ETV Bharat / state

Pariksha Pe Charcha 2024: પીએમને પ્રશ્ન પુછવામાં ભાવનગરના વિદ્યાર્થીઓ જોડાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 8:14 PM IST

દર વર્ષે વડા પ્રધાનને પરીક્ષા વિષયક સવાલો પુછવા માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાય છે. વર્ષ 2024ના આ કાર્યક્રમમાં ભાવનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો જોડાયા છે. આપ પણ છેલ્લી તારીખ 12 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકો છો. વાંચો ભાવનગરના વિદ્યાર્થીઓના પ્રતિભાવ વિશે વિગતવાર. Pariksha Pe Charcha 2024 PM Modi Bhavnagar

વડા પ્રધાનને પ્રશ્ન પુછવામાં ભાવનગરના વિદ્યાર્થીઓ જોડાયા
વડા પ્રધાનને પ્રશ્ન પુછવામાં ભાવનગરના વિદ્યાર્થીઓ જોડાયા

વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ આ કાર્યક્રમમાં હોંશભેર જોડાયા
ભાવનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો જોડાયા

ભાવનગરઃ વિદ્યાર્થી આલમમાં પરીક્ષાના ડરને દૂર કરવા દર વર્ષે વડા પ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજે છે. જેમાં વડા પ્રધાન ખુદ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની મુંઝવણ અને તણાવ દૂર કરતા હોય છે. વડા પ્રધાન વિદ્યાર્થીઓએ પુછેલા સવાલોના જવાબો પણ આપે છે. તેઓ પોતાના અને મહાનુભાવોના વિદ્યાર્થીકાળના પ્રસંગો વર્ણવીને વિદ્યાર્થીઓને હિંમત પણ પૂરી પાડતા હોય છે. આ વર્ષે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, પ્રિન્સિપાલ વગેરે જોડાયા છે. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ 12મી જાન્યુઆરી છે. આપ પણ વડા પ્રધાનને પ્રશ્ન પુછવા રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

2.30 લાખ વિદ્યાર્થીઓઃ ભાવનગરમાં 2.30 લાખ વિદ્યાર્થીઓ છે. આ કાર્યક્રમની સમગ્ર શહેરમાં ચર્ચા છે. તેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાની ચર્ચા છે. આ કાર્યક્રમમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12મી જાન્યુઆરી છે. ભાવનગરમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો, વાલીઓ અને પ્રિન્સિપાલે આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભાવનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલના પ્રતિભાવો પણ આ કાર્યક્રમને લઈને બહુ સુંદર અને રોચક છે.

દર વર્ષે વડા પ્રધાન દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરમાં 2.30 લાખ વિદ્યાર્થીઓ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યુ હોવાનું મનાઈ રહ્યું છે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 12મી જાન્યુઆરી છે...હિતેન્દ્ર સિંહ પઢેરીયા(જિલ્લા શિક્ષણ અધિકારી, ભાવનગર)

પરીક્ષા સમયે વિદ્યાર્થીઓમાં જે ભય અને હાઉ જોવા મળે છે તેને દૂર કરવાનો પ્રયાસ એટલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ. મેં પણ આ કાર્યક્રમમાં બાળકોમાંથી પરીક્ષાનો ડર કેવી રીતે દૂર થાય? તેવો પ્રશ્ન પુછ્યો છે...તરુણ વ્યાસ(આચાર્ય, KPES સ્કૂલ, ભાવનગર)

500 શબ્દોમાં પ્રશ્ન પુછવાનો મોકો આપવામાં આવે છે. મેં વડા પ્રધાનને પુછ્યું છે કે તમે વિદ્યાર્થી હતા ત્યારે તમને પરીક્ષા ગમતી હતી કે નહીં?...નીકિતા દરજી(શિક્ષિકા, KPES સ્કૂલ, ભાવનગર)

વિદ્યાર્થીઓ પણ ઉત્સાહીઃ વડા પ્રધાનને પ્રશ્ન પુછવા મળવા મુદ્દે વિદ્યાર્થીઓમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક વિદ્યાર્થી પોતાના પ્રશ્નોનો ઉત્તર સ્વયં વડા પ્રધાન આપે તેવું ઈચ્છે છે. તેથી જ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન થતું જોવા મળે છે. ભાવનગરની KPES સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ આ કાર્યક્રમમાં હોંશભેર જોડાયા છે.

વિદ્યાર્થીઓમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે
વિદ્યાર્થીઓમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે
છેલ્લી તારીખ 12 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકો છો
છેલ્લી તારીખ 12 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકો છો

મને દર મહિને લેવામાં આવતા યુનિટ ટેસ્ટથી બર્ડન ફીલ થાય છે, એમ જ લાગે છે કે રોજ પરીક્ષા જ હોય છે. તેના માટે શું કરવું?...ભક્તિ દવે (વિદ્યાર્થીની, ધો.9, KPES સ્કૂલ, ભાવનગર)

મારા પરીક્ષામાં સારા માર્કસ આવે છે અને રેન્ક પણ સારા આવે છે, જો કે પરીક્ષા અગાઉ ખૂબ જ ડર લાગે છે તેનો કોઈ ઉપાય ખરો?...પાર્થિવી ત્રિવેદી(વિદ્યાર્થીની, ધો.9, KPES સ્કૂલ, ભાવનગર)

  1. PM મોદીએ બાળકોને આપી પરીક્ષાલક્ષી ટિપ્સ, પરીક્ષાના અનુભવોને બનાવો તાકાત
  2. PM મોદી 27 જાન્યુઆરીએ 'પરીક્ષા પે ચર્ચા' અંતર્ગત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે કરશે વાતચીત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.