ETV Bharat / state

વિશ્વના સૌથી જૂના જહાજ INS વિરાટની અલંગ તરફ અંતિમ સફર

author img

By

Published : Dec 18, 2019, 5:31 PM IST

ભાવનગરઃ ભારતીય નૌકાદળમાં 30 વર્ષ સુધી કાર્યરત રહી દેશની જળસીમાની રખેવાળી કરનાર વિશ્વના સૌથી જુના જહાજ એવા INS વિરાટ તેની અલંગ તરફની અંતિમ સફર ખેડશે. જહાજોના ગણાતા અલંગ ખાતે પ્લોટ નં. 81ના માલિક મુકેશ પટેલે આ શિપને સ્ક્રેપ કરવાની ઓનલાઈન હરાજીમાં રૂ. 26 કરોડમાં ખરીદી કરી છે. જે ટુક સમયમાં તેની અલંગ તરફની અંતિમ સફર માટે લાવવામાં આવશે.

વિશ્વના સૌથી જુના જહાજ INS વિરાટની અલંગ તરફ અંતિમ સફર
વિશ્વના સૌથી જુના જહાજ INS વિરાટની અલંગ તરફ અંતિમ સફર

ભારતીય નૌકાદળમાં વર્ષ 1987માં સામેલ થઇ અને 30 વર્ષ સુધી દેશની જળસીમાને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આઈએનએસ વિરાટ 30 વર્ષ સુધી કાર્યરત રહી. 23 જુલાઈ 2016ના રોજ તેની અંતિમ સફર આપમેળે ખેડી મુંબઈથી કોચી પહોચ્યું હતું. જ્યાં તેને ડીકમીશન્ડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 23થી 28મી ઓકટોબર 2016ના રોજ ફરી આ શીપને ટગથી ખેંચી કોચીથી મુંબઈ લાવવામાં આવ્યું હતું.

વિશ્વના સૌથી જુના જહાજ INS વિરાટની અલંગ તરફ અંતિમ સફર

તારીખ 6 માર્ચ 2017ના રોજ ભારતીય નૌકાદળમાંથી આ જહાજને સેવાનિવૃત કરવામાં આવ્યું હતું. આ જહાજને સ્ક્રેપ કરવાના સરકારના નિર્ણય બાદ તેની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી, જેમાં અલંગમાં પ્લોટનં. 81 (શ્રીરામ શીપીંગ)ના મુકેશ પટેલે 26 કરોડ રૂ.માં ખરીદ કર્યું છે. આ જહાજ જીએસટી, કસ્ટમ સહિતની તમામ સરકારી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટગ દ્વારા અલંગ તરફની અંતિમ સફર ખેડશે.

Intro:એપૃવલ : કલ્પેશ સર
ફોર્મેટ :એવી

ભારતીય નૌકાદળમાં ૩૦ વર્ષ સુધી કાર્યરત રહી દેશની જળસીમાની રખેવાળી કરનાર વિશ્વના સૌથી જુના જહાજ એવા આઈએનએસ વિરાટ તેની અલંગ તરફની અંતિમ સફર ખેડશે. જહાજોના કબ્રસ્તાન ગણાતા અલંગ ખાતે પ્લોટ નં. ૮૧ ના માલિક મુકેશ પટેલે આ શિપને સ્ક્રેપ કરવાની ઓનલાઈન હરાજીમાં રૂ. ૨૬ કરોડ માં ખરીદી કરી છે. જે ટુક સમયમાં તેની અલંગ તરફની અંતિમ સફર માટે લાવવામાં આવશે.Body:ભારતીય નૌકાદળમાં વર્ષ ૧૯૮૭ માં સામીલ થઇ અને ૩૦ વર્ષ સુધી દેશની જળસીમાને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આઈએનએસ વિરાટ ૩૦ વર્ષ સુધી કાર્યરત રહી ૨૩ જુલાઈ ૨૦૧૬ ના રોજ તેની અંતિમ સફર આપમેળે ખેડી મુંબઈથી કોચી પહોચ્યું હતું.જ્યાં તેને ડીકમીશન્ડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ૨૩થી ૨૮મી ઓકટોબર ૨૦૧૬ ના રોજ ફરી આ શીપ ને ટગ થી ખેંચી કોચી થી મુંબઈ લાવવામાં આવ્યું હતું.૬ માર્ચ ૨૦૧૭ ના રોજ ભારતીય નૌકાદળ માંથી આ જહાજ ને સેવા નિવૃત કરવામાં આવ્યું હતું. આ જહાજ ને સ્ક્રેપ કરવાના સરકાર ના નિર્ણય બાદ તેની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી જેમાં અલંગમાં પ્લોટ નં. ૮૧ (શ્રીરામ શીપીંગ) ના મુકેશ પટેલે ૨૬ કરોડ રૂ. માં ખરીદ કર્યું છે. આ જહાજ જીએસટી, કસ્ટમ સહિતની તમામ સરકારી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટગ દ્વારા અલંગ તરફ ની અંતિમ સફર ખેડશે.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.