ETV Bharat / state

સિહોરમાં દંપતીએ સજોડે ઝાડ પર લટકી કર્યો આપઘાત, 3 સંતાનો બન્યા અનાથ

author img

By

Published : Nov 25, 2020, 2:16 PM IST

સિહોર નજીકના આંબલા ગામના અને જેલમાં સજા ભોગવી પેરોલ પર છુટેલા એક કેદીએ તેની પત્ની સાથે ગામથી દૂર ડુંગરાળ વિસ્તારમાં ઝાડ પર સાડી વડે લટકી જઈ આપઘાત કર્યો છે.

Bhavnagar
Bhavnagar

  • જેલની સજા ભોગવતા અને પેરોલ પર રહેલા કેદીએ તેની પત્ની સાથે કર્યો આપઘાત
  • વહેલી સવારે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ પર લટકી કર્યો આપઘાત
  • પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે મોકલ્યા
  • આપઘાત પાછળનું કારણ હજી અકબંધ

ભાવનગરઃ સિહોર નજીકના આંબલા ગામના અને જેલમાં સજા ભોગવી પેરોલ પર છુટેલા એક કેદીએ તેની પત્ની સાથે ગામથી દૂર ડુંગરાળ વિસ્તારમાં ઝાડ પર સાડી વડે લટકી જઈ આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

સિહોરમાં દંપતીને સજોડે ઝાડ પર લટકી કર્યો આપઘાત

દંપતીએ ઝાડ પર લટકી કર્યો આપઘાત

સિહોર નજીકના આંબલા ગામના ચકુભાઈ રામજીભાઈ વાઘેલા નામનો વ્યક્તિ, જે કોઈ ગુનામાં જેલની સજા કાપી રહ્યો હતો અને જે પેરોલ પર બહાર હતો. આ દરમિયાન તે, તેની પત્ની ભાવુ સાથે ઘરની બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ ડુંગરાળ વિસ્તારમાં જઈ એક ઝાડ પર સાડી વડે ગળાફાંસો ખાઈ બંનેએ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ તેના પરિવારજનો અને અન્ય લોકોને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સોનગઢ પોલીસને જાણ કરી હતી.

ત્રણ સંતાનોની ચિંતા કર્યા વગર આણ્યો જીવનનો અંત

પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અંગે પોલસી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવમાં આપઘાત કરવા અંગેનું કોઈ કારણ હજુ બહાર નથી આવ્યું. નોંધનીય છે કે, આ દંપતીને ત્રણ સંતાનો પણ છે, જેની ચિંતા કર્યા વગર બંનેએ પોતાના જીવનનો અંત આણી દીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.