ETV Bharat / state

ગંગાજળિયા તળાવમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર આચર્યાની શંકા

author img

By

Published : Apr 30, 2019, 9:23 PM IST

ભાવનગરઃ ગોહિલવાડની આન, બાન અને શાન એટલે શહેરની વચ્ચે આવેલું ગંગાજળિયા તળાવ. આ તળાવ પર હજારો પશુ પક્ષીઓ પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ મનપાના પાપે છેલ્લા એક વરસથી વિકાસના નામે ચાલતા ગોકળગતીના કામથી પક્ષીઓ પાણી વગર રઝળી રહ્યા છે. વિકાસના કામમાં ભ્રષ્ટાચાર હોઈ તેમ અડધો ઉનાળો વીતી જતાં પણ ૩૦ ટકા જેટલું બાકી છે. લોકોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, શાસકો વાતો કરે છે બાકી વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવાના જ કામો થાય છે.

ગંગાજળિયા તળાવ

ભાવનગરમાં છેલ્લા 22 વરસથી શાસન કરી રહેલા શાસકો વિકાસના નામે કામો શરુ કરે છે, પરંતુ ક્યારેય સંપૂર્ણ કામ પૂર્ણ કરતા નથી. સરકારે ગંગાજળિયા તળાવના વિકાસ માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા હતા તે, 1 વરસથી તળાવ ખાલી હોવા છતાં હજુ કામ ચાલુ છેને માત્ર 70 ટકા જ કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. જેની અસર આસપાસની પ્રજા પર અને પશુઓ પર મોટી સંખ્યામાં પડી છે. તળાવની આસપાસ રહેલા જુના ભાવનગરના તળ ઊંચા હતા તે, તળાવ ખાલી રહેવાથી નીચા જતા રહ્યા અને ક્યાંક ખાલી પણ થઇ ગયા છે. ત્યારે તળાવ પર નભતા હજારો સ્થાનિક પક્ષીઓ અને બહારથી આવતા પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રજા પણ હવે તંત્રના પાપને પગલે રોષે ભરાઈ છે અને થઇ રહેલા કામોમાં ભ્રષ્ટાચારની ગંધ હોવાનું વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે.

ભાવનગર મહાનગર સેવા સદન

તળાવ ખાલી રહેવાથી આસપાસના લોકોને પાણીના ફાફા પડ્યા છે. તો પોપટ અને ફ્લેમિંગ જેવા પક્ષીઓ તળાવના પાણી પર નભતા હતા જેની પણ સંખ્યા નહિવત થઇ ગઈ છે. જો કે, તળાવ સાવ ખાલી કરી દેવામાં આવ્યું છે, મેયરને પણ અધિકારીઓ ગણતા ન હોઈ તેમ પાણી પણ વેસ્ટ વેય્રનું ભરવામાં આવ્યું નથી. ઈટીવીની ટીમ જ્યારે ઈન્ટરવ્યું લેવા પહોંચી ત્યારે મેયરે જવાબદાર અધિકારીને ફોન દ્વારા જાણ કરી અને અગાઉ નક્કી કર્યા મુજબ પાણી નહી ભરવા બાબતે ખખડાવ્યા હતા. જેને પગલે મેયરે પણ બુધવારે તળાવમાં પંખીઓ માટે પાણી ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બે બુનિયાદી હોવાનું કહી છેદ ઉડાડ્યો હતો.

ભાવનગરમાં બે દાયકાથી સત્તામાં રહેલા શાસકો મોટી મોટી વાતો કરી જાણે છે અને વિપક્ષ વાતોથી વિરોધ કરીને પેટ ભરી લે છે. આ બધાને સરવાળે તો, પ્રજાને જ સહન કરવું પડે છે, પણ તંત્ર આંખ આડા કાન કરીને વિકાસના કામમંથી પોતાની કમાણી તરે છે. પ્રજાનું જે થવું હોઈ તે થાય તેમ કામગીરી કરી રહ્યા છે. હવે જોવાનું તે રહ્યુ કે, મનપા હજુ પણ પંખીઓ માટે પાણી ભરશે કે માત્ર પોતાના જ રોટલા શકશે.

એન્કર - 

ભાવનગરની આન બાન અને શાન એટલે શહેરની વચ્ચે આવેલું ગંગાજળિયા તળાવ કે જેના પર હજારો મૂંગા પશુ પક્ષીઓ નભે છે પરંતુ મનપાના પાપે છેલ્લા એક વરસથી વિકાસના નામે ચાલતા ગોકળગતીના કામના પગલે પક્ષીઓ પાણી વગર રઝળી રહ્યા છે અને વિકાસના કામમાં ભ્રષ્ટાચાર હોઈ તેમ અડધો ઉનાળો જવા છતાં હજુ કામ ૩૦ ટકા જેટલું બાકી છે લોકોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે શાસકો વાતો કરે છે બાકી વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવા કામો થાય છે અને સમયે પૂર્ણ થતા નથી જેથી પ્રજા સાથે હવે મૂંગા પક્ષીઓ પણ પરેશાન થઇ રહ્યા છે.


વીઓ-૧- 

ભાવનગરમાં ૨૨ વરસથી શાસન કરી રહેલા શાસકો વિકાસના નામે કામો શરુ કરે છે પણ સમયે પૂર્ણ કરતા નથી અને લોકોના નસીબની કુદરતી સેવા પણ છીનવી લે છે આવું કઈક બન્યું છે ભાવનગર ગંગાજળિયા તળાવમાં કે જેના માટે સરકારે 10 કરોડ રૂપિયા આપ્યા વિકાસ માટે અને એક વરસથી તળાવ ખાલી કરીને તેમાં વિકાસનું કામ કરવામાં આવી રહ્યું છે એક વર્ષ થવા છતાં હજુ ૭૦ ટકા કામ થયું છે જેની અસર આસપાસની પ્રજા પર અને પશુઓ પર મોટી સંખ્યામાં પડી છે તળાવની આસપાસ રહેલા જુના ભાવનગરના તળ ઊંચા હતા તે તળાવ ખાલી રહેવાથી નીચા જતા રહ્યા અને ક્યાંક ખાલી પણ થઇ ગયા છે તો તળાવ પર નભતા હજારો સ્થાનિક પક્ષીઓ અને બહારથી આવતા પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે પ્રજા પણ હવે તંત્રના પાપને પગલે રોષે ભરાઈ છે અને થઇ રહેલા કામોમાં ભ્રષ્ટાચારની ગંધ હોવાનું વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે જો કે શહેરમાં થતા કામોમાં શાસકો લાગતાવળગતાને આપવા માટે સમય વેડફતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે 


બાઈટ   -પી.આર.જાડેજા
  (સ્થાનિક,ભાવનગર)

બાઈટ   - જયદીપસિંહ ગોહિલ (વિપક્ષ નેતા,ભાવનગર મહાનગરપાલિકા)


વીઓ-૨- 

ભાવનગરની ગંગાજળિયા તળાવ શહેરની મધ્યમાં આવેલું છે અને જુનું ભાવનગર પાણી માટે તળાવના ઊંડા પાણીના તળ પર નભતા હતા જો કે તળાવ ખાલી રહેવાથી આસપાસના લોકોને પાણીના ફાફા પડ્યા છે તો પોપટ અને ફ્લેમિંગ જેવા પક્ષીઓ તળાવના પાણી પર નભતા હતા જેની પણ સંખ્યા નહિવત થઇ ગઈ છે ત્યારે લોકોમાં રોષ છે જો કે તળાવ સાવ ખાલી કરી દેવામાં આવ્યું છે મેયરને અધિકારીઓ ગાઠતા ના હોઈ તેમ પાણી પણ વેસ્ટ વેય્રનું ભરવામાં આવ્યું નથી. મેયરે અમારી ટીમ જયારે ઈન્ટરવ્યું લેવા પોહચી ત્યારે મેયરે જવાબદાર અધિકારીને ફોન દ્વારા જાણ કરી અને અગાવ નક્કી કર્યા મુજબ પાણી નહી ભરવા બાબતે ખખડાવ્યા હતા જેને પગલે મેયરે પણ આવતીકાલે પાણી હવે તળાવમાં પંખીઓ માટે ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બે બુનિયાદી હોવાનું કહીને છેદ ઉડાડ્યો હતો 


બાઈટ  - મનહર મોરી (મેયર,ભાવનગર મહાનગરપાલિકા) 


વીઓ-૩- 

ભાવનગરમાં બે દાયકાથી સત્તામાં રહેલા શાસકો વાતો મોટી કરી જાણે છે અને વિપક્ષ વાતોથી વિરોધ કરીને પેટ ભરી લે છે સરવાળે તો પ્રજાને સહન કરવું પડે છે પણ તંત્ર આંખ આડા કાન કરીને વિકાસના કમાઓ પોતાની રીતે કરે છે અને પ્રજાનું જે થવું હોઈ તે થાય તેમ કામગીરી કરી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે મનપા હજુ પણ પંખીઓ માટે પાણી ભરશે કે કેમ તે જોવું રહ્યું.

visual bite have aavshe.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.