ETV Bharat / state

Bhavnagar News: વર્લ્ડ કપને લઈને ભારતની ટીમમાં રમી ચૂકેલા ચેતન સાકરીયા સાથે ETV Bharat ની ખાસ વાતચીત

author img

By

Published : Jul 18, 2023, 7:46 PM IST

વર્લ્ડકપ આગામી ઓક્ટોમ્બર માસમાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારતની ટીમ તેમજ ક્રિકેટને લઈને ETV BHARATએ બોલર ચેતન સાકરીયા સાથે ખાસ વાતચીત કરી હતી. ચેતન સાકરીયા વર્લ્ડકપ મામલે પોતાના મતો ETV BHARAT સમક્ષ રજુ કર્યા હતા. હાલ તેઓ IPLમાં રમી રહ્યા છે.

etv-bharats-special-interview-with-chetan-sakaria-who-has-played-in-the-indian-team-regarding-the-world-cup
etv-bharats-special-interview-with-chetan-sakaria-who-has-played-in-the-indian-team-regarding-the-world-cup

ચેતન સાકરીયા સાથે ETV Bharat ની ખાસ વાતચીત

ભાવનગર: ક્રિકેટ વર્લ્ડ કપ ભારતના આંગણે રામાવવાનો છે ત્યારે ક્રિકેટપ્રેમીઓ રોજના દિવસો ગણી ગણીને વિતાવી રહ્યા છે. ભાવનગરના નવયુવાન ખેલાડી ચેતન સાકરીયા સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. ભારતની ટીમમાં રમી ચૂકેલા ચેતન સાકરીયા વર્લ્ડ કપને પગલે શું દ્રષ્ટિકોણ રાખી રહ્યા છે તેમજ દેશવાસીઓ માટે તેનો સંદેશો શું છે તે જાણવાની કોશિશ કરી હતી.

ભાવનગરનો ત્રીજો ખેલાડી: ભાવનગર શહેરમાં વર્ષોથી ક્રિકેટપ્રેમીઓ અને ખેલાડીઓ રહેલા છે. ભાવનગર શહેરે પ્રથમ દેશની ક્રિકેટ ટીમને અશોક પટેલ, શેલ્ડન જેક્શન અને હવે ચેતન સાકરીયા જેવો ખેલાડી આપ્યો છે. ભાવનગરના ચેતન સાકરીયાને પ્રથમ રાજસ્થાન રોયલ ટીમમાં સ્થાન મળ્યું હતું ત્યારે તેને પોતાની કળા અને આવડતને દેશ સમક્ષ મૂકી હતી. તેઓ બીજા વર્ષે દિલ્હી કેપિટલ સ્ટીમમાં પસંદગી પામ્યા હતા અને તેને ફરી પોતાની બોલિંગ મારફત પોતાનું પર્ફોમન્સ રજૂ કર્યું હતું. જોકે તે ભારતની ટીમમાં પણ શ્રીલંકા સામેની એક મેચમાં રમી ચૂક્યા છે. આવનાર વર્લ્ડકપને લઈને ETV ભારતએ તેમની સાથે વાતચીત કરી હતી.

પ્રશ્ન : વર્લ્ડ કપને લઈને ભારતની ટીમ પ્રત્યે તમારો મત શું છે?

જવાબ : સૌપ્રથમ એવું લાગે છે કે વર્લ્ડ કપ ભારતના આંગણે રમાવવાનો છે જેનો એડવાન્ટેજ એ રહેશે કે બહારથી આવતી ટીમો અંડર પ્રેશર રહેશે. આપણી ટીમને સ્થાનિક નાગરિકોનું સપોર્ટ મળવાનો છે. ટીમમાં બેટિંગને લઈને ઘણી જ ઊંડાઈ રહેલી છે. તમે જુઓ તો છ નંબર અને સાત નંબર ઉપર હાર્દિક પંડ્યા બાદમાં રવિન્દ્ર જાડેજા આવે છે. આમ આપણી બેટિંગ લાઇન ખૂબ ઊંડી છે. બોલીંગ બાબતે વાત કરવામાં આવે તો થોડા જે અનુભવી બોલેરો છે.તે ફિટ નથી પરંતુ જો તે ફિટ થઈ જશે અને વર્લ્ડ કપમાં રમશે તો આપણે વર્લ્ડ કપ જીતવાની શક્યતાઓ વધી જાય છે.

પ્રશ્ન : ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ હાલમાં રમાય છે ત્યારે વર્લ્ડકપને લઈને ભારતની ટીમમાં કેવા બોલરની શોધમાં છે?

જવાબ : અત્યારે મને લાગે છે કે અલગ અલગ પરિસ્થિતિમાં બોલેરોની જરૂરિયાત હોય છે. નવા બોલની તેમજ ડેથફોર જેવી અલગ અલગ બોલિંગ સમયે બધા જ પ્રકારની બોલિંગ કરી શકે તેવા બોલરોને વધારે જરૂરિયાત હોય છે.

પ્રશ્ન : વર્લ્ડ કપને લઈને દેશવાસીઓને સંદેશો?

જવાબ : વર્લ્ડ કપને લઈને એક જ મેસેજ મારો ભારતની જનતાને છે કે ટીમ ગમે તે પરિસ્થિતિમાં હોય ત્યારે આપણે તેમની સાથે જોડાઈને રહેવું જોઈશે અને સૌ કોઈ ટીમની સાથે રહે.

  1. Wheelchair Cricketer Manish Patel : મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા વ્યક્તિની સંઘર્ષકથા, ETV Bharat નો ખાસ અહેવાલ
  2. Gir Somnath News : બહેરા અને મૂંગા ખેલાડીઓએ ક્યાં લગાવ્યાં ચોક્કા અને સિકસરો, ખૂબ અનોખી ક્રિકેટ મેચ વિશે જાણો

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.