ETV Bharat / state

રાજ્યમાં ઠંડીના કારણે શરદી અને તાવના કેસમાં થયો વધારો, બાળકોમાં જોવા મળ્યું વધું જોખમ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 7:42 PM IST

ભાવનગર શહેર અને જિલ્લામાં વધેલી ઠંડીની સિધી અસર વાયરલ રોગો પર થઈ છે. શરદી, ઉધરસ અને તાવ જેવા કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે. માતાપિતાઓ ઠંડીમાં પોતાના બાળકોને લઈને સાવચેત થવું જરૂરી છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં કેટલા આવ્યા કેસ આવ્યા તેના વિશે જાણો...

Etv Bharat
Etv Bharat

ભાવનગર શહેર

ભાવનગર : દિવાળી જેવા તહેવાર બાદ ઠંડીનું પ્રમાણ વધતું હોય છે, તેની સાથે વાયરલ રોગ પણ માથું ઉચકતા હોય છે. શહેરમાં દિવાળી બાદ તુરંત શરૂ થયેલી ઠંડીનો ચમકારો લાંબા સમય બાદ ફરી થવા પામ્યો છે. ઠંડીના કારણે દિવાળી સમયે આવતા કેસો કરતાં વધારો છેલ્લા 15 દિવસમાં થઈ જવા પામ્યો છે. જો કે વાયરલ રોગો હોવાને પગલે આરોગ્ય વિભાગ સતર્ક છે પણ લોકોએ અને ખાસ કરીને બાળકોએ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે.

શરદી અને તાવના કેસ
શરદી અને તાવના કેસ

ભાવનગર શહેરમાં 14 યુપીએસસી, 3 સીએચસી અને 28 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો છે. દરેક જગ્યાએ સારવાર કરવામાં આવી રહી છે. ઠંડીને કારણે વાયરલમાં શહેરમાં વધારો થયો છે. શરદી, ઉધરસ, તાવના કેસો વધ્યા છે. જેમાં તાવના છેલ્લા 15 દિવસમાં 7,000 જેવા કેસો સામે આવ્યા છે. - આર. કે. સિંહા, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી

વાયરલ રોગોનો આંકડામાં વધારો થયો : શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીનો પ્રારંભ થયો છે. દિવસે પણ ગરમ કપડા પહેરવા પડે તેવી સ્થિતિ છે. ત્યારે છેલ્લા 15 દિવસના વાયરલ રોગોના આંકડા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે જોઈએ તો વધુ ઠંડી વાયરલ રોગોમાં સપડાવી શકે છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં શરદી, ઉધરસના 485, તાવના 7635, ઝાડા ઉલટીના 136 જેટલા કેસો નોંધાયા છે. આમ ઠંડી વધવાની સાથે જ વાયરલ રોગો પણ વધતા સૌથી વધુ ચિંતા બાળકો માટે જરૂર ઊભી થઈ જાય છે.

શરદી અને તાવના કેસ
શરદી અને તાવના કેસ

છેલ્લા અઠવાડિયામાં ઠંડીમાં વધારો થયો છે. દિવાળી સમયે જે ઠંડીની શરૂઆત હતી અને જે ઓપીડી 100 જેટલી હતી તેમાં વધારો થવા પામ્યો છે. શ્વસન પ્રક્રિયા, નસકોરા બંધ થવા, ઉધરસ વગેરે જેવા કેસો સામે આવી રહ્યા છે. આ સાથે સાંધાના દુખાવાનો વૃદ્ધ લોકોમાં પણ વધારો થયો છે. જો કે ઉતરાયણ સુધી આ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. - મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર હિતેશ ગુર્જર

  1. Vibrant Gujarat 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટની કરાવશે શરુઆત
  2. Narmada News: આદિવાસી મહિલાઓ કેળાના રેસામાંથી તૈયાર કરે છે વિવિધ ચીજવસ્તુઓ, પગભર બની રહી છે બહેનો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.