ETV Bharat / state

Bhavnagar Marketing Yard Election: ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી: ભાજપ-કોંગ્રેસની સરખી ટક્કર પણ જીત કોની ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 7:41 AM IST

ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી આડેનું ગ્રહણ દૂર થતાં મતદાન અને બાદમાં મતગણતરી થવા પામી છે. સત્તા વગરના યાર્ડમાં આવક-જાવક વચ્ચે વહીવટી તંત્રએ ફાયદો તો જરૂર કર્યો પણ વિકાસ નહિ. ત્યારે 10 વર્ષ પછી ખેડૂત પેનલની ચૂંટણીમાં ત્રાજવું સરખું રહેવા પામ્યું છે. કોંગ્રેસ બસ વ્યાપારી પેનલમાં કાચી રહી છે. ત્રણ વર્ષમાં યાર્ડને કેટલો થયો નફો અને જાણો ચૂંટણીનું પરિણામ...

ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની સરખી ટક્કર

ભાવનગર: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક દાયકા પહેલા ચૂંટણી થઈ હતી, ત્યારબાદ હવે ફરી ચૂંટણી થવા પામી છે. સરકાર દ્વારા ચેરમેનની નિયુક્તિ વચ્ચેના સમયમાં કરી દીધી હતી. પરંતુ હવે ધોરણસર નવી ચૂંટણી થતાં સત્તા તો ભાજપની રહેવા પામી છે. ખેડૂત પેનલની થયેલી ચૂંટણીમાં 50-50નો માહોલ જોવા મળ્યો છે. જો કે વ્યાપારી પેનલમાં ચાર બેઠક ભાજપ પાસે બિનહરીફ હોવાને પગલે સત્તા તો તેની જ રહેવા પામી છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં યાર્ડની આવક-જાવક અને વિકાસને લઈને સ્થિતિ શું છે તે પણ આપણે સમજીએ.

ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી

મતદાન અને મતગણતરી વચ્ચે ઉમેદવારો કેટલા: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક દાયકા બાદ ધોરણસર મતદાનની પ્રક્રિયા થઈ અને મત ગણતરી પણ થઈ છે. ત્યારે માર્કેટિંગ યાર્ડની વ્યાપારીની ચાર બેઠક બિનહરીફ ભાજપ પાસે છે. તેવામાં ખેડૂત પેનલની 10 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. ડી.એલ.જાની ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, કુલ ખેડૂત વિભાગ એકનું ઇલેક્શન હતું. એમાં કુલ 23 ઉમેદવારો હતા જેમાં 786 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં 753 પૂરુષ અને 33 સ્ત્રી હતી. આજે બીજા દિવસે કાઉન્ટિંગ થતા 75 મત રદ થયા હતા અને 711 વોટનું કાઉન્ટિંગ થયું હતું. 23 ઉમેદવારમાંથી 10ને જીતેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ક્રમ 3 થી લઈને 12 સુધીનાને વિજેતા જાહેર કર્યા છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી

ભાજપ-કોંગ્રેસે લગાવ્યું જોર: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલમાં 10 બેઠક માટે કુલ 23 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં મતગણતરી થતા પાંચ ભાજપના વિચારધારાવાળા અને પાંચ કોંગ્રેસના વિચારધારા વાળા લોકોની જીત થઈ હતી. જીત પામેલામાં ભાજપના પાંચ ઉમેદવારોને જોઈએ તો ગોહિલ દિગ્વિજયસિંહ પરબતસિંહને 390 મત, ગોહિલ સંજયસિંહ સુખદેવસિંહને 382 મત, ગોહિલ રઘુવીર સિંહ સુરુભાને 363 મત, જાજડિયા રણછોડભાઈ વાલજીભાઈને 337 મત અને જાંબુચા નોંધાભાઈ ભીખાભાઈને 322 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ વિચારધારાવાળા જાજડિયા ભીખાભાઈ ડાયાભાઈને 383 મત, ગોહિલ સુરજીતસિંહ મહાવીરસિંહને 381 મત, ગોહિલ વિરમદેવસિંહ રઘુભાને 364 મત,ગોહિલ સહદેવસિંહ દાદભાને 344 મત અને ગોહિલ ધર્મેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહને 334 મત મળવા પામ્યા હતા. આમ જીતનું ત્રાજવું સમાન રહ્યું હતું.

ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી

યાર્ડના વિકાસ અને ઉણપ વચ્ચે જીતેલા ઉમેદવારો: ભાવનગર માર્કેટિંગ યાર્ડના એક દાયકા થી શાસન અધિકારીઓ દ્વારા અને કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતું હતું. ત્યારે હવે ચૂંટાયેલી પાંખ આવ્યા બાદ શાસન જીતેલા ઉમેદવારો થકી થવાનું છે. ત્યારે ભાજપની વિચારધારા વાળા ગોહિલ દિગ્વિજયસિંહ પરબતસિંહએ જણાવ્યું હતું કે, ખરેખર તો દસ વર્ષથી અધિકારી કર્મચારી દ્વારા શાસન ચાલી રહ્યું હતું. સારો પ્રયત્ન કર્યો છે પણ અન્ય યાર્ડની જેમ વિકાસ થયો નથી. યાર્ડમાં પાણીનો અભાવ છે, શૌચાલયની અવ્યવસ્થા અને સાવ સફાઈનો પ્રશ્ન છે. ખેડૂતની જણસી છે તેને બહાર રાખી વ્યવસ્થા કરવી પડે છે તેમાં પણ ચોરીના બનાવો બને છે તો આ માટે અને જણસીના સારા ભાવ મળે તેવા અમારા પ્રયત્નો રહેશે. જ્યારે કોંગ્રેસની વિચારધારા વાળા ભીખાભાઈ ઝાઝડીયાએ જણાવ્યું હતું કે સરકારે 2013 માં ચૂંટણી કરી બાદમાં 10 વર્ષ ચૂંટણી કરી નથી. સરકારે સત્તાના જોરે 2017માં નિયુક્તિ બોડી મૂકી પણ ચાલી નહીં. પછી વહીવટ દારે શાસન ચલાવ્યું તેમાં સ્થિતિ યાર્ડની કથળી ગઈ છે. અમારે પાંચ અને તેમને પાંચ મળ્યા છે. અમે ખેડૂતોના પ્રશ્નને પગલે કામ કરતા રહીશું. જો કે ચૂંટાયેલા સામેવાળાની બોડીના લોકોને અનુભવ નથી.

ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી

યાર્ડમાં છેલ્લા બે વર્ષમાં આવક અને જાવક વચ્ચે સ્થિતિ: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળી પલળી જવી કે કપાસ માવઠા કે ચોમાસામાં ભીંજાય જવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો હતો. પરંતુ હવે ચૂંટાયેલી બોડી સત્તામાં આવનાર છે પરંતુ બિન રાજકીય રીતે જોવા જઈએ તો માર્કેટિંગ યાર્ડનું આવક-જાવકનું માળખું કંઈક આ પ્રમાણે છે.

વર્ષ 2021-22 માં આવક રૂ. 3,72,23,916.00 સામે જાવક રૂ. 2,96,71,746.74 છે. આમ સીધી બચત રૂ. 75,52,169.26 છે.

વર્ષ 2022-23માં આવક રૂ. 3,92,97,256.50 જ્યારે જાવક રૂ.3,16,79,484.90 છે, આમ બચતમાં વધારો રૂ. 76,17,771.60 છે.

માર્કેટિંગ યાર્ડના વહીવટી તંત્ર પાસે 2021-22 વર્ષ પહેલાની આવક-જાવકનો હિસાબ પલબ્ધ નહિ હોવાથી આગળના વર્ષોનો હિસાબ મળવા પાત્ર થયો નથી. પરંતુ બિનરાજકીય રીતે આવક સામે જાવક ઓછી જોવા મળી છે. પરંતુ યાર્ડનો વિકાસ જોઈએ તેવો થયો નથી એ સ્પષ્ટ છે.

  1. Bhavnagar News : 12 વર્ષની ઉંમરે રામકથાથી પ્રારંભ, દ્રષ્ટિ નથી પણ બધા પુરાણ કંઠસ્થ છે એવા કૃણાલભાઈ જોશી
  2. Bhavnagar News: અયોધ્યા સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યા 2 યુવકો, 21 ગીયર્સવાળી હાઈબ્રીડ સાયકલનો ઉપયોગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.