ETV Bharat / state

Bhavnagar news: ભારે વરસાદમાં 50થી વધુ મુસાફરોની જિંદગી સાથે મોતનો ખેલ, જાણો સમગ્ર મામલો

author img

By

Published : May 3, 2023, 3:21 PM IST

બસમાં વાઇપર ન હોવાથી ડ્રાઈવરે 60 કિલોમીટર સુધી ચાલુ બસે કાચ સાફ કરતા કરતા બસ ચલાવી. આ દરમિયાન બસમાં બેસેલા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ભાવનગર જિલ્લાના તળાજા ડેપોની એસટી બસ 2 તારીખે અમદાવાદના બાપુનગરથી 50 થી વધારે મુસાફરો સાથે ઉપડી હતી.

bus-not-havinf-wiper-pasengers-life-at-risk-for-60-km-driver-cleaning-glass-on-running-bus
bus-not-havinf-wiper-pasengers-life-at-risk-for-60-km-driver-cleaning-glass-on-running-bus

ડ્રાઈવરે 60 કિલોમીટર સુધી ચાલુ બસે કાચ સાફ કરતા કરતા બસ ચલાવી

ભાવનગર: ભાવનગર જિલ્લાની તળાજા ડેપોની બસ અમદાવાદથી સાંજે ઉપડી હતી હતી. બસમાં 50થી વધારે મુસાફરો હતા. કંડકટર મહિલા અને ડ્રાઈવર બસ લઈને સાંજે નીકળ્યા હતા. કમોસમી વરસાદ વચ્ચે એસટી બસ બગોદરા સુધી 50 કરતા વધુ જિંદગી લઈને દોડતી રહી હતી. દરેક જિંદગીના જીવ સાથે 2 કલાક સુધી જુગાર રમાતો રહ્યો હતો. એસટી વિભાગની નાનકડી ભૂલમાં 50 જિંદગી હોમાઈ શકતી હતી. શું છે મામલો જાણો....

50 જિંદગી સાથે ખેલ: ભાવનગર જિલ્લાની બાપુનગર તળાજા બસ 2 મે 2023ના રોજ અમદાવાદથી સાંજે 5.30 કલાક આસપાસ બાદ ઉપડી હતી. અમદાવાદથી બસ ઉપડતા સરખેજથી કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. બસમાં વાઈપર ન હોવાથી બસનો ડ્રાઈવર ચાલુ બસે બસનો કાચ સાફ કરતો રહ્યો. અકસ્માતના ડર વચ્ચે બસ 60 કિલોમીટર અંતર કાપી બગોદરા પહોંચી હતી. સામેથી આવતા વાહનોની ભારે લાઈટોનો પ્રકાશ અને વારંવાર કાચ પાણીથી ધૂંધળો થવો અને વારંવાર કાચ સાફ બે બે મિનિટમાં કરવો પડતો હતો.

'બસમાં વાઈપર નથી. અમને ખબર નોહતી કે ઉનાળામાં કમોસમી વરસાદ થશે. બસના ડ્રાઈવર સાથે વાતચીત થઈ છે. આગળ કોઈ પણ ડેપો આવે તો બસ બદલવી અથવા વાઈપર નાખવા જણાવી દેવાયું છે. બસ હાલમાં થોડા દિવસ પહેલા આવી છે. RTO પસિંગ કરીને એટલે બસ કોઈ વેલીડિટી પૂર્ણ થાય તેવું નથી.' -પ્રજ્ઞાબેન વ્યાસ, તળાજા ડેપો મેનેજર

તંત્ર સામે સવાલ: ભાવનગર જિલ્લાના તળાજા ડેપોની બસને લઈ તળાજા ડેપો મેનેજરના જવાબ શંકા ઉપજાવે છે. સરકારના હવામાન વિભાગે વરસાદની આગાહી કરેલ છે. ડેપો મેનેજર કહે છે ખ્યાલ ન હોઈ વરસાદ આવશે? જ્યારે બીજો પ્રશ્ન કે હાલમાં થોડા સમય પહેલા RTO પાસિંગ કરીને બસ આવી હોવાનું ડેપો મેનેજરનો જવાબ સામે સવાલ ઉભો એક જ થાય છે શું ત્યારે RTO પાસિંગ સમયે પણ વાઈપર નોહતા? સરકારના એસટી વિભાગની RTO પાસિંગ કરાવવાની કામગીરીમાં ઘપલો છે અથવા વાઈપર તૂટી ગયા છતાં ડેપો કોઈ કાળજી વગર બસ દોડાવતું રહ્યું છે.

આ પણ વાંચો Sabarkantha Bike Theft: દિવસમાં ચારથી પાંચ બાઇક ચોરતા, માસ્ટર કીની વાત જાણી પોલીસ પણ આશ્ચર્યમાં

આ પણ વાંચો Vadodara News : જમીન વેચીને 78 દિવસ વેન્ટિલેટર પર રહેલી દિકરીએ ધો 12માં મેળવી સફળતા, હવે મદદની આશા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.