવું કહ્યું કે "મામા તો ગયો" જાણો. વિગતથી રાજ્યનું ગણિત અને લોકસભાની રણનીતિ મનીષ દોશીના મતે.

છત્તીસગઢ માટે મનીષ દોશીના જીતના દાવા : ભાવનગર આવેલા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં સંપૂર્ણપણે ભાજપા સદંતર નિષ્ફળતા મેળવવાની છે.

મધ્યપ્રદેશમાં કેપ્ટન કોણ નક્કી થતું નથી. રાજસ્થાનના કેપ્ટન કોણ નક્કી થતું નથી, ત્યારે છત્તીસગઢમાં કોંગ્રેસનું મજબૂત નેતૃત્વ છે. ભુપેશ બધેલની કોંગ્રેસની સરકારે જનલક્ષી કામ કર્યા છે. ગરીબ, મજદુર, શ્રમિકોને ન્યાય આપ્યા,ખેડૂતોની આવકમાં વધારો કર્યો છે અને 50 લાખ લોકોને ગરીબી રેખાથી ઉપર રૂપાંતરીત કર્યા છે. આ કોંગ્રેસના આંકડા નથી. નીતિ આયોગ જણાવ્યું છે કે 40 લાખ લોકોમાં પરિવર્તન આવ્યું છે અને ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આ અદભુત સફળતા છે જેને છત્તીસગઢને ભારતમાં નંબર વન રાજ્ય બનાવ્યું છે...મનીષ દોશી ( પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા )

રાજસ્થાનમાં જીતના દાવા કર્યા : રાજસ્થાનમાં જીત અંગેે મનીષ દોષીએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં 500માં, આપણી કરતાં આવકમાં ઓછું, જીએસટી કરતા ત્રીજા પ્રકારની આવક, એ રાજસ્થાનને અનેક પ્રકારની તકલીફમાંથી બહાર કાઢ્યું છે. અશોક ગેહલોતજીનું નેતૃત્વ કોંગ્રેસનું નેતૃત્વ મજબૂત કામગીરી કરીને મોંઘવારીમાંથી મહિલાને બહાર કાઢી મુક્તિ અપાવી છે. કોંગ્રેસની સરકાર જ્યારે 2014માં સોનિયાજી અને મનમોહનજીની યુપીએ સરકારે 414માં બાટલો આપ્યો એ ભાજપાની સરકારે પોતાના માલેતૂજારાને સાચવવા 414 રૂપિયાનો બાટલો 1100 રૂપિયા કરીને બહેનોને અને પરિવારોનું જીવન જીવવાનું મુશ્કેલ કર્યું છે.

મોંઘવારીમાં રાહત આપવાનું કામ ગેહલોતજીની સરકારે કર્યું છે. ચિરંજીવી યોજના 25 લાખ સુધીની, ગરીબ કે તવંગર દરેકને હોસ્પિટલમાં સંપૂર્ણ બિલ માફ થાય છે મોડલ રૂપે છે. જે રીતે વીજબિલ માફ થાય અને સામાન્ય ગરીબ માણસ માટે નાની રાહત હોય, કે શિક્ષણમાં ધડમૂળનો ફેરફાર હોય, સંપૂર્ણ રાજસ્થાનના વિકાસની વાત હોય, 30 વર્ષની પેટર્ન રાજ રહેશે કે રિવાજ, પણ આ વખતે પુનરાવર્તન રહેશે. કોંગ્રેસ એક રોડ મેપ બનાવીને આગળ વધી રહી છે...મનીષ દોશી ( પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા )

મધ્યપ્રદેશમાં જીતના દાવા શું : ભાવનગર આવેલા મનીષ દોશીએ મધ્યપ્રદેશને લઈને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં જનમત 2018માં કોંગ્રેસે મેળવ્યો હતો, પણ ભાજપના લોકોએ લોકતંત્રની હત્યા કરી, ખરીદફરોકની રાજનીતિ કરીને, ભ્રષ્ટાચારના પૈસા અને માલેતુંજારોના મિત્રો સાથે મળીને ધારાસભ્યની ખરીદી કરી, ત્યારે મધ્યપ્રદેશે નક્કી કર્યું છે કે ગદ્દારને જવાબ આપવાનો છે. મધ્યપ્રદેશની 50 ટકા કમિશન વાળી સરકાર એટલે મામાની સરકાર, ત્યાં તો એક સદ્દર મામાનો વિડીયો પણ ચાલે છે, "મામા તો ગયો" 50 ટકા ભ્રષ્ટાચારવાળી સરકારમાંથી મધ્યપ્રદેશની જનતાને મુક્તિ મળે એટલે કમલનાથજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર જરૂર બનવા જઈ રહી છે.

તેલંગાણા અને મિઝોરમ અંગે પ્રતિક્રિયા : તેલંગાણા અને મિઝોરમ અંગે મનીષ દોશીએ જણાવ્યું હતું કે તેલંગાણાની અંદર જે રીતે ચંદ્રશેખર રાવે લૂંટ ચલાવી છે. તેલંગાણાએ રાજીવજીનું સ્વપ્ન હતું, સોનિયાજીએ સ્વપ્નસાકાર કરવા યુપીએ સરકારમાં રાજ્યનો દરજ્જો અપાવ્યો. અમે ત્યાંના રાજ્યને ન્યાય આપવા માંગીએ છીએ, કલ્યાણકારી યોજના લાગુ કરવા માંગીએ છીએ. ચંદ્રશેખર રાવ તેના પરિવારના કલ્યાણ માટે કામ કરે છે. કોંગ્રેસ સર્વહિત સાથે આગળ વધી રહી છે. મિઝોરમમાં ભાજપ પાસે માત્ર એક સીટ રહી છે. આ સમગ્ર બાબતની વાત છે, મોંઘવારી બેરોજગારીની ભેટ આ ભાજપની મોદી સરકારે આપી છે. દેશ એનો હિસાબ માંગશે અને કોંગ્રેસને મત આપશે.

ગુજરાતમાં કોંગ્રેસની લોકસભાની તૈયારીઓ : લોકસભાની આવી રહેલી ચૂંટણીને પગલે તેમણે જણાવ્યું હતું કે મને એમ લાગે છે કે આપણે જ્યાં સુધી ગુજરાતમાં ઊભા છીએ ત્યારે શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની 26 બેઠકનું મૂલ્યાંકન હાલ ચાલી રહ્યું છે. અમારા તમામ વરિષ્ઠ નેતાઓ દરેક જિલ્લામાં જઈને લોકોનો ફીડબેક લઈ રહ્યા છે. કાર્યકર સંવાદ અને જન અધિકાર પદયાત્રા ચાલી રહી છે. અમારા રાષ્ટ્રીય નેતા, સંગઠન પ્રભારી મુકુલજી વલસાડમાં બેઠક લઇ રહ્યા છે. સુરેન્દ્રનગર જામનગરમાં બેઠક લઇ રહ્યા છે. અમારા લોકો સ્થાનિકોને મળી રહ્યા છે. 2014માં મોદી સરકારે કીધું હતું કે મોંઘવારીમાંથી મુક્તિ આપ શુ ? શું મુક્તિ મળી ?. 2 કરોડ લોકોને રોજગારીની વાત કરી હતી, એ વાત તો દૂર રહી 14 કરોડ લોકોની રોજગારી છીનવી લીધી છે.

સરકાર પર વાર : ભાજપ સરકારે જીએસટીના નામે નાના વેપાર નષ્ટ કરી નાખ્યા છે. નોટબંધીના નામે કૌભાંડો કર્યા છે. 2004 થી 2014 માં અમે શિક્ષણનો અધિકાર આપ્યો તેમણે છીનવી લીધો, અમે રોજગાર આપ્યો તેમણે અધિકાર છીંનવી લીધો, અમે રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ આપ્યો તેમણે આદિવાસી પર જુલમ કરીને અધિકાર છીનવી લીધો, ખેડૂતોના જીવન જીવવા ખેતી બચાવવા કામ કર્યું એમને મિત્રોને ખેતીની જમીન આપવા કામ કર્યું છે. દેશમાં લોકોને ખબર પડી ગઈ છે કે આ જુમલાની સરકાર છે તેનાથી બચવું જોઈએ એટલે અમારી સરકાર આગામી દિવસોમાં બનશે.

  1. Shaktisinh Gohil Bhavnagar Visit : "ભેંસ ભાગોળે અને છાશ છાગોળે જેવું થાય" તેમ શક્તિસિંહ કેમ બોલ્યા? ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જાણો
  2. Loksabha Election: સૌરાષ્ટ્રની સીટો ઉપરનું ગણિત નક્કી કરશે કર્ણાટકના નેતાઓ, જાણો શું કહ્યું કર્ણાટકના પ્રભારીએ ?
  3. Bhavnagar Medical Student: ભાવનગર મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 50 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા નહિ આપી શકે, જાણો શા માટે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.