ETV Bharat / state

ગારીયાધારમાં યોગીએ સભા ગજવી, કોંગ્રેસ પર પ્રહાર બાદ લપસી જીભ

author img

By

Published : Nov 28, 2022, 5:17 PM IST

ભાવનગરની બેઠકો ફતેહ કરવા ભાજપ જોરદાર જોર લગાવી રહ્યું છે. ત્યારે ભાવનગરના ગારીયાધારમાં UP ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સભા (Yogi Adityanath visits Bhavnagar) ગજવી હતી. યોગીએ કોંગ્રેસ અને આદ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. પરતું (Yogi Adityanath sabha at Gariyadhar) યોગી આદિત્યનાથની સભા સમય પર જીભ લપસી ગઈ હતી. (Gujarat Assembly Election 2022)

ગારીયાધારમાં યોગીએ સભા ગજવી, કોંગ્રેસ પર પ્રહાર બાદ લપસી જીભ
ગારીયાધારમાં યોગીએ સભા ગજવી, કોંગ્રેસ પર પ્રહાર બાદ લપસી જીભ

ભાવનગર : ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર 26 તારીખના રોજ અમિત શાહ, યોગી આદિત્યનાથ અને કેજરીવાલ જેવા નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા. ત્યારે ગારિયાધાર બેઠક ઉપર યોગી આદિત્યનાથની જાહેર સભાનું (Yogi Adityanath sabha at Gariyadhar) પાલીતાણા રોડ પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. (Yogi Adityanath visits Bhavnagar)

ગારીયાધારમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાને સભા ગજવી

યોગીના મુદ્દાઓ ગારીયાધારમાં 6 વખત જીતેલા અને 7મી વખત લડતા કેશુ નાકરાણીના સમર્થનમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી અદિત્યનાથની સભા યોજાઈ હતી. કાશ્મીર રાગ, 370 કલમ, રામ મંદિર મુદ્દાઓ અગ્રેસર રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા. યોગીને ઉત્તરપ્રદેશની ચૂંટણી સમજી આમ આદમી પાર્ટીની જગ્યાએ કોઈ બીજી પાર્ટીનું નામ લેવાઈ ગયું હતું. (Gariyadhar assembly seat)

યોગી આદિત્યનાથના પ્રહાર ભાવનગરની ગારીયાધાર 101 વિધાનસભા બેઠક ઉપર કેશુ નાકરાણીના સમર્થનમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની જંગી જાહેરસભાનું આયોજન કરાયું હતું. યોગી આદિત્યનાથે કોંગ્રેસને આડેહાથે લઈને પ્રહાર કર્યા બાદ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના ગુણગાન ગાયા હતા. આ ઉપરાંત 2024માં રામ મંદિર તૈયાર હશે તેવો હુંકાર ભર્યો હતો. (Yogi Adityanath attacks Congress)

યોગીનો કોંગ્રેસ પર પ્રહારમાં રાષ્ટ્રરાગ ભાજપના ઉમેદવાર કેશુ નાકરાણીના સમર્થનમાં યોજાયેલી સભામાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાશ્મીર રાગ, આતંકવાદી હુમલાઓ અને રામ મંદિર મુદ્દાને સાંકળીને કોંગ્રેસ સામે પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીને પણ આડેહાથ લેતા કહ્યું હતું કે, તેને દેશની સુરક્ષાની કોઈ ચિંતા નથી. તેઓ સત્તાના ભોગી છે. જોકે યોગી આમ આદમી પાર્ટીનું નામ લેતા સમયે ભૂલમાં સમાજવાદી પાર્ટી જીભે આવી ગઈ હતી. પરંતુ બાદમાં આમ આદમી પાર્ટીનું ઉચ્ચારણ કર્યું હતું. આ જંગી સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.