ETV Bharat / state

બાળકોએ બનાવી વાનગીઓ: જુવારના વડા પીઝા ફ્લેવર સહિત 8 મિલેટ ધાન્યની 38 વાનગીઓ

author img

By

Published : Apr 2, 2023, 1:04 PM IST

ભારતમાં સૌથી વધુ આરોગ્ય સ્તરે ઘઉંનો ઉપયોગ થાય છે, પરંતુ શારીરિક તાકાતમાં વધાતો અન્ય 8 પ્રકારના અનાજ પણ કરે છે. હા આ 8 પ્રકારના અનાજમાંથી કેવા પ્રકારની વાનગીઓ બનાવીને આરોગી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરની શાળાના બાળકો અને વાલીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે જુઓ કેટલી વાનગી અને કઈ કઈ

Recipes made by children, 38 recipes of 8 millet grains including juwar vada pizza flavor
Recipes made by children, 38 recipes of 8 millet grains including juwar vada pizza flavor

ભાવનગર: ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી અનેક ધાન્યનું વાવેતર થાય છે. ધાન્યમાં ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનો ઉપયોગ થાય છે. જો કે આમ તો સમગ્ર દેશમાં ઘઉંનો ઉપયોગ વધુ છે ત્યારે આપણા અન્ય ધાન્યમાં રહેલા વિટામિનો દેશની પ્રજાને મળે અને ખેડૂત પણ આપણા ધાન્યનું વાવેતર કરતો રહે તેવા ઉદ્દેશ્યથી વડાપ્રધાને 2022નવા મિલેટ ઈયર તરીકે ઉજવવા નિર્ણય કર્યો છે. પરંતુ દેશની પરકજને ખ્યાલ ખૂબ ઓછો હોઈ છે કેં જાડા ધાન્યમાંથી વાનગીઓ બને.

કિસાન મોર્ચાએ કર્યું મિલેટ (જાડા ધાન્ય)ની સ્પર્ધા શાળા
ભાવનગર તાલુકા ભાજપ કિસાન મોર્ચા દ્વારા શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળામાં મિલેટ (જાડા ધાન્ય)ની વાનગીઓની સ્પર્ધા રાખી હતી. 79 જેટલા બાળકો વાનગી સ્પર્ધામાં જોડાયા હતા.કિસાન મોર્ચાના પ્રદેશના નેતાઓ વાનગી સ્પર્ધામાં હાજરી આપી હતી. ડોકટર,રસોઈના તજજ્ઞો વગેરે ઉપસ્થિત રહીને વાનગીઓને પ્રથમ દ્વિતીય જેવા ઇનામો આપવામાં આવ્યા હતા.જો કે આ સ્પર્ધામાં 38 જેટલી વાનગીઓ મિલેટ (જાડા ધાન્ય)ની બાળકોએ રજૂ કરી હતી.

Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...

મિલેટ વાનગીઓ બનાવવા પાછળનો હેતુ કિસાન મોર્ચાનો
ભારતમાં મિલેટ ધાન્યનો જથ્થો સમગ્ર વિશ્વમાં 41 ટકા ઉપલબ્ધ છે. આજની પેઢીને ઘણી ચિઝોની વાનગીઓ,મેંદાની અને વધીને બાજરાના રોટલા સિવાય કશું યાદ હોતું નથી. ત્યારે કિસાન મોર્ચાના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વડાપ્રધાન દેશમાં મિલેટ ઈયર તરીકે ઉજવે છે ત્યારે કિસાન મોર્ચાને પણ દેશના ખૂણે સુધી મિલેટનો ઉપયોગ વધે તેવા પ્રયાસ કરવા જણાવ્યું હતું જેથી મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. 79 બાળકોએ જોડાઈને 38 વાનગીઓ રજૂ કરી હતી. જો કે મિલેટ એટલે જાડા ધાન્યમાં અનેક વિટામિન અને તત્વો પોષણક્ષમ હોઈ છે જે દેશની કુપોષીત્તતાને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેથી મિલેટનો ઉપયોગ વધે તે જરૂરી છે. આ સાથે ખેડૂતો પણ વાવેતર કરવા ત્યારે પ્રેરાશે જ્યારે તેની માંગ લોકોમાં હશે.આથી મિલેટને ઘર ઘર પોહચડવાનો પ્રયાસ અમે કર્યો છે.

હવે જાણી લ્યો કઈ કઈ ચિઝો મિલેટ (જાડા) ધાન્યમાંથી બને
સમગ્ર ગુજરાતમાં મિલેટ એટલે કે જાડા ધાન્યનો ઉપયોગ થાય છે તેમાં આઠ પ્રકારના જાડા ધાન્યો છે. પહેલા આઠ પ્રકારના જાડા ધાન્ય કયા એ જાણી લ્યો. જેમાં છે બાજરી, મોરૈયો, જુવાર,કોદરી, રાજગરો, રાગી, સામો અને કાંગનો સમાવેશ થાય છે. હવે આ મીલેટ એટલે કે જાડા ધાન્યમાંથી કઈ કઈ વાનગીઓ બની શકે તેનું ઉદાહરણ નીચે છે. જો કે આ વાનગીઓ માત્ર ભાવનગર શહેરમાં જ બાળકો દ્વારા 38 બનાવવામાં આવેલી હતી. ત્યારે વિચારી શકાય ગુજરાતમાં કેટલી વાનગીઓ અલગ અલગ પ્રકારે બનતી હશે.

Gujarat Bjp Cpr Training: સમગ્ર ગુજરાતના BJP કાર્યકર્તાઓને CPR ટ્રેનિંગ આપવામાં આવશે

બાજરો અને બાજરીની વાનગીઓ
બાજરાના મુઠીયા, બાજરાના ઢોકળા, બાજરાના દહીંવડા, બાજરાની વડી, બાજરાની થૂલી, બાજરાની રાબ, બાજરાના લોટ ભરીને મરચાં, બાજરાનો ઉપમા, બાજરાનો શીરો, બાજરીના ઢેબરા, બાજરીના મુઠીયા, બાજરીના વડા, બાજરીના રોટલા, બાજરીનો ઉપમા, વઘારેલો બાજરાનો લોટ અને ચરમિયાનો સમાવેશ થાય છે.

મૌરેયો,જુવાર,કાંગ,સામો,કોદરી અને રાગીની વાનગીઓ
મોરૈયાની ખીચડી, મોરૈયાના ઉતાપમ, મોરૈયાનો શીરો,મોરૈયાની ખીર તેમજ જુવારના રોટલા, જુવારના વડા પીઝા ફ્લેવરમાં, કોદદરીની ખીર, કોદરીનો ઉપમા,રાગીના ઢોસા, રાગીની પાણીપુરી, રાગીનો માલ્ટ, રાગીનો શીરો, રાગીની ઈડલી, ભરેલો રોટલો,ફરાળી સુખડી અને કાંગના લાડુ.

રાજગરામાંથી બનતી વાનગીઓ
રાજગરાની ચીજોમાં જોઈએ તો રાજગરાના લાડુ,રાજગરાની સુખડી, રાજગરાની ચીકી, રાજગરાની કચોરી, રાજગરાનો શીરા સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.