ETV Bharat / state

Bhavnagar University Paper Leak Scandal: પેપર ફોડનાર ડો.અમિત ગલાણી ફિલ્મી કલાકાર, અનેક ફિલ્મોમાં કર્યો છે અભિનય

author img

By

Published : Apr 6, 2023, 8:07 PM IST

ભાવનગર યુનિ.નું પેપર ફોડનાર મુખ્ય આરોપી ડો.અમિત ગલાણી એક શ્રેષ્ઠ કલાકાર છે. ગુજરાતી ફિલ્મોમાં અને નાટકોમાં અનેક ભૂમિકાઓ ભજવી છે. ત્યારે ગેરરિટીના નવા કાયદા હેઠળ ગુન્હો દાખલ થતા તરની કલાકારી પર બ્રેક લાગી ગઈ છે.જો કે ફિલ્મ અને નાટકમાં કરેલી કલાકારી લાગણી વશમાં આવતા આચરેલા કૃત્યથી પોતાની જિંદગીની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

bhavnagar-university-paper-leak-scandal-amit-galani-gujarati-film-actor-involve-in-scandal
bhavnagar-university-paper-leak-scandal-amit-galani-gujarati-film-actor-involve-in-scandal

ભાવનગર: ભાવનગર યુનિવર્સિટીના બી કોમનું મેનેજમેન્ટ એકાઉન્ટન્સીનું પેપર ફૂટવા બાબતે મુખ્ય આરોપી ડોક્ટર અમિત ગલાણી પોલીસના સકંજામાં છે. કોર્ટમાં રજૂ કરીને પોલીસે વધુ રિમાન્ડ પણ મેળવી લીધા છે ત્યારે પેપર કોડનાર મુખ્ય આરોપી ડોક્ટર અમિત ગલાણી કલાકાર હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાતી ફિલ્મો અને કોમેડી નાટકોમાં તેને ભૂમિકા ભજવેલી છે. જો કે પેપર ફોડવામાં તેની કલાકારી ફાવી નહિ.

પેપર ફોડનાર ડો.અમિત ગલાણી ફિલ્મી કલાકાર
પેપર ફોડનાર ડો.અમિત ગલાણી ફિલ્મી કલાકાર

અમિત ગલાણીની કલાકાર હોવાનું સામે આવ્યું: વિદ્યાર્થીઓના નેતા અને સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજા દ્વારા ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું બી.કોમનું પેપર ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો અને બાદમાં જાગેલા યુનિવર્સિટીના તંત્રએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સીધું જ નામ જી એલ કાકડીયા કોલેજના શિક્ષક ડોક્ટર અમિત ગલાણીનું સામે આવ્યું હતું. ફરિયાદને પગલે પોલીસે અમિત ગલાણી સહિત અન્ય બે ને ઝડપી લીધા હતા. ત્યારે પોતાની અંગત અનુયાયી સૃષ્ટિ ખોરડાને પકડવા અલગ અલગ ટીમો બનાવીને મેદાનમાં પોલીસે ઉતારી દીધી છે. પરંતુ અમિત ગલાણી એક કલાકાર હોવાનું પણ સામે આવ્યું છે.

1928 જેવી ફિલ્મમાં સહિત અનેક ફિલ્મોમાં કર્યો છે અભિનય
1928 જેવી ફિલ્મમાં સહિત અનેક ફિલ્મોમાં કર્યો છે અભિનય

કઈ-કઈ ફિલ્મમાં અને નાટકમાં કર્યું કામ અમિત ગલાણીએ?: પોતાના અનુયાયીને લાભ પહોંચાડવા માટે અમિત ગલાણીએ પેપર તો ફોડી નાખ્યું પરંતુ તેની આ કલાકારી ફાવી નથી. ફિલ્મના પરદે ડોક્ટર અમિત ગલાણી એક કલાકાર છે અને તેને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં જાણવા મળતા નાટકો અને ફોલ્મોમાં જોઇએ તો ધન ધતુડીપતુડી, એપ્રિલ ફૂલ, સૈયર મોરી રે, જીવન આખ્યાન, 1928 અને ઇનોસન્ટ જેવા ફિલ્મ અને નાટકોમાં તેને ભૂમિકા ભજવી છે. જો કે વિશ્વ રંગ ભૂમિ વેબિનારમાં તેને વક્તા તરીકે પણ પ્રવચન આપેલું છે.

બોડી બિલ્ડીંગનો પણ અમિત ગલાણીને શોખ
બોડી બિલ્ડીંગનો પણ અમિત ગલાણીને શોખ

બોડી બિલ્ડીંગનો પણ અમિત ગલાણીને શોખ: પેપર ફોડવાના મુખ્ય આરોપી અમિત ગલાણી કલાકારની સાથે બોડી બિલ્ડિંગમાં પણ સારો એવો રસ ધરાવતો હતો. જીમમાં અલગ અલગ કસરત કરતા તેના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ જોવા મળી રહ્યા છે. અમિત ગલાણી કલાકારની સાથે બોડી બિલ્ડિંગ ક્ષેત્રે પણ પોતાની કલાકારી દેખાડતા વિડિયો અને ફોટો પણ છે. જો કે અમિત ગલાણીએ પોતાની અનુયાય સૃષ્ટિ ખોરડાને અંગત લાભ માટે પેપરનું કવર તોડીને પેપર પ્રથમ સૃષ્ટિ ખોરડાને આપ્યા બાદ સૃષ્ટિ ખોરડાને પકડવા માટે એલસીબી,એસઓજી વગેરેની ટીમો મેદાનમાં ઉતરી છે.

સૈયર મોરી રે જેવી ફિલ્મમાં સહિત અનેક ફિલ્મોમાં કર્યો છે અભિનય
સૈયર મોરી રે જેવી ફિલ્મમાં સહિત અનેક ફિલ્મોમાં કર્યો છે અભિનય

પોલીસ પાસે કલાકારની સામે આવેલી વિગત: જી એલ કાકડીયા કોલેજમાં ડોક્ટર અમિત ગલાણીએ પોતાના પર્ફોર્મન્સના આધારે નોકરી મેળવી હતી. નાટક અને ફિલ્મોમાં કામ કરવામાં તે ગોલ્ડમેડાલિસ્ટ હતો. તેને ઇકોનોમીમાં પીએચડી કરીને ડોક્ટરની પદવી પણ મેળવેલી છે.દિમાગવાળો હોવાને કારણે તે કોલેજમાં અનેક નવીન કાર્યક્રમો પણ આપતો હતો. જ્યાં તેને કલાકારી જોવા મળતી હતી. જો કે લાગણીમાં આવીને સૃષ્ટિ ખોરડાને પેપર આપી દીધું હતું તેમ નિલમબાગ પોલીસ સ્ટેશનના પી આઈ પી ડી પરમારે જણાવ્યું હતું.

આ પણ વાંચો પરીક્ષા શરૂ થયાની 7 મિનિટની અંદર 10મા ધોરણનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર લાઇવ,કર્મચારીઓ થયા સસ્પેન્ડ

પોલીસની શોધખોળ: ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું બી.કોમનું પેપર ફૂટ્યા બાદ પ્રથમ જેની પાસે પહોંચ્યું તે સૃષ્ટિ ખોરડા નામની યુવતી છે. નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ પીડી પરમારે જણાવ્યું હતું કે લાગણીવશ થઈને ડોક્ટર અમિત ગલાણીએ પેપર આપ્યું હતું. જો કે પોલીસ હાલમાં સૃષ્ટિ ખોરડાને શોધી રહી છે. શિહોર ખાતેના તેના રહેણાંકમાં પણ પોલીસે તપાસ કરી છે ત્યાં કોઈ મળી આવ્યું નથી અને મકાન બંધ છે. જ્યારે તેનો મોબાઇલ નંબર તેનું સરનામું સુરતનું બતાવાય રહ્યું છે. જેને પગલે તેની શોધખોળ શરૂ છે. ગેરરીતિના નવા કાયદાની કલમ 12/1 અને 12/4 ની કલમ લગાવાઈ છે. જો કે સૃષ્ટિ ખોરડાનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે.ભાવનગર એલસીબી અને એસઓજી સહિતની અનેક ટીમો યુવતી સૃષ્ટિ ખોરડાની શોધખોળમાં લાગી છે.

આ પણ વાંચો GPSSB Junior Clerk Exam: 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, ઉમેદવારોને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ વ્યવસ્થા

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.