ETV Bharat / state

ભાવનગરમાં ફટાકડાના સ્ટોલ જીવતા બોમ્બ સમાન, ફાયર NOC મેળવવામાં કોઈને રસ જ નથી

author img

By

Published : Oct 22, 2022, 11:16 AM IST

ભાવનગરમાં ફટાકડાના સ્ટોલ (Bhavnagar firecrackers store) જીવતા બોમ્બ સમાન બની ગયા છે. કારણ કે, અહીં કલેક્ટરે અનેક ફાયર સ્ટોલને મંજૂરી તો આપી છે. પરંતુ માત્ર એક કે બે જ ફાયર સ્ટોલ એવી છે. જેની પાસે ફાયર એનઓસી (Fire NOC in Bhavnagar) છે. કલેક્ટરની મંજૂરી મળ્યા પછી ફાયર એનઓસી લેવામાં કોઈને રસ જ નથી તેવું અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ભાવનગરમાં ફટાકડાના સ્ટોલ જીવતા બોમ્બ સમાન, ફાયર NOC મેળવવામાં કોઈને રસ જ નથી
ભાવનગરમાં ફટાકડાના સ્ટોલ જીવતા બોમ્બ સમાન, ફાયર NOC મેળવવામાં કોઈને રસ જ નથી

ભાવનગર શહેરમાં ચારે તરફ દિવાળીની ખરીદી (Diwali Festival 2022) થઈ રહી છે. ત્યારે અનેક લોકો વિવિધ સ્ટોલ પર જઈને ફટાકડાની પણ ખરીદી કરી રહ્યા છે. જોકે, અહીંના ફટાકડાના સ્ટોલ એ જીવતા બોમ્બ સાબિત થઈ શકે છે. કારણ કે, કલેક્ટેર 623 ફટાકડા સ્ટોલને (Bhavnagar firecrackers store) મંજૂરી આપી છે, પરંતુ આમાંથી માત્ર એકલ દોકલ સ્ટોલ પાસે જ ફાયર એનઓસી છે. ન કરે નારાયણને કોઈ મોટી દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર તે એક સવાલ છે.

બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

નિયમોની ઐસીતૈસી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગરના કલેક્ટરે (District collector bhavnagar) ફટાકડાના 623 સ્ટોલને મંજૂરી આપવામાં આવી છે. જોકે, કલેક્ટરની (District collector bhavnagar) મંજૂરી મળ્યા પછી ફાયર વિભાગ (Bhavnagar Fire Department) તરફથી પણ એનઓસી લેવાની હોય છે. પરંતુ અહીં ફટાકડા સ્ટોલના (Bhavnagar firecrackers store) ધારકોએ કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી (Fire NOC in Bhavnagar) લીધી નથી. એટલે નિયમની ઐસીતૈસી કરીને ફટાકડા સ્ટોલ રસ્તાઓ પર જીવતા બૉમ્બ જેવા છે. સરકારી એક તંત્ર મંજૂરી આપે અને બીજાને પાલન કરાવવા મેદાનમાં ઉતરવું પડ્યું છે.

ફાયર એનઓસી લેવામાં રસ નથી ભાવનગર શહેરમાં અને જિલ્લામાં કલેક્ટર કચેરી (District collector bhavnagar) ખાતેથી સ્ટોલ માટે મંજૂરી લેવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે દિવાળી (Diwali Festival 2022) નિમિતે ફટાકડા સ્ટોલને (Bhavnagar firecrackers store) મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં 157 અને જિલ્લામાં મળીને કુલ 622 મંજૂરીઓ મળી છે. દારૂખાનું વિસ્ફોટક પદાર્થ હોવાથી નિયમો કડક છે, પરંતુ કાયદાની ઐસીતૈસી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના ફાયર વિભાગની (Bhavnagar Fire Department) 1થી 2 લોકોએ માત્ર NOC લીધી છે. જ્યારે અન્ય લોકોએ નિયમોનો ભંગ કરી રહ્યા છે.

નિયમાનુસાર કાર્યવાહી થશે શહેરમાં અંદાજિત 200થી 225 ફટાકડા સ્ટોલ (Bhavnagar firecrackers store) થયા હોવાનો અંદાજ છે. NOC માટે 1-2 મંજૂરી લેવામાં આવી છે. અન્ય કોઈ આવેલું નથી. અમે સ્થળ તપાસ શરૂ કરી નિયમાનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ. હા, ફટાકડા જે દારૂખાનો છે અને જોખમી પદાર્થ છે. એનાથી સ્ટોલ સળગી ઉઠે અને નુકસાન થઈ શકે છે.

બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ફાયરના નિયમાનુસાર, સાધનો રાખવા જરૂરી છે. પાણીની પણ વ્યવસ્થા કરી રાખવી પડે છે. બીજી સ્ટોલની અંદર ઈલેક્ટ્રિક વાયરિંગ વ્યવસ્થિત કરેલું હોવું જોઈએ. આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ બધી બાબતોના આધારે NOC આપવામાં આવે છે. ફટાકડા સ્ટોલ માટે જેમને મંજૂરી મળ્યા બાદમાં NOC ફાયરની લેવી પડે છે.

ક્યાંય નથી ફટાકડા સ્ટોલમાં ફાયરની સુવિધા ભાવનગરમા ગત વર્ષે કુંભારવાડાના અક્ષરપાર્કમાં જાહેર રસ્તા પર કરેલા સ્ટોલમાં આગ લાગી હતી. રોકેટ, બોમ્બ આડેધડ ફૂટ્યા હતા અને અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે કલેકટર કચેરીઓ (District collector bhavnagar) મંજૂરી તો આપી રહી છે પણ બાદમાં ફાયર વિભાગનું NOC લેવામાં આવતું નથી. ભાવનગરનો એક ખૂણો બાકી નહિ હોય જે રસ્તા પર ફાટકડાનો સ્ટોલ ના હોય ત્યારે હવે ફાયર વિભાગ જાગ્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે. જો કે શહેરમાં તો ઠીક છે જિલ્લામાં ઘટના ઘટશે તો જવાબદાર તંત્ર શુ પગલાં ભરશે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.