વર્ષોથી ધૂળ ખાતી કચરાપેટી પાસેથી કામ ન લેતા આ શહેર સ્વચ્છતાના રેંકીંગમાં થયું પાછળ

author img

By

Published : Oct 7, 2022, 6:16 PM IST

વર્ષોથી ધૂળ ખાતી કચરાપેટી પાસેથી કામ ન લેતા આ શહેર સ્વચ્છતાના રેંકીંગમાં થયું પાછળ
વર્ષોથી ધૂળ ખાતી કચરાપેટી પાસેથી કામ ન લેતા આ શહેર સ્વચ્છતાના રેંકીંગમાં થયું પાછળ ()

વડોદરામાં આવેલા નાગરવાડા વિસ્તારમાં કોર્પોરેશનના (Corporation Nagarwada area Vadodara) ગોડાઉનમાંથી હજારોની સંખ્યામાં કચરો ભરવાની ડોલનો જથ્થો મળી આવ્યો છે. જ્યારે દિવસેને દિવસે વડોદરા સ્વચ્છતા બાબતે નીચેના ક્રમે ધકેલાતું જોવા (Vadodara falling in cleanliness rankings) મળી રહ્યું છે. આ કચરાપેટીઓ 6 વર્ષથી ધૂળ ખાઇ રહી છે. જે અંગે કોઇ પણ નેતા કે અધિકારીઓનું ધ્યાન ગયું નથી.

વડોદરા સ્વચ્છ અને સ્માર્ટ સિટી (Vadodara Smart City) ગણાતુ વડોદરા શહેર દિવસેને દિવસે સ્વચ્છતા બાબતે નીચેના ક્રમે ધકેલાતું જોવા મળી રહ્યું છે. એક બાજુ તંત્ર સ્વચ્છતાનાં બણગા ફૂંકે તો બીજી બાજુ તંત્ર દ્વારા જ સફાઇ માટે વસાવવામાં આવેલા સાધનો વર્ષોથી ધૂળ ખાય છે. પ્રજાના પૈસે ખરીદેલા સફાઇ કર્મીઓની બૂટ (workers demanded the boot ) અને કચરા પેટીના ઢગલા જોઇને તમે અંદાજો લગાવી શકો છો. કઇ રીતે તમારા જ પૈસા વેડફાઇ રહ્યા છે.

ડોદરા શહેરમાં આવેલ નાગરવાડા વિસ્તારમાં કોર્પોરેશનના ગોડાઉનમાંથી હજારોની સંખ્યામાં કચરો ભરવાની ડોલનો જથ્થો મળી આવ્યો આ કચરાપેટીઓ નાગરિકોને ફાળવવાની હતી

કચરો ભરવાની ડોલનો જથ્થો મળી આવ્યો વડોદરામાં આવેલા નાગરવાડા વિસ્તારમાં કોર્પોરેશનના ગોડાઉનમાંથી હજારોની સંખ્યામાં કચરો ભરવાની ડોલનો જથ્થો મળી આવ્યો છે. આ કચરાપેટીઓ નાગરિકોને ફાળવવાની હતી, પરંતુ આજે 6 વર્ષથી અહીં ધૂળ ખાઇ રહી છે. આ બાબતે કોર્પોરેશનનું ધ્યાન જતું નથી. આ સાથે આ કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના નાગરવાળા વિસ્તારમાં રોડ પહોળા કરવા માટે ડિમોલેશન કરવામાં આવી રહ્યુ છે.

કચરાપેટીઓ ધૂળ ખાઈ રહી છે ત્યારે છેલ્લા 6 વર્ષથી અહીં કચરાપેટીઓ ધૂળ ખાઈ રહી છે. જે અંગે કોઇ પણ નેતા કે અધિકારીઓનું ધ્યાન ગયું નથી. હજારોની સંખ્યામાં અહીં કચરાપેટીઓ ધૂળ ખાઈ રહી છે. જો આ કચરાપેટી નાગરિકોને આપી હોત તો વડોદરા શહેર સ્વચ્છતામાં 14માં ક્રમાંકે ન આવ્યું હોત. કોન્ટ્રાકટરોને કમાવવા માટેનું મોટું ષડયંત્ર રચ્યું છે. આટલી કચરાપેટીની જરૂરિયાત હતી જ નહીં. તો મંગાવી શા માટે? અને જો મંગાવી છે તો પછી નાગરિકોને કેમ આપવામાં આવતી નથી.

સેલ્ફી બૂટ માટેની માંગણી વડાપ્રધાન સ્વચ્છતા પાછળ મોટું અભિયાન ચલાવી કામ કરતા હોય તો અહીંયા અધિકારીઓએ નાગરિકોને કચરાપેટી આપવી જોઇએ. જ્યારે બીજી વાત એ છે કે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ (Employees of Vadodara Corporation) સેલ્ફ બૂટ માટેની માંગણી (Sanitation workers demand boots) કરી રહ્યા છે. તેઓને બૂટ મળતા નથી અને અહીં હજારોની સંખ્યામાં બૂટ પણ મળી આવ્યા છે. જ્યારે અમે આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોર્યું તો તે તાત્કાલિક તાળુ મારીને ભાગી છૂટ્યા હતા.

કચરાપેટીઓ ધૂળ ખાય છે એના માટે જવાબદાર કોણ? જવાબ આપ્યા વિના અધિકારીઓ આંખ આડા કાન કરીને નીકળી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ દ્રશ્યો જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે કઈ રીતે પ્રજાના પૈસા વેડફાઇ રહ્યા છે. તંત્ર પ્રજાના પૈસે સફાઇના સાધનો વસાવી તો લે છે, પરંતુ આ સાધનો લોકો સુધી પહોંચાડવાનો સમય એમની પાસે નથી. આ કોઇ ચાર છ મહિના નહીં, પરંતુ છેલ્લા 6 વર્ષથી કચરાપેટીઓ અહીં ધૂળ ખાઈ રહી છે. હવે આના માટે જવાબદાર કોણ ? શું તંત્ર પગલાં લેશે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.