ETV Bharat / state

ચીનથી આવેલા ભાવનગરના 2 લોકો સાથે લઈ આવ્યા કોરોના, તંત્ર થયું દોડતું

author img

By

Published : Dec 23, 2022, 11:48 AM IST

Updated : Dec 24, 2022, 5:52 PM IST

ભાવનગરમાં ચીનથી આવેલો એક પરિવાર કોરોનાને સાથે લઈ આવતા (China returnee tests positive for covid) તંત્ર દોડતું થયું છે. ચીનથી આવેલો વ્યક્તિ અને તેની 2 વર્ષની પૂત્રીનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે હવે તંત્રએ એરપોર્ટ ઑથોરિટી (Airport Authority Bhavnagar) સહિત સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કવાયત હાથ ધરી છે.

ચીનથી આવેલા ભાવનગરના 2 લોકો સાથે લઈ આવ્યા કોરોના, તંત્ર થયું દોડતું
ચીનથી આવેલા ભાવનગરના 2 લોકો સાથે લઈ આવ્યા કોરોના, તંત્ર થયું દોડતું

ત્રણેયને હોમ આઈસોલેટ કરાયા

ભાવનગર શહેરમાં તાજેતરમાં જ એક પરિવાર ચીનથી પરત ફર્યું (China returnee tests positive for covid) છે. જોકે, આ પરિવારમાંથી યુવક અને તેની 2 વર્ષની પુત્રીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. એરપોર્ટ ઑથોરિટી (Airport Authority Bhavnagar) સહિત સંપર્કમાં આવનારાને ટેસ્ટ કરવા કવાયત હાથ ધરી છે. અત્યારે BF 7 વેરિયન્ટનો હાહાકાર છે. ત્યારે ચીનથી આવેલા આ પિતા પુત્રીના વધુ રિપોર્ટ કરાશે અને સંપર્કમાં આવનારને પણ રિપોર્ટ કરાવવામાં (Covid Cases in Bhavnagar) આવશે.

20 ડિસેમ્બરે આવ્યો પરિવાર આપને જણાવી દઈએ કે, ભાવનગરમાં (Covid Cases in Bhavnagar) રહેતા અને ચીનમાં કામ કરતો યુવક પત્ની અને 2 વર્ષની પુત્રી સાથે 20 ડિસેમ્બરે અહીં આવ્યા હતા. ત્રણેય લોકોએ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં (Health Centre in Bhavnagar) રેપીડ ટેસ્ટ કરતા પોઝિટિવ આવ્યા હતા અને બાદમાં તેમના RTPCR કરવામાં (Covid 19 RT PCR Report in Bhavnagar) આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે મહાનગરપાલિકાએ પરિવારના સંપર્કમાં આવેલા લોકોને સાવચેત કર્યા છે.આ ત્રણેયનો RTPCR ટેસ્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. તે દરમિયાન સત્ય બહાર આવ્યું હતું.

ત્રણેયને હોમ આઈસોલેટ કરાયા આ ત્રણેય લોકો કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઈસોલેટ (Covid Cases in Bhavnagar) કરવામાં આવ્યા છે. હવે દર ત્રણ દિવસે તેમનો ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે એરપોર્ટ ઑથોરિટીને જાણ કરવામાં આવી છે અને તેની સાથે રહેનારને પણ ટેસ્ટ કરવા આવી રહ્યા છે.

મહાનગરપાલિકાએ કોને કરી જાણ સતર્કતા માટે ભાવનગરની મહાનગરપાલિકાએ (Bhavnagar Municipal Corporation) ભાવનગર એરપોર્ટ ઑથોરિટીને (Airport Authority Bhavnagar) જાણ કરી તેની સાથે રહેલા પ્રવાસીઓ અને અન્ય સ્ટાફમાં પણ ટેસ્ટ કરવા જાણ કરી છે. આ સાથે એરપોર્ટ ઘર સુધી સંપર્કમાં આવેલા લોકોને જાણ કરવામાં આવી છે. પરિવારના સંપર્કમાં રહેલા દરેક લોકોને ટેસ્ટ કરવા જાણ કરી દેવાઈ છે.

Last Updated : Dec 24, 2022, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.