ETV Bharat / state

ભૂકંપની આગાહી વાદળો પરથી : વર્ષોથી આગાહી સરકારી અધિકારીની સાચી પડી જાણો

author img

By

Published : Jun 10, 2022, 5:02 PM IST

ભાવનગરના એક સરકારી અધિકારીના 12 વર્ષના અનુભવ (Earthquake forecast)બાદ તેને કરેલી આગાહીઓ સાચી પડી છે. આ સરકારી અધિકારી પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જ જણાવે છે. આ આગાહી કરનાર અધિકારીની ગાંધીનગરમાં સિસ્મોલોજીકલ સંશોધન સંસ્થા પણ ડી આર પટેલની નોંધ લઈ રહ્યી છે.

ભૂકંપની આગાહી વાદળો પરથી : વર્ષોથી આગાહી સરકારી અધિકારીની સાચી પડી જાણો
ભૂકંપની આગાહી વાદળો પરથી : વર્ષોથી આગાહી સરકારી અધિકારીની સાચી પડી જાણો

ભાવનગરઃ ગુજરાતના કચ્છના 2001 ના ભૂકંપ( Kutch earthquake)બાદ ભૂકંપ આવ્યા પહેલાની બદલાતી સ્થિતિ અને ભૂકંપ (Earthquake)પહેલા સર્જાતા વાતાવરણ વિશે જાણવાની કોશિશ બાદ સરકારના એક કર્મચારીએ 12 વર્ષમાં એટલું તો નિશ્ચિત(Earthquake forecast)કર્યું છે કે કેટલાક કુદરતના ઈશારા આવનાર આફત પહેલાની જાણ કરે છે. વરસાદ,વાવાઝોડા બાદ ભૂકંપ આવશે તે કેમ જાણી શકાય તે જાણો.

ભૂકંપની આગાહી

અધિકારીના 12 વર્ષના અનુભવ બાદ આગાહીઓ સાચી પડી - વરસાદની આગાહી થઈ શકે વાવાઝોડાની આગાહી થઈ શકે અને સાચી પણ થાય છે. પણ ભૂકંપની આગાહી શક્ય બને ખરા ? તો અમારો જવાબ છે હા કેમ કે સરકારના એક અધિકારીના 12 વર્ષના અનુભવ બાદ તેને કરેલી આગાહીઓ સાચી પડી છે. આ સરકારી અધિકારી પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ જ જણાવે છે ત્યારે હવે તારીખ 9એ કરેલી આગાહી સાચી પડશે ?

ભૂકંપની આગાહી
ભૂકંપની આગાહી

કોણ છે આગાહી કરનાર સરકારી અધિકારી અને કેવી રીતે શક્ય - ભાવનગર શહેરના જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં અધિકારી ડી આર પટેલ પહેલાં ભુજમાં ફરજ બજાવતા હતા, જો કે તેઓ B.E Civil Engineer છે. ડી આર પટેલ કચ્છના વિનાશક ભૂકંપ બાદ પોતાની રીતે સંશોધન કર્યું જેમાં તેમને ભૂકંપ પહેલા થતા ફેરફારો વિશે જાણ થઈ હતી. આ ફેરફારો જોવા મળતાં ત્રણથી ચાર દિવસમાં જે સ્થળે ફેરફાર હોઈ તે વિસ્તારની કેટલાક કિલોમીટર ત્રીજયામાં ભૂકંપ આવે છે. ડી આર પટેલની આગાહીની ગાંધીનગર પણ સિસ્મોલોજીકલ સંશોધન સંસ્થા પણ ડી આર પટેલની નોંધ લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Report : રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે વરસાદની આગાહી, જાણો આજનું તાપમાન

કઈ રીતે નક્કી થાય છે આગાહી અધિકારીના વિજ્ઞાન મુજબ - પૃથ્વીના પેટાળમાં લાવરસ છે અને લાવરસના પગલે પૃથ્વીમાંથી ઘણી વખત ગેસ નીકળતા હોઈ છે અને આ ગેસના કારણે વાદળ બંધાય છે. ડી આર પટેલે જણાવ્યું હતું કે તેમના 12 વર્ષના અનુભવમાં જાણવા મળ્યું કે આકાશમાં ક્યારેક પાણીમાં હળવા વલણ બનતા હોય તેવા વાદળો થવા અથવા અન્ય આકારમાં વાદળો બંધાય છે પણ આ વાદળો પોતાની જગ્યા બદલતા નથી. આ વાદળો પૃથ્વીમાંથી નીકળતા રેડોન ગેસના બનતા હોવાથી જ્યાંથી ગેસ નીકળ્યો હોઈ તેના ઉપરના આકાશના ભાગમાં વાદળ બંધાય છે. જ્યાં વાદળ બંધાય છે તેના 500 Kmના વર્તુળમાં આવેલા વિસ્તારોમાં ભૂકંપ બે ચાર દિવસમાં આવે છે. જો કે ભૂકંપની તીવ્રતા જાણી નથી શકાતી.

આ પણ વાંચોઃ Gujarat Earthquake 2001 Forecast: આ વ્યક્તિએ 2001ના ભૂકંપની કરી હતી આગાહી, જાણો તે કોણ છે...

ભાવનગરમા 9 જૂન 2022 ક્યાં બંધાયા વાદળો અને ક્યાં શક્યતા ભૂકંપની - સિંચાઈ વિભાગના અધિકારી પોતાની ફરજ પર તારીખ 9 જૂન 2022 ના રોજ પાલીતાણાના મોટી પાણીયાળી ગામે ગયા હતા ત્યારે સાંજના સમયે 7.36 કલાકે આકાશમાં પાણીના શાંત વલણ જેવા વાદળો પૂર્વ દિશામાં જોવા મળ્યા હતા ત્યારે પોતાના સોશયલ મીડિયા અને લાગતા વળગતા અધિકારી વર્ગને આગાહી સ્વરૂપે એક નોંધ મોકલી હતી. તારીખ 10 જૂન એટલે આજે અથવા કાલ 11 કે 12 જૂન સુધીમાં પૂર્વ દિશામાં વાદળ હોવાથી બરોડા, નર્મદા કે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપની આગાહી કરી છે. જો કે ભૂકંપની તીવ્રતા જાણી શકાતી નથી પણ ભૂકંપ આવે ત્રણ થી ચાર દિવસમાં તે જરુર કહી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.