"ભાવનગરમાં ગુણવત્તાભરી સફાઈ નથી થતી" અધિકારીના નિવેદનથી રોષ

author img

By

Published : Jan 10, 2023, 8:24 PM IST

"ભાવનગરમાં ગુણવત્તાભરી સફાઈ નથી થતી" અધિકારીના નિવેદનથી રોષ

ભાવનગર શહેરમાં સફાઈ (Cleaning in Bhavnagar )ને લઈને સફાઈ કામદાર સંઘ અને ભાવનગર કમિશનર (Bhavnagar Commissioner ) આમને સામને થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને લઈ સફાઈ કામદાર સંઘે (Bhavnagar Safai Kamdar Sangh )મકરસંક્રાંતિ સુધીનો સમય આપી આંદોલનની ચીમકી (Threat to Agitation )ઉચ્ચારી છે. ત્યારે કમિશનરે શું કહ્યું જાણો.

સમગ્ર મામલો ગરમાયો છે અને એકબીજાની સામે ટણીએ ચડ્યો છે

ભાવનગર ભાવનગર શહેરમાં વિકાસના નામે 27 વર્ષ પહેલાં શાસનમાં આવેલું ભાજપ આજે એક સફાઈના મુદ્દે (Cleaning in Bhavnagar )ભાવનગર કમિશનર (Bhavnagar Commissioner ) ના જવાબથી સવાલોના ઘેરામાં જરૂર આવી ગયું છે. ભાવનગરમાં 27 વર્ષના ભાજપના શાસનના અંતે કમિશનરે સીધું કહી દીધું કે શહેરમાં સફાઈ ગુણવત્તાભરી નથી થતી. જો કે જે સફાઈ થાય છે તેમા કોઈએ સુધારો જોયો નથી. સુધારો કરવા નીકળેલા કમિશનર સામે શાસકો એક તરફ છે અને ભાવનગર સફાઈ કામદાર સંઘે (Bhavnagar Safai Kamdar Sangh )આંદોલનની ચીમકી (Threat to Agitation )ઉચ્ચારી બાંયો ચડાવી છે. ETV BHARATને સ્પષ્ટ કમિશનરે કહ્યું ગુણવત્તાવાળી સફાઈ થતી નથી. જો કે મહાનગરપાલિકામાં વિભાગો પર દબાણ આવે એટલે ભૂતકાળમાં કમિશનરની બદલીઓ થઈ છે ત્યારે હાલમાં નવા કમિશનરની કડકાઈ બદલી કરાવશે કે બદલશે ભાવનગર ?

સફાઈને લઈને કમિશનરનો રાઉન્ડ શરૂ થતાં ડખ્ખો ભાવનગર શહેરમાં છેલ્લા દસ દિવસથી કમિશનરે સફાઈને લઈને રાઉન્ડ શરૂ કર્યા છે. શહેરમાં થતી સફાઈને પગલે કમિશનરે દરેક કામદારોને તેના વિસ્તારમાં વધારો કરી દીધો છે. દરેક વિસ્તારમાં વધારો કરવાની સાથે જ તે સફાઈ કામદાર સંઘ રોષે ભરાયું હતું અને કમિશનરને રજૂઆત કરવા પહોંચી ગયુ હતું. સમગ્ર મામલો ગરમાયો છે અને એકબીજાની સામે ટણીએ ચડ્યો છે. ભાવનગર શહેરમાં ઠેર કચરાના ઢગતો (Cleaning in Bhavnagar )હોય છે પરંતુ કમિશનરે લીધેલા રાઉન્ડને પગલે સફાઈ કામદાર સંઘે કેટલાક મુદ્દાઓ પણ સામે કરી દીધા છે. જેમાં ગાઈડલાઈન અને મહેકમનો સવાલ ઉઠ્યો છે.

આ પણ વાંચો વર્ષોથી ધૂળ ખાતી કચરાપેટી પાસેથી કામ ન લેતા આ શહેર સ્વચ્છતાના રેંકીંગમાં થયું પાછળ

સફાઈ કામદાર સંઘને પડી શું તકલીફ કમિશનર સામે ભાવનગર મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં સફાઈ કામદારોનું મહેક 1300 સફાઈ કર્મચારીઓનું છે. પરંતુ મહાનગરપાલિકા હાલમાં 650 જેટલા સફાઈ કામદારો દ્વારા શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી કરાવી રહી છે. ત્યારે કમિશનરે કામદારનો કામ કરવાનો વિસ્તાર વધારવાને પગલે સફાઈ કામદાર સંઘના મહામંત્રી જીવણભાઈ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગીચ વસ્તી હોય તો 350 મીટર, તેનાથી ઓછી હોય તો 500 મીટર અને તેનાથી પણ ઓછી વસ્તી હોય તો 700 મીટર સફાઈ કરવાની હોય છે. પરંતુ કમિશનર મનઘડત જ પોતાના નિયમ બનાવીને દરેકને 700 મીટર દરેક કામદારને કામ આપી દીધું છે. જે કામદારોની માટે અકારણ ભાર નાખી રહ્યું છે. અમે રજૂઆત કરી છે અને મકરસંક્રાંતિ સુધી મોહલત પણ આપી છે ત્યારબાદ જો સુધારો કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી (Threat to Agitation )ઉચ્ચારી છે. આ માટે આગામી કાર્યક્રમ સફાઈ કામદાર સંઘ (Bhavnagar Safai Kamdar Sangh ) આપી શકે છે.

આ પણ વાંચો સ્વચ્છતા અગ્રેસર સુરતને નંબર 1 લાવવા મનપાનું જમ્બો સફાઈ અભિયાન

કમિશનરની બેધડક વાત શાસનકર્તાઓ અને અધિકારી સામે પ્રશ્ન ભાવનગર શહેરમાં સફાઈ કામદારની ઘટ છે એ બાબતથી ખુદ કમિશનર વાકેફ છે ત્યારે આ ઘટ વચ્ચે કેટલાક અન્ય મુદ્દાઓ પણ કમિશનરે ટાંકવાનો પ્રયાસ ETV BHARAT મારફત કર્યો છે. કમિશનર એન વી ઉપાધ્યાય જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન છે તે કોઈ કાયદો કે નિયમ નથી આથી તેને કાયદાનું રૂપ આપી શકાય નહીં. ચાર કલાકમાં 500 મીટર પ્રમાણે સફાઈ કરવાની હોય પરંતુ તેમાં ગુણવત્તા ન હોય તો તે સફાઈ ક્યાંથી ગણી શકાય. જેમ કે ડિવાઇડરની પડખે ચડાવેલા ધૂળના ઢગલાઓ આખરે સાફ કોને કરવાના હોય છે ? આવી તો અનેક નાની મોટી બાબતો છે જેને નજર અંદાજ કરવામાં આવે છે. પણ શહેરમાં ગુણવત્તાભર્યું સફાઈ કામ થતું નથી.

ભાજપનું 27 વર્ષના શાસનમાં 27 વર્ષથી સફાઈ પ્રશ્ન ભાવનગર શહેરમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે સફાઈ કામદાર નામે મહેકમમાં કોઈપણ પ્રકારનો વધારો થતો નથી. આ ઘટ વચ્ચે સફાઈ કામદારો સમગ્ર શહેરને પોતાની બનતી કોશિશથી તે સ્વચ્છ (Cleaning in Bhavnagar )રાખી રહ્યા છે. ત્યારે કમિશનરનો પણ ઉઠાવેલો સવાલ યોગ્ય છે કે દરેક સફાઈમાં ગુણવત્તા ન હોય તો એ સફાઈ ક્યાંથી કહેવાય. કમિશનર એન વી ઉપાધ્યાય જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આઉટ સોર્સિંગથી પણ જે સફાઈ કામદારોની ઘટ છે તે પુરવાનો પ્રયાસ કરવામાં આવશે અને ઘટ દૂર કરીને શહેરની સફાઈ કરાશે. જો કે હાલમાં ભાવનગર શહેરમાં ગુણવત્તાભર્યું સફાઈનું કાર્ય થતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.