ETV Bharat / state

Odisha Train Accident: મોરારી બાપુની 1 કરોડની સહાય, કોલકતા રામકથામાં જાહેરાત કરી

author img

By

Published : Jun 6, 2023, 9:51 AM IST

Updated : Jun 6, 2023, 11:00 AM IST

ઓડીશા ટ્રેન દુર્ઘટનામાં મોરારી બાપુની 1 કરોડની સહાય, કોલકતા રામકથા દરમ્યાન જાહેરાત
ઓડીશા ટ્રેન દુર્ઘટનામાં મોરારી બાપુની 1 કરોડની સહાય, કોલકતા રામકથા દરમ્યાન જાહેરાત

ભાવનગર જિલ્લાના મહુવાના મોરારી બાપુની રામકથા હાલ કલકતામાં ચાલી રહી છે. ત્યારે ઓડીશામાં થયેલી ટ્રેન દુર્ઘટના માટે મોરારી બાપુએ ભંડોળ એકત્રિત કર્યું છે.મોરારી બાપુ હમેશા ઘણા સમયથી સામાજિક સેવાકાર્યમાં જોડાયેલા રહે છે.મોરારી બાપુ દ્વારા કલકત્તામાં જાહેર કર્યા કરતા ભંડોળ બમણું એકત્ર કરવામાં સફળ રહ્યા છે.

Odisha Train Accident: મોરારી બાપુની 1 કરોડની સહાય, કોલકતા રામકથામાં જાહેરાત કરી

ભાવનગર: ઓડિશામાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવાર માટે કથાકાર મોરારી બાપૂએ ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે 1 કરોડનું ભંડોળ ઊભું કર્યું છે. કલકતામાં ચાલતી કથા દરમિયાન બાપુએ ભંડોળ ઊભું કરીને સમાજ પ્રત્યેની સેવા અર્પણ કરી છે. મોરારી બાપુ અકસ્માતે બનતી રાષ્ટ્રની ઘટનાઓમાં સહાય આપતા રહ્યા છે. કલકતામાં ચાલતી કથા દરમિયાન ટ્રેન અકસ્માત માટે ભંડોળ ભેગું કર્યું છે. કોલકત્તામાં હાલ ચાલી રહેલી રામકથા દરમિયાન કથાકાર મોરારી બાપૂએ મદદ કરવાની જાહેરાત કરી હતી.

1 કરોડનું ભંડોળ: મહુવાના રહેવાસી અને જાણીતા કથાકાર મોરારી બાપૂએ ઓરિસ્સામાં સર્જાયેલા ગંભીર ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂપિયા 1 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. પીડિતો માટે દાનનો પ્રવાહ ચાલુ રહેતા ભંડોળની રકમમાં વધારો થવાની સંભાવના છે.જો કે અકસ્માતનો ભોગ બનેલા પીડિતો માટે દાન સતત મળી રહ્યું છે અને અત્યાર સુધીમાં રકમ 1 કરોડને પાર કરી ગઇ છે. તેમ કથાકાર મોરારી બાપૂએ જણાવ્યું હતું તથા તેમણે દાન આપનારાઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

લોકો ઇજાગ્રસ્ત થયા: મોરારી બાપુએ જણાવ્યું હતું કે, હજી ઘણાં પીડિતોની ઓળખ થઇ શકી નથી. જ્યારે સરકાર અને રેલવે મંત્રાલય પીડિતો અને ઇજાગ્રસ્ત લોકોની યાદી જાહેર કરશે. ત્યારે સહાયની રકમ તેમના ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે. આ પહેલાં ટ્રેન અકસ્માતમાં મોતને ભેટનાર વ્યક્તિઓ પ્રત્યે શોક વ્યક્ત કરતાં બાપુએ 50 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. જો કે તેમના અનુયાયીઓ અને રામકથાના શ્રોતાઓએ ઉદારતાથી દાન કરતાં દાનની રકમ બમણી થઇ ગઇ છે. ઓરિસ્સામાં બાલાસોર નજીક ત્રણ ટ્રેનના અકસ્માતમાં લગભગ 275 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં છે.

મૃતક પરિવારોને સહાય: ભાવનગરના મહુવાના રેહવાસી અને રાષ્ટ્રના રામકથાના શ્રેષ્ઠ કથાકાર મોરારી બાપુ સામાજિક આવતી કુદરતી આપતિઓ કે દુર્ઘટનાઓમાં મદદ માટે સાથે ઉભા રહ્યા છે. શહીદ થયેલા સૈનિકો હોય કે પછી અકસ્માતમાં મૃત્યુ પામેલા નાગરિકો હોઈ મોરારી બાપુ પોતાની યથા શક્તિ પ્રમાણે દાન કરતા આવ્યા છે. ભાવનગર જિલ્લામાં પણ સ્થાનિક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક મદદ હમેશા તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે સ્વાભાવિક છે ટ્રેન દુર્ઘટના જેવી ઘટનામાં કથાકાર મોરારી બાપુ સેવાકાર્ય માટે અડીખમ મૃતક પરિવારોને સહાય અર્થે હાજર રહ્યા છે.

  1. Odisha train tragedy: રાહુલે ઓડિશા ટ્રેન અકસ્માતની સરખામણી કાર અકસ્માત સાથે કરી, જાણો કનેક્શન
  2. Odisha Train Accident: ઓડિશા અકસ્માતમાં ટ્રેનમાં સવાર ટિકિટ વિનાના પ્રવાસીઓને પણ વળતર મળશે
Last Updated :Jun 6, 2023, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.