ETV Bharat / state

Uttarakhand Accident Update: માત્ર 110 રૂપિયા બચાવવા માટે એજન્ટે ભાવનગર RTOમાંથી પરવાનગી ના લીધી, યાત્રાળુઓને સીધા દિલ્હી બોલાવી યાત્રા શરૂ કરાવી

author img

By

Published : Aug 21, 2023, 8:05 PM IST

Updated : Aug 22, 2023, 2:43 PM IST

ગુજરાતીઓ ચારધામ યાત્રા જવા માંગે છે અને ટૂર ઓપરેટર્સ પણ ભક્તોની આ ભાવનાનો લાભ ઉઠાવે છે. ટૂર ઓપરેટર્સ પણ વધુ નફો કમાવવા અનેક કીમિયા કરતા હોય છે. આવા કીમિયા કરીને જો ટૂર દરમિયાન અકસ્માત થાય તો લેવાના દેવા થઈ જાય છે. સરકારમાં જતા ટેક્ષને અટકાવવા માટે ટૂર ઓપરેટર પ્રવાસીઓને સીધા દિલ્હી બોલાવીને ટૂર કરે છે. નિયમોની ઐસીતૈસી કરીને ટૂર ઓપરેટ કરનાર અમિત ગુપ્તા ઉપર ગુજરાત પોલીસ ફરિયાદ કરશે કે નહીં તે પણ હજી સુધી રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કંઈ જ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

ભાવનગરની ટૂર ઓપરેટિંગ કંપની
ભાવનગરની ટૂર ઓપરેટિંગ કંપની

ઉત્તરાખંડમાં થયેલી કાર્યવાહી

ભાવનગરઃ ટૂર ઓપરેટરે ગુજરાતના કોઈપણ શહેર, જિલ્લામાંથી બસ દ્વારા અન્ય રાજ્યમાં ટૂરનું આયોજન કરવું હોય ત્યારે જિલ્લાની RTO ઓફિસમાંથી 110 રૂપિયા ભરીને પરમિટ લેવાની હોય છે. ટૂર ક્યાંથી ક્યાં સુધી જશે, કેટલા રાજયમાંથી પસાર થશે અને કેટલા દિવસની છે આ તમામ માહિતી પરમિટ લેતી વખતે ટૂર ઓપરેટરે આપવી પડે છે. ભાવનગરના શ્રી હોલિ ડેના અમિત ગુપ્તાએ તમામ યાત્રિકોને દિલ્હી ખાતે બોલાવીને ટૂર યોજી હતી. જેથી ભાવનગર RTO કોઈ જ પ્રકાર ની પરવાનગી લેવી ન પડે.

Uttarakhand Accident Update
Uttarakhand Accident Update

આ ગમખ્વાર અકસ્માત બપોરે 4 કલાકે થયો પણ અકસ્માતની જાણ 40 મિનિટ બાદ થઈ...નિલેશ કડિયા(આરટીઓ, ભાવનગર)

અમિત રાઠોડ
અમિત રાઠોડ

ઉત્તરાખંડમાં 20 ઓગસ્ટ રવિવારના બપોરે 4 કલાકની આસપાસ અકસ્માત થયો હતો. મારા સ્ટાફના એક વ્યક્તિએ મને એક્સિડન્ટની જાણ કરી. ત્યારબાદ હું તાત્કાલિક ધોરણે અમદાવાદ એરપોર્ટથી દાહેરાદુન એરપોર્ટ જવા નીકળી ગયો હતો. ખૂબ ઉતાવળ હોવાથી મેં સ્થાનિક પોલીસ સ્ટેશન કે જિલ્લા તંત્રને કોઈ જાણ કરી ન હતી. મે સીધો જ ભાવનગર કલેકટરનો સંપર્ક કર્યો હતો. ભાવનગરથી સમગ્ર ટૂર પૂરી થતા 22 દિવસ થાય છે. જ્યારે દિલ્હીથી 12 દિવસમાં જ પ્રવાસ પૂર્ણ થાય છે. મુસાફરો પણ ભાવનગરથી અથવા તો અમદાવાદથી દિલ્હી ટ્રેન અને ફ્લાઈટના મારફતે આવ્યા હતા અને ત્યારબાદ તેઓને દિલ્હીથી ન જ ઉતરાખંડના પ્રવાસની બસ ઉપાડવામાં આવી હતી...અમિત ગુપ્તા (ટૂર ઓપરેટર, શ્રી હોલિડે ભાવનગર)

અમિત ગુપ્તા (ટૂર ઓપરેટર, શ્રી હોલિડે ભાવનગર)
અમિત ગુપ્તા (ટૂર ઓપરેટર, શ્રી હોલિડે ભાવનગર)

આરટીઓ ઓફિસમાંથી પરમીટ લેવાની હોય છે અને તેમાં કયા પેસેન્જર જઈ રહ્યા છે અને કઈ બસમાં પ્રવાસ કરી રહ્યા છે તે તમામ વિગતો આરટીઓમાં જાણ કરવાની હોય છે. આ કિસ્સામાં મુસાફરો દિલ્હીથી બસમાં બેઠા હતા એટલે ત્યાંથી જ રજિસ્ટ્રેશન થયું હતું. ભાવનગર જિલ્લા તંત્ર દ્વારા ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરવામાં આવ્યો છે. તાત્કાલિક સરકારમાં જાણ કરવામાં આવી છે. મીડિયામાંથી અમને પ્રાથમિક જાણકારી મળી હતી ત્યારબાદ તાત્કાલિક ધોરણે જ્યાં એક્સિડન્ટ ની ઘટના બની હતી ત્યાં જિલ્લા તંત્રના ડિઝાસ્ટર સેન્ટર નો સંપર્ક કર્યો હતો પણ ત્યાં બચાવની કામગીરી ચાલુ હોવાને કારણે મોડી સાંજે માહિતી મળી હતી.ઉત્તરાખંડ સ્થાનિક તંત્ર, ઉત્તરાખંડ રાજ્ય સરકાર અને ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે...આર.કે. મહેતા(કલેક્ટર, ભાવનગર)

Uttarakhand Accident Update
Uttarakhand Accident Update

ઉત્તરાખંડમાં થયેલી કામગીરીઃ ઉત્તરાખંડમાં રવિવારે સાંજે લગભગ 4.30 કલાકે ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બસને અકસ્માત થયો હોવાની જાણકારી સ્થાનિકો તરફથી તંત્રને અપાઈ હતી. આ બસને ગંગનાની નજીક અકસ્માત નડ્યો હતો. બસમાં 35 પ્રવાસીઓ હતા. સ્થાનિકો, કાવડિયાએ રાહત અને બચાવ કામગીરી તરત જ શરૂ કરી દીધી. ત્યાર બાદ પોલીસ, એસડીઆરએફ, આફત વિભાગ, જિલ્લા તંત્ર અને એનડીઆરએફ સ્થળ પર પહોંચ્યા હતા.તાત્કાલીક ઈજાગ્રસ્તોને ભટવાડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો અને ટૂર ઓપરેટરની મદદથી મુસાફરોના પરિવારને જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં બસ ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. મૃતકો પૈકીના એક મૃતકના પરિવારજનોની વિનંતી છે કે મૃતકના અગ્નિસંસ્કાર હરિદ્વારમાં કરવામાં આવે, જેની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

Uttarakhand Accident Update
Uttarakhand Accident Update

ટૂર ઓપરેટ માટે ફરજીયાત પરમીટ લેવાની હોય છે અને જે રાજ્યમાંથી બસ પસાર થતી હોય તે રાજ્યના ટેક્સ રોડ ટેક્સ પણ ભરવાનો થતો હોય છે...હરીશભાઈ પટેલ (પ્રમુખ, ગુજરાત ડ્રાઇવિંગ સ્કૂલ એસોસીએશન )

35થી 40 હજાર જેટલો રોડ ટેક્સઃ જ્યારે અમદાવાદના રહેવાસી અમિત રાઠોડે વર્ષ 2019માં પરિવારજનો સાથે હરિદ્વારનું આયોજન કર્યું હતું જેમાં 2 બસ બૂક કરી હતી ત્યારે પોતાના અનુભવ બતાવતા જણાવ્યું હતું કે અમે અમદાવાદ RTO માંથી પરવાનગી લીધી હતી. ત્યારબાદ રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરાખંડ માં રોડ ટેક્સ ભર્યો હતો જે આશરે 35 થી 40 હજારનો ખર્ચ થયો હતો જ્યારે ઉત્તરાખંડ રાજ્યમાં બે પ્રકારની પરમિટ હોય છે, એક પરમિટમાં બસ તમે ગમે ત્યાં ફેરવી શકો, બીજી પરમિટમાં એક જ જગ્યાએ બસ પાર્કિંગમાં રાખવાની પરમીટ આપવામાં આવે છે.

  1. Uttarakhand Accident : પરિવારજનોએ ડેડબોડી મેળવવા રાહ જોવી પડશે, સિવિલ એવિએશન અને કાર્ગો નિયમ મુજબ અમદાવાદ લવાશે
  2. Uttarakhand Accident: ઉત્તરાખંડ બસ અકસ્માતમાં કરણ ભાટીનું મોત થતાં બાળકો બન્યા પિતાવિહોણા, મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો પરિવાર
Last Updated : Aug 22, 2023, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.