ETV Bharat / state

શક્તિ વંદના: કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ દાવ પર મુકી સમાજસેવા કરનાર ડો.માધવી પટેલની ETV BHARAT સાથે વાતચીત...

author img

By

Published : Oct 12, 2021, 6:52 PM IST

શક્તિ વંદના: કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ દાવ પર મુકી સમાજસેવા કરનાર ડો.માધવી પટેલની ETV BHARAT સાથે વાતચીત...
શક્તિ વંદના: કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ દાવ પર મુકી સમાજસેવા કરનાર ડો.માધવી પટેલની ETV BHARAT સાથે વાતચીત...

એક સ્ત્રી સમાજમાં કેવી રીતે પરિવાર અને સમાજને સાચવીને ચાલવામાં સફળ રહે છે, તેવા અનેક દાખલાઓ સમાજમા છે. આજે આપણે ભાવનગરના એવાંજ એક મહિલાના સમાજ સેવા વિશે જાણીશું. તેમણે કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ દાવ પર મુકી વિશેષ સેવાઓ આપી છે.

  • કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ દાવ પર મુકી વિશેષ સેવાઓ આપી
  • જાહેર રજા અને રવિવાવરની રજા લીધા વગર રાતદિવસ કામ કર્યું
  • મેડિકલ ઓફિસર અને બાયોલોજીસ્ટ તરીકે પાંચ વર્ષ સુધી સેવા આપી

ભાવનગર : ભાવનગરના ડો.માધવીબેન પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર અને બાયોલોજીસ્ટ તરીકે પાંચ વર્ષ તેમજ જિલ્લા પંચાયતમાં પણ સેવા આપી છે. તબીબ તરીકેની સેવામાં પરિવારનો સહકાર હોઈ તોજ શક્ય બને છે. કોરોના કાળમાં ડર હતો કે કોરોના થશે તો? અને પરિવારમાં આવશે તો? છતાં ડર વગર જાહેર રજા અને રવિવાવરની રજા લીધા વગર રાતદિવસ કામ કર્યું હતું.

પ્રશ્ન - કોરોનાકાળ હાલ તો ગયો પરંતુ તબીબી ક્ષેત્રમાં આવ્યા ત્યારથી આજદીન સુધી એક સ્ત્રી અને તબીબ તરીકે સમાજ પ્રત્યે શુ સેવા કરી ?

જવાબ : ભાવનગર કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર અને બાયોલોજીસ્ટ તરીકે પાંચ વર્ષ સુધી સેવા કરી હતી. પાંચ વર્ષ જિલ્લા પંચાયતમાં પણ સેવા આપી હતી. જેમાં સેવા અને મેવા બંને મળે છે. 2012માં જ્યારે ડેંગ્યુનું એપેડેમીક ખૂબ વધ્યું હતું, ત્યારે સમગ્ર ગુજરાતમાં અમે વધારે કેસ બતાવીને તેના રિપોર્ટ કરતા અને વધુ ડેન્ગ્યુના કેસ શોધીને તેનો નિકાલ કરવામાં અને ડેથ રેસ્યો ઘટાડવામાં સફળતા મેળવી હતી. જેથી રાજ્યના આરોગ્ય વિભાગે એપ્રિસીએન્ટ ભાવનગર કોર્પોરેશનને આપ્યું હતું. આ સિવાય મચ્છરદાની વિતરણ મહાનગરપાલિકાએ કરતા તેમાં પણ સારી કામગીરી બદલ રાજ્યના આરોગ્ય વિભાગે એપ્રિસીએન્ટ મહાનગરપાલિકાને આપ્યું હતું.

શક્તિ વંદના: સમાજમાં પરિવારના સહયોગ વગર મહિલા માટે સમાજ સેવા કરવી શક્ય નથી : ડો.માધવીબેન પટેલ

ઘોઘા તાલુકામાં જિલ્લા પંચાયત હેઠળ કામગીરીમાં હતા, ત્યારે મોબાઈલ યુનિટ સંભાળતા હતા અને વાડી વિસ્તારમાં જતા તે સમયમાં ગરીબપરા ગામ વિસ્તારમાં હતા. ત્યારે એક દર્દીને HIGH BP અને CHEST PAIN થતા પ્રાથમિક સારવાર આપી અમારી પંચાયતની મોબાઈલ યુનિટ વાનથી તણસા PHCમાં લઈ ગયા, અને ત્યાંથી સર.ટી.હોસ્પિટલમાં 108 મારફત પહોચાડતા દર્દીનો બચાવ થયો હતો. બીજા કિસ્સામાં ઘોઘારોડ પાસે આવતા અકસ્માત થયો હતો જેમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર પ્રાથમિક આપી સર.ટી.હોસ્પિટલ સમયસર પહોંચાડતા જીવ બચાવી શકાયો હતો. એટલે તબીબ તરીકે સેવામાં પરિવારનો અને પતિનો સહકાર હોઈ તોજ શક્ય બને છે. અમને કોરોના કાળમાં ડર હતો કે અમને કોરોના થશે તો?, અને પરિવારમાં આવશે તો? છતાં ડર વગર જાહેર રજા અને રવિવાવરની રજા લીધા વગર અમે રાતદિવસ કામ કર્યું છે.

પ્રશ્ન - તમે સમાજ પ્રત્યે ઋણ અદા કર્યું છે, આગળ કેવી સેવા કરશો?

જવાબ - મારુ પોતાનું હાલ ક્લિનિક કાળિયાબીડમાં પંચકર્મ ક્લિનિક છે. જેમાં હું દર પુષ્ય નક્ષત્રમાં સુવર્ણપ્રાશના ટીપાં બાળકોને ફ્રીમાં આપું છું. અને એક દિવસમાં 100 થી વધુ બાળકો ટીપાં લે છે. એ સાથે કોરોનાકાળમાં Vaccinationનાં વારંવાર કેમ્પ કર્યા છે, જેમાં 300 થી 500 લોકોએ Vaccination કરાવ્યું છે. અમે જ્યારે RTPCR અને REPID ટેસ્ટ કરતા હતા ત્યારે અમને ડર રહેતો કે, અમને કે પરિવારને ક્યાંક કોરોના થશે તો શું? પણ ડર વગર રાત દિવસ દિલથી સેવા કરી છે ,પરિવારના સ્પોર્ટથી કરતા આવ્યા છીએ અને કરશું.

આ પણ વાંચો : દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ, હથિયારો અને ગ્રેનેડ જપ્ત

આ પણ વાંચો : શોપિયાં એન્કાઉન્ટર: LeT (TRF)ના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, હથિયાર પકડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.