ETV Bharat / state

ભાવનગરમાં રજવાડા સમયના મહિલા બાગની કબાડ જેવી સ્થિતિ, શાસકોની ઉપેક્ષાથી બન્યો ઉંદર, ભંગાર અને કચરાનો વાડો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 7:54 PM IST

ભાવનગર શહેરના 200 વર્ષ જૂના મહિલા બાગથી શહેરની 50 ટકા પ્રજા વાકેફ નહીં હોય કારણ કે મહિલા બાગની ફરતે દીવાલ નહીં બે માળનું શોપિંગ સેન્ટર બની ગયું છે. મહિલાઓના મત લઈને ચૂંટાઈ આવતા નેતાઓ મહિલાબાગની સ્થિતિ સુધારવાનું જરા પણ યાદ કરતા નથી તેની રાવ કરવામાં આવી રહી છે.

ભાવનગરમાં રજવાડા સમયના મહિલા બાગની કબાડ જેવી સ્થિતિ, શાસકોની ઉપેક્ષાથી બન્યો ઉંદર ભંગાર અને કચરાનો વાડો
ભાવનગરમાં રજવાડા સમયના મહિલા બાગની કબાડ જેવી સ્થિતિ, શાસકોની ઉપેક્ષાથી બન્યો ઉંદર ભંગાર અને કચરાનો વાડો

મહિલા બાગની દયનીય સ્થિતિ

ભાવનગર : ગુજરાતમાં રાજશાહી સમયનો એક બાગ માત્ર શહેરની વચ્ચે હોય તો તે ભાવનગર છે. વર્ષો પહેલા રાજવી પરિવારના સારા મોળા પ્રસંગમાં આમંત્રિત મહિલાઓ માટે બાગનું નિર્માણ થયું હતું. છેલ્લા ઘણા વર્ષોથી બાગમાં એક સળીના બે કટકા પણ કર્યા હોય તેટલું પણ કામ થયું નથી. બાગમાં પણ ઉંદર, ભંગાર અને કચરાનું રાજ જોવા મળે છે. શોપિંગ સેન્ટરના પગલે બાગ છે કે કેમ તે લોકોને ખ્યાલ આવતો નથી.

રજવાડા સમયમાં થયું હતું નિર્માણ : ભાવનગર શહેરની વચ્ચે આવેલા મહિલા બાગથી શહેરની 50 ટકા પ્રજા વાકેફ નહીં હોય કારણ કે મહિલાબાગની ફરતે દીવાલ નહીં બે માળનું શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલું છે. મહિલાબાગની ઉપેક્ષા નગરપાલિકાથી મહાનગરપાલિકા થવા છતાં કરવામાં આવી રહી છે. મહિલાઓના મત લઈને ચૂંટાઈ આવતા નેતાઓ પદ મળ્યા બાદ મહિલાબાગની સ્થિતિ સુધારવાનું જરા પણ યાદ કરતા નથી તેનું ઉદાહરણ મહિલાબાગ છે.

શહેર વચ્ચે મહિલાબાગથી અજાણ મહિલાઓ : ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોકમાં ગંગાજળિયા તળાવની સામે આવેલા બે માળના શોપિંગ સેન્ટરની પાછળ સૌથી મોટો મહિલાબાગ આવેલો છે. વર્ષો પહેલા મહિલા બાગના છેડે શોપિંગ સેન્ટર બનાવી નાખવામાં આવ્યું, જેને કારણે મહિલા બાગ છે કે કેમ તેની આજે લગભગ મોટાભાગની પ્રજાને જાણ નહીં હોય. આ મહિલાબાગની સ્થિતિ હાલમાં દયનીય છે. ગાર્ડન વિભાગના તૂટેલા ટ્રી ગાર્ડનો ભંગાર જોવા મળે છે, તો ખાતર જેવો કચરો મહિલા બાગમાં નાખવામાં આવેલો છે. બેસવા માટેની કોઈ વ્યવસ્થા નથી માત્ર મહિલા બાગ છે તે કહેવા પૂરતો છે.

બગીચાની હાલત પગલે શાસકોનો જવાબ : ભાવનગર મહાનગરપાલિકા પહેલા નગરપાલિકા હતી ત્યારે કોંગ્રેસનું શાસન હતું અને છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, ત્યારે આજ દિન સુધી આ છેલ્લા 50 વર્ષના મહિલા બાગમાં કોઈપણ પ્રકારનો વિકાસનું કામ હાથ ધરવામાં આવ્યું નથી.

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત મહિલા બાગ રાજાશાહી સમયના રાણી સાહેબની દેન છે. ત્યાં શિવન વર્ગ અને લાઇબ્રેરી ચાલતી હતી. પરંતુ કોરોના કાળમાં બંધ રહ્યા બાદ એ પણ બંધ થઈ છે અને મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મેં સ્થળ મુલાકાત દિવાળી સમયે કરી હતી અને ત્યારે ગાર્ડનના ટ્રી ગાર્ડને લઈને ટેન્ડરિંગ પ્રક્રિયા કરાવી તેના નિકાલની વ્યવસ્થા હાથ ધરી હતી. હાલમાં પણ મહિલાબાગને લઈને ડીપીઆર બનાવવા માટે આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મહિલા બાગનો વિકાસ કરવામાં આવશે અને જે ફરતું શોપિંગ સેન્ટર છે તેનું પણ નવીનીકરણ કરવામાં આવશે...રાજુભાઈ રાબડીયા ( સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન )

મહિલાબાગની સ્થાપના રજવાડા સમયમાં : શહેરની વચ્ચે અને તળાવના કાંઠે આવેલો મહિલા બાગ મહિલાઓના વિશ્રામ કરવા માટેનો છે. કારણ કે સામે જ મુખ્ય બજાર આવેલી છે કે જ્યાંથી ખરીદી કરીને મહિલાઓ અહીંયા આરામ કરી શકે છે. પરંતુ આ બાગની સ્થાપના અંગે પૂર્વ મેયર અને સામાજિક કાર્યકર રીનાબેન શાહે જણાવ્યું હતું કે અત્યારે જે આપણે ઊભા છીએ તે જગ્યા શહેરના સેન્ટરમાં આવેલી છે જેને મહિલા બાગ તરીકે ઓળખવામાં આવે છે.

વર્ષો પહેલા એટલે કે 200 વર્ષ પહેલાં રોયલ ફેમિલી દ્વારા કોઈ રુદાલી હોય કે ખુશીના પ્રસંગ હોય તેના માટે આવતી મહિલાઓને પગલે આ જગ્યા ફાળવવામાં આવી હતી. 1700 પાદરના ધણી હોવાને કારણે મહિલાઓ સારા મોળા પ્રસંગમાં હાજરી આપતી. જેના વિશ્રામ માટે આ જગ્યા ફાળવાઈ હતી અને ગુજરાતમાં એકમાત્ર એવું આ ધરોહર છે કે જે શહેરની વચ્ચે અને રાજવી પરિવારે આપેલું છે. ..રીનાબેન શાહ (પૂર્વ મેયર)

બાગમાં ઉંદરનું રાજ તો સમસ્યાઓનો ઢગલો : ભાવનગર મહિલા બાગને મુખ્ય બે દરવાજા છે. જો કે બજાર તરફનો એકમાત્ર દરવાજો ખુલ્લો રાખવામાં આવે છે જે શોપિંગ સેન્ટરોની વચ્ચે આવેલો છે. જ્યારે એક દરવાજો મોતીબાગ તરફ આવેલો છે. પરંતુ બજાર તરફના એકમાત્ર દરવાજા પાસે સિક્યુરિટી મહિલા ગાર્ડ બેસાડવામાં આવે છે. ત્યારે બગીચામાં આવતી મહિલાઓ પૈકી રસીલાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે બજારમાં પહેલા આવી અને પછી થાકી જાય તો બગીચામાં આવીએ પણ અહીંયા બગીચામાં બેસવાની જગ્યા નથી, બાંકડા તૂટેલી હાલતમાં છે. નીચે કઈ રીતે બેસવું કારણ કે ઉંદરડા આંટા મારે છે. સાફસફાઈ નથી. વિકાસ થવો જોઈએ કે જેથી લાગે બગીચો છે અને મહિલાઓ માટે બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ.

  1. ભાવનગરના એકમાત્ર મહિલાબાગનું જતનના બદલે પતન : મહાનગરપાલિકાએ કચરાની ડમ્પિંગ સાઇટ બનાવી નાખી
  2. શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને, લગ્નગાળો બન્યો કારણભૂત, જાણો શું ભાવ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.