ETV Bharat / state

Jagannath Rath Yatra 2023: ચકલું પણ ન ફરકે એવી તૈયારી, ભાવનગરમાં કડક સુરક્ષા સાથે નીકળશે રથાયાત્રા

author img

By

Published : Jun 19, 2023, 1:39 PM IST

Updated : Jun 19, 2023, 4:39 PM IST

ભાવનગરમાં 38મી રથયાત્રાની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રા સમિતિ અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. શહેરના સુભાષનગર થી 17 km માર્ગ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પોલીસની ચાપતી નજર નીચે રથયાત્રા નીકળવાની છે

રથયાત્રા પૂર્વે પોલીસની ચકલું પણ નો ફરકે તેવી સેના તૈયાર
રથયાત્રા પૂર્વે પોલીસની ચકલું પણ નો ફરકે તેવી સેના તૈયાર

રથયાત્રા પૂર્વે પોલીસની ચકલું પણ નો ફરકે તેવી સેના તૈયાર

ભાવનગર: ભાવનગર શહેરમાં 38મી રથયાત્રા અષાઢી બીજના દિવસે મંગળવારે નીકળવાની છે ત્યારે એક દિવસ પૂર્વે પોલીસ તંત્ર દ્વારા અને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. પોલોસ જવાનોએ રથનું નિરીક્ષણ કર્યું તો રથને લાઇટિંગથી શણગારવામાં પણ આવ્યા છે. ભાવનગર રથયાત્રા સંદર્ભે પોલીસ તંત્રની તૈયારી શું અને રથયાત્રામાં શું છે તે પણ જાણી લઈએ.

સમિતિએ કરી તૈયારીઓ: ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુભાષનગર જગન્નાથ મંદિરે રાખવા આવેલા રથને સાફ સફાઈ કરીને રંગરોગાન કરી બાદમાં લાઈટીંગથી ઝળહળતો કરવામાં આવ્યો છે. સુભાષનગર જગન્નાથ મંદીરને લાઇટિંગથી રોશનીથી ભરપૂર કરી દેવામાં આવ્યું છે. ધજાઓ આશરે 25 હજાર લગાવવામાં આવી છે.

રથયાત્રાની તૈયારીઓ પુર્ણ: આ વર્ષે રસ્તા પે કમાનો લાગી નથી. પ્રસાદી તૈયાર આશરે 3 ટનથી વધુ કરવામાં આવી છે. 100 થી વધુ ટ્રક,15 જેટલા ટ્રેકટર,10 જેટલા છકરડા વગેરેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 20 જુનના સવારે 8 કલાકે રથયાત્રાનો પ્રારંભ છેડાપોરા વિધિ બાદ પહિંદ વિધિ ભાવનગર સ્ટેટના મહારાજાના હસ્તે કરીને કરવામાં આવશે. આમ રથયાત્રાની તૈયારીઓ થઈ ચૂકી છે.


"ભાવનગર શહેરમાં 38મી રથયાત્રા નીકળવાની છે તેમાં બંદોબસ્ત જોઈએ તો 15 જેટલા ડીવાયએસપી રેન્કના અધિકારી છે 44 પીઆઈ કક્ષાના અધિકારી છે પીએસઆઇ 140 થી વધુ છે. પેરામીલેટરી SRP,BSF ની ટુકડીઓ છે. રથયાત્રા સમિતિ પ્રમાણે સવારે 8 કલાકે રથયાત્રા પ્રારંભ થઇ રાત્રે 22.00 એ પૂર્ણ થવાની છે. CCTV દ્વારા પણ નજર રાખવાના છીએ. આમ રથયાત્રા પગલે મોટા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારમાં ધાબા પોઇન્ટ, SRP,BSF જવાનો સહિત ઘોડે સવાર વગેરે પેટ્રોલિંગ કરવાના છે"-- રવિન્દ્ર પટેલ (Dsp,ભાવનગર)

પોલીસની તૈયારીઓ: અધિકારીઓને બોલાવીને તૈનાત કરવામાં આવગ છે. આઈજી ગૌતમ પરમાર અને ડીએસપી રવિન્દ્ર પટેલ દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. બે દિવસથી પોલીસ તંત્ર દ્વારા 17 kmના માર્ગ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે. પોલીસ પોતાના પોલીસ બળ સાથે ફ્લેગ માર્ચ કરીને સુરક્ષાની તૈયારી દર્શાવી રહી છે. નીચે મુજબ પોલીસ કાફલો તૈનાત રહેવાનો છે.

સંવેદનશીલ વિસ્તાર: ભાવનગર શહેરમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર દ્વારાસલીમ સમાજના અલગ અલગ આગેવાનો સાથે પોલીસ તંત્ર દ્વારા ભાઈચારાની ભાવના જળવાઈ રહે માટે બેઠકો કરી ચૂક્યું છે. શાંતિ જળવાય રહે અને દર વર્ષ જેમ શાંતિમય વાતાવરણ પ્રમાણે રથયાત્રા પૂર્ણ થાય તેવા હેતુથી બેઠક યોજાઇ ચુકી છે ત્યારે હવે પોલીસની નજર શહેરના ઘોઘાગેટ ચોકથી ખારગેટ અને ત્યાંથી બાર્ટન લાઇબ્રેરી થઈ ક્રેસન્ટ સુધીના માર્ગ પર રહેવાની છે. આ સંવેદનશીલ વિસ્તારમાં SRP,BSF વગેરે જવાનો મોટી માત્રામાં તૈનાત રહેવાના છે. આ સાથે ઇમારતો ઉપર પણ પોલીસ જવાનો તૈનાત રહેશે અને ડ્રોન મારફત બાઝ નજર રાખવામાં આવનાર છે.

  1. Bhavnagar News : ભાવનગરમાં રથયાત્રામાં કેસરીયો માહોલ કરવાં ફરી રથયાત્રા સમિતિ કામે લાગી
  2. Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રા દબદબાભેર નીકળશે, ગજરાજ, ઘોડા અને તલવારબાજીના કરતબોનું આકર્ષણ
Last Updated :Jun 19, 2023, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.