Paper theft from primary school: શિક્ષણ પ્રધાનના જિલ્લામાંથી પેપર ચોરી થયા! ગુજરાતમાં પ્રાથમિક શાળાના પેપરની ચોરી

author img

By

Published : Apr 22, 2022, 12:59 PM IST

Paper theft from primary school: હવે ગુજરાતમાં પ્રાથમિક શાળાના પેપરની ચોરી, શિક્ષણ પ્રધાનના જિલ્લામાંથી પેપર ચોરી થયા!
Paper theft from primary school: હવે ગુજરાતમાં પ્રાથમિક શાળાના પેપરની ચોરી, શિક્ષણ પ્રધાનના જિલ્લામાંથી પેપર ચોરી થયા! ()

ભાવનગરના તળાજાના નેસવડ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 7થી 8ના વાર્ષિક પરીક્ષાના પેપર ચોરી થયા હોવાની ફરિયાદ સ્કૂલના આચાર્ય( Paper theft from primary school)દ્વારા કરવામાં આવી છે. ચોરો સ્કુલમાં ઘુસી કબાટના લોકરનું તાળું તોડી ધોરણ 7 અને 8ના કુલ 22 પેપરની ચોરી ગયા છે. તળાજા પોલીસે( Bhavnagar Talaja Police )આ મામલે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

ભાવનગર : તળાજા તાલુકાના નેસવડ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ( Paper theft from primary school)ધોરણ 7 થી 8ના વાર્ષિક પરીક્ષાના પેપર ગત રાત્રીના કોઈ અજાણ્યા શખ્શો દ્વારા(Talja Primary School) પેપરની ચોરી કરવામાં આવી છે. ચોરો સ્કુલમાં ઘુસી કબાટના લોકરનું તાળું તોડી ધોરણ 7 અને 8ના કુલ 22 પેપર ચોરી ગયા છે. આ પેપર ચોરી થયાની પોલીસ ફરિયાદ સ્કુલ આચાર્ય ( Bhavnagar Talaja Police )દ્વારા તળાજા પોલીસને કરવામાં આવી છે.

કબાટનું તાળું તોડી પેપરની ચોરી - હાલમાં ધોરણ 10 અને 12 ના વિધાર્થીની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થતા પ્રાથમિક તેમજ પ્રાયમરી વિધાર્થીઓની વાર્ષિક પરીક્ષાની શરૂઆત થઇ છે. એવા સમયે તળાજા તાલુકામાં ગત રાત્રીના કોઈ (Gujarat Education Department)શખ્સો દ્વારા શાળામા ધોરણ 7 અને 8 ની વાર્ષિક પેપર લેવા માટેની આન્સર સીટના કવરમાંથી કુલ 22 પેપર કબાટનું તાળું તોડી (Paper theft at Talaja Primary School)કોઈ શખ્સો દ્વારા ચોરી કરી નાસી છૂટયાની ફરિયાદ સ્કુલ આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Board Exam 2022: વિદ્યાર્થીને પરીક્ષામાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

પેપરો ચોરી મુદ્દે તળાજા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ - તળાજા તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ 7 અને 8 ની વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગત રાત્રીના પેપર ચોરી થયાની ફરિયાદ સ્કુલ આચાર્ય દ્વારા નોંધાવેલ જે ફરિયાદમાં જણાવેલ કે નેસવડ પ્રાથમિક શાળામાં કુલ 7 શિક્ષકો ફરજ બજાવે છે. તેમજ સ્કુલ સવારે 7 વાગ્યા થી બપોરના 12 વાગ્યા સુધી ચાલતી હોય છે. ગઈ કાલે પ્રાથીમિક શાળાના બાળકોની વાર્ષિક પરીક્ષાઓ લેવા માટેના પ્રશ્નો પત્રોની કોપીના વિષયો પરમાણેના કુલ 7 કવર આવ્યા હતા.

પોલીસ ફરિયાદ નોંધાવી - જેમાંથી ધોરણ 7ના ગુજરાતી વિષયના 21 અને ધોરણ 8ના એક વિષય મળી કુલ 22 પેપર ચોરી થયાનું આજ સવારે સ્કુલમાં આવતા સ્કુલના ઓરડા નંબર 1 ખોલતા જે જગ્યા પર કબાટમાં પેપર રાખ્યા એ કબાટના તાળા તૂટેલા મળ્યા તેમજ પેપરોના કવર તોડેલા જણાતા ગણતરી કરતા ચોરી થયાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gujarat University Exams 2022: ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો, જર્નાલિઝમના પેપરમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો આક્ષેપ

પરીક્ષા રદ કરવાનો નિર્ણય - તેમજ ચોરી કરનાર તસ્કરો સ્કુલના ઓરડામાં સ્કુલમાં આવેલ અગાસીમાં હવા ઉજાસ માટે રાખેલ બારીમાંથી પ્રવેશ કર્યાનું પ્રાથમિક ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવતા પોલીસ દ્વારા પેપરોની ચોરી અંગે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાં પેપર ચોરીની ઘટના બનતા વિધાર્થીઓની લેવાનાર વાર્ષિક પરિક્ષા ધોરણ 7 ની તારીખ 22-4 અને 23-4 પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.