ETV Bharat / state

Bhavnagar News: અયોધ્યા સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યા 2 યુવકો, 21 ગીયર્સવાળી હાઈબ્રીડ સાયકલનો ઉપયોગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 9, 2024, 5:16 PM IST

ભાવનગર શહેરના 2 યુવકો નિમેષ અને જૈમિતે 1500 કિમી દૂર અયોધ્યા સુધીની સાયકલ યાત્રા શરુ કરી. આ બંને યુવકો 11 દિવસ બાદ અયોધ્યા પહોંચશે. તેમણે આ યાત્રા 21 ગીયર્સવાળી હાઈબ્રીડ સાયકલ પર શરુ કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Bhavnagar 2 Young Men Hybrid Cycle 21 Gears 11 Days 1500 Km

અયોધ્યા સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યા 2 યુવકો
અયોધ્યા સુધીની સાયકલ યાત્રાએ નીકળ્યા 2 યુવકો

1500 કિમી અંતર સાયકલ પર કાપીને 11 દિવસે અયોધ્યા પહોંચશે

ભાવનગરઃ શહેરના બે યુવાનો સાયકલ પર અયોધ્યા જવા નીકળ્યા. આ બંને યુવાનો નિમેષ જીવરાણી અને જૈમિત ત્રિવેદીએ 21 ગીયર્સ વાળી હાયબ્રીડ સાયકલ લઈને પ્રવાસે નીકળ્યા છે. તેમણે અયોધ્યા જવા માટે ત્યારે ભાવનગર શહેરના નિલમબાગ સર્કલથી સાયકલ યાત્રા શરુ કરી. નિમેષ જીવરાણી ભાવનગરના એક ફેસમ સાયકલિસ્ટ છે. તેમણે અગાઉ લીમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું છે.

11 દિવસની સાયકલ યાત્રાઃ ભાવનગર શહેરમાં કપડાંની દુકાન ધરાવતા નિમેષ જીવરાણી અને અમદાવાદ નોકરી કરતા જૈમિત ત્રિવેદી અયોધ્યા જવા સાયકલ પર રવાના થયા છે. ભાવનગર નીલમબાગથી તેમની સાયકલ યાત્રાનો પ્રારંભ થયો છે. તેમને મસ્તરામ બાપાના શરણમાં મસ્તક નમાવી અયોધ્યાની સફરની શરૂઆત કરી છે. 11 દિવસની સાયકલ યાત્રા બાદ તેઓ અયોધ્યા પહોંચશે.

21 ગીયર્સવાળી હાઈબ્રીડ સાયકલનો ઉપયોગ
21 ગીયર્સવાળી હાઈબ્રીડ સાયકલનો ઉપયોગ

1500 કિમી યાત્રા અને હોલ્ટના સ્થળોઃ 9મી જાન્યુઆરીએ સાયકલ યાત્રાએ નીકળેલા બંને યુવકો સાયકલ પર 1500 કિમી અંતર કાપીને અયોધ્યા પહોંચશે. 11 દિવસની આ સાયકલ યાત્રામાં તેઓ તારાપુર, દાહોદ, ઉજ્જૈન, ઉરઈ, શિવપુરી, ઝાંસી, કાનપુર અને લખનૌમાં હોલ્ટ કરતા કરતા તા. 20મી જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. આ બંને યુવકો રોજના 150 કિમી અંતર કાપશે તેમજ તેઓ 20થી 25 કિમીની ઝડપે સાયકલિંગ કરશે. તેમની સાયકલ હાયબ્રીડ છે જેમાં 21 ગીયર્સ, કેરિયર અને એલ્યુમિનિયમ બોડી છે. આ પ્રકારની સાયકલ યાત્રામાં આવી સાયકલ બહુ કારગત સાબિત થાય છે.

નિમેષ જીવરાણીની અગાઉની સાયકલ યાત્રાઓઃ નિમેષ જીવરાણી ભાવનગરના ફેમસ સાયકલિસ્ટ છે. તેઓ અગાઉ પણ લોંગ રૂટની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે. જેમાં 1998માં ભાવનગરથી આખુ રાજસ્થાન, 2006માં ભાવનગરથી કન્યાકુમારી, 2015માં અરુણાચલના તેજુથી કચ્છના કોટેશ્વર(પૂર્વથી પશ્ચિમ ભારત), 2018માં જમ્મુથી કન્યાકુમારી(ઉત્તરથી દક્ષિણ ભારત) વગેરેનો સમાવેશ થાય છે. 2018માં તેમણે કરેલ સાયકલ યાત્રા બદલ તેમને લીમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

મને સાયકલિંગનો શોખ છે તેથી મેં જ્યારથી રામ મંદિર ઉદ્દઘાટનની તારીખ જાહેર થઈ ત્યારથી જ ભાવનગરથી અયોધ્યા સાયકલ પર જવાનું નક્કી કર્યુ હતું. અમે તારાપુર, દાહોદ, ઉજ્જૈન, ઉરઈ વગેરે સ્થળોએ હોલ્ટ કરતા કરતા 11 દિવસમાં પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ અયોધ્યા પહોંચી જઈશું...નિમેષ જીવરાણી(ફેમસ સાયકલિસ્ટ, ભાવનગર)

હું અગાઉ નિમેષભાઈ સાથે સાયકલ યાત્રામાં જોડાયો હતો. જો કે તેમાં મેં સમગ્ર યાત્રા બાઈક પર કરી હતી. ત્યારથી જ મને એકવાર સાયકલ પર યાત્રા કરવાની ઈચ્છા હતી. અમે બંને અયોધ્યા સુધીની સાયકલ યાત્રા 21 ગીયર્સ વાળી હાયબ્રીડ સાયકલ પર કરવાના છીએ. શિયાળો છે તેથી અમે સાયકલ યાત્રા દરમિયાન એકસરસાઈઝ પણ કરતા જઈશું...જૈમિત ત્રિવેદી(સાયકલિસ્ટ, ભાવનગર)

  1. Ayodhya Ram Mandir : રામના નામે રંગાયું કાશીનું બજાર, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂરજોશમાં તૈયારી
  2. Ayodhya Ram Temple: વિશ્વના 7 ખંડોના 155 દેશોના જળથી અયોધ્યામાં રામ મંદિરના નવનિર્મિત સંકુલનો અભિષેક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.